________________
‘પંદર પદઃ ઇન્દ્રિય ઉદેશક-૨
[ ૨૯૧ ]
केवइया पुरेक्खडा? गोयमा ! कस्सइ अत्थिकस्सइ णत्थि, जस्स अत्थि अट्ठ वा सोलस वा । सव्वट्ठसिद्धगदेवत्ते जहा णेरइयस्स । एवं जाव गेवेज्जगदेवस्स सव्वट्ठ सिद्धगदेवत्ते ताव णेयव्वं । ભાવાર્થ :- પ્રશ્ન- સૌધર્મકલ્પ દેવની અતીતાદિ દ્રવ્યેન્દ્રિયોની વક્તવ્યતા પણ નૈરયિકની વક્તવ્યતા સમાન કહેવી જોઈએ. વિશેષતા એ છે કે સૌધર્મદેવને વિજય, વૈજયંત, જયંત અને અપરાજિત દેવપણે અતીત દ્રવ્યન્દ્રિયો કેટલી થઈ છે? ઉત્તર- હે ગૌતમ! કેટલાકને હોય છે અને કેટલાકને હોતી નથી, જેને હોય છે તેને આઠ હોય છે. પ્રશ્ન- હે ભગવન્! સૌધર્મ કલ્પના દેવોને ચાર અનુત્તર વિમાનના દેવપણાની બદ્ધ દ્રવ્યન્દ્રિયો કેટલી હોય છે? ઉત્તર- હે ગૌતમ! બદ્ધ દ્રવ્યન્દ્રિયો નથી.
પ્રશ્ન- હે ભગવન્! સૌધર્મ કલ્પના દેવને ચાર અનુત્તર વિમાનના દેવપણાની પુરસ્કૃત દ્રવ્યેન્દ્રિયો કેટલી થશે? ઉત્તર- હે ગૌતમ! કેટલાકને થશે, કેટલાકને થશે નહીં, જેને થશે તેને આઠ કે સોળ જ થશે. સૌધર્મ દેવની સર્વાર્થસિદ્ધ દેવપણામાં અતીત, બદ્ધ કે પુરસ્કૃત દ્રવ્યેન્દ્રિયોની વક્તવ્યતા જેમ નૈરયિકને સર્વાર્થસિદ્ધ દેવપણાની વક્તવ્યતા કહી છે, તે પ્રમાણે જાણવી.
આ જ રીતે ઈશાન દેવલોકથી લઈને રૈવેયકદેવ સુધીની વાવ, સર્વાર્થસિદ્ધ દેવપણે અતીત, બદ્ધ, પુરસ્કૃત દ્રવ્યન્દ્રિયોની વક્તવ્યતા જાણવી જોઈએ. ५० एणमेगस्सणं भंते । विजयवेजयंतजयंत-अपराजियदेवस्स णेरडयत्ते केवडया दव्विदिया अतीता? गोयमा ! अणंता । केवइया बद्धेल्लगा? गोयमा ! णत्थि ।
केवइया पुरेक्खडा? गोयमा ! णत्थि । एवं जावपंचेदियतिरिक्खजोणियत्ते ।
मणूसत्ते अतीता अणंता, बद्धेल्लगा णत्थि, पुरेक्खडा अट्ठ वा सोलस वा चउवीसा वा संखेज्जा वा । वाणमंत-जोइसियत्ते जहा णेरइयत्ते । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન! પ્રત્યેક વિજય, વૈજયંત, જયંત અને અપરાજિત દેવને નૈરયિકપણાની અતીત દ્રવ્યન્દ્રિયો કેટલી થઈ છે? ઉત્તરહે ગૌતમ! અનંત દ્રવ્યેન્દ્રિયો થઈ છે. પ્રશ્ન-હે ભગવન્! ચાર અનુત્તર વિમાનના પ્રત્યેક દેવને નૈરયિકપણાની બદ્ધ દ્રવ્યેન્દ્રિયો કેટલી છે? ઉત્તર- હે ગૌતમ! બદ્ધ દ્રવ્યેન્દ્રિયો નથી.
પ્રશ્ન- હે ભગવન્! ચાર અનુત્તર વિમાનના પ્રત્યેક દેવને નૈરયિકપણાની પુરસ્કૃત દ્રવ્યેન્દ્રિયો કેટલી થશે? ઉત્તર- હે ગૌતમ! તે દેવને પુરસ્કૃત દ્રવ્યેન્દ્રિયો થશે નહીં.
આ જ રીતે વિજયાદિ ચાર અનુત્તર વિમાનના પ્રત્યેક દેવની અસુરકુમારથી લઈને વાવત તિર્યંચ પંચેન્દ્રિયરૂપે અતીત, બદ્ધ, પુરસ્કૃત દ્રવ્યન્દ્રિયોની વક્તવ્યતા પણ જાણવી જોઈએ.
ચાર અનુત્તરવિમાનના પ્રત્યેકદેવને મનુષ્યપણાની અતીત દ્રવ્યન્દ્રિયો અનંત થઈછે, બદ્ધ દ્રવ્યેન્દ્રિયો નથી, પુરસ્કૃત દ્રન્દ્રિયો આઠ, સોળ કે ચોવીસ અથવા સંખ્યાત પ્રાપ્ત થશે.
આ જ રીતે ચાર અનુત્તર વિમાનના પ્રત્યેક દેવને વાણવ્યંતર અને જ્યોતિષ્ક દેવપણાની અતીત, બદ્ધ અને પુરસ્કૃત દ્રવ્યેન્દ્રિય સંબંધી વકતવ્યતા નૈરયિકની અતીતાદિ વકતવ્યતા અનુસાર જાણવી જોઈએ.