________________
| પંદરમું પદ : ઈન્દ્રિયઃ ઉદ્દેશક-૨
૨૯૯
ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! પ્રત્યેક સર્વાર્થસિદ્ધ વિમાનના દેવને નૈરયિકપણાની અતીત દ્રવ્યન્દ્રિયો કેટલી થઈ છે? ઉત્તર- હે ગૌતમ! અનંત દ્રવ્યન્દ્રિયો થઈ છે. પ્રશ્ન- હે ભગવન્! સર્વાર્થસિદ્ધ વિમાનના દેવને નૈરયિકપણાની બદ્ધ દ્રવ્યન્દ્રિયો કેટલી છે? ઉત્તર- હે ગૌતમ ! નથી.
પ્રશ્ન- હે ભગવન્! સર્વાર્થસિદ્ધ વિમાનના દેવને નૈરયિકપણાની પુરસ્કૃત દ્રવ્યન્દ્રિયો કેટલી થશે? ઉત્તર- હે ગૌતમ! નારકપણાની દ્રવ્યેન્દ્રિયો થશે નહીં.
આ જ રીતે સર્વાર્થસિદ્ધ વિમાનના પ્રત્યેક દેવને પ્રાપ્ત થતી અતીતાદિ દ્રવ્યેન્દ્રિયો મનુષ્યને છોડીને શેષ અસુરકુમારથી લઈને રૈવેયક દેવપણાની દ્રવ્યન્દ્રિયોની વક્તવ્યતા સમજવી જોઈએ. ५५ एगमेगस्सणं भंते! सव्वट्ठसिद्धग देवस्स मणुसत्ते केवइया दबिदिया अतीता ? गोयमा!अणंता । केवइया बद्धेल्लगा? गोयमा !णत्थि। केवइया पुरेक्खडा? गोयमा!अट्ठ। ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! સર્વાર્થસિદ્ધ વિમાનના પ્રત્યેક દેવને મનુષ્યપણે અતીતમાં કેટલી દ્રવ્યન્દ્રિયો થઈ છે? ઉત્તર- હે ગૌતમ! સર્વાર્થસિદ્ધ વિમાનના પ્રત્યેક દેવને મનુષ્યપણે અતીત દ્રવ્યન્દ્રિયો અનંત થઈ છે. પ્રશ્ન- હે ભગવન્! સર્વાર્થસિદ્ધ વિમાનના પ્રત્યેક દેવને મનુષ્યપણાની બદ્ધ દ્રવ્યેન્દ્રિયો કેટલી છે? ઉત્તર-હે ગૌતમ!નથી. પ્રશ્ન-હે ભગવન્! સર્વાર્થસિદ્ધવિમાનના પ્રત્યેકદેવને મનુષ્યપણાની પુરસ્કૃત દ્રવ્યેન્દ્રિયો કેટલી થશે? ઉત્તર-હે ગૌતમ ! આઠ દ્રવ્યેન્દ્રિયો થશે. ५६ एगमेगस्स णं भंते ! सव्वट्ठसिद्धगदेवस्स विजयवेजयंतजयंतअपराजियदेवत्ते केवइया दव्विदिया अतीता? गोयमा !कस्सइ अत्थि कस्सइ णत्थि, जस्स अत्थि अट्ठ । केवइया बद्धेल्लगा? गोयमा ! णत्थि । केवइया पुरेक्खडा? गोयमा ! णत्थि । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવનું ! સર્વાર્થસિદ્ધ વિમાનના પ્રત્યેક દેવને વિજય, વૈજયંત, જયંત અને અપરાજિત દેવપણાની અતીત દ્રવ્યન્દ્રિયો કેટલી થઈ છે? ઉત્તર- હે ગૌતમ! કેટલાકને થઈ છે અને કેટલાકને થઈ નથી. જેને થઈ છે, તેને આઠ થઈ છે. પ્રશ્ન- હે ભગવન્! સર્વાર્થસિદ્ધ વિમાનના પ્રત્યેક દેવને ચાર અનુત્તર વિમાનના દેવપણાની બદ્ધ દ્રવ્યન્દ્રિયો કેટલી છે? ઉત્તર- હે ગૌતમ! નથી. પ્રશ્ન- હે ભગવન્! સર્વાર્થસિદ્ધ વિમાનના પ્રત્યેક દેવને ચાર અનુત્તર વિમાનના દેવપણાની પુરસ્કૃત દ્રવ્યન્દ્રિયો કેટલી થશે? ઉત્તર- હે ગૌતમ! થશે નહીં. ५७ एगमेगस्स णं भंते ! सव्वट्ठसिद्धगदेवस्स सव्वट्ठसिद्धगदेवत्ते केवइया दविदिया अतीता? गोयमा !णत्थि । केवइया बद्धेल्लगा? गोयमा ! अट्ठ । केवइया पुरेक्खडा?
ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! સર્વાર્થસિદ્ધ વિમાનના પ્રત્યેક દેવને, સર્વાર્થસિદ્ધ દેવપણાની અતીત દ્રવ્યેન્દ્રિયો કેટલી પ્રાપ્ત થઈ છે? ઉત્તર- હે ગૌતમ! થઈ નથી. પ્રશ્ન- હે ભગવન્! તેની બદ્ધ દ્રવ્યન્દ્રિયો કેટલી છે? ઉત્તર- હે ગૌતમ! આઠ છે.
પ્રશ્ન- હે ભગવન્! તેની પુરસ્કૃત દ્રવ્યેન્દ્રિયો કેટલી છે? ઉત્તર-હે ગૌતમ! નથી.