________________
[ ૨૯૦ ]
શ્રી પન્નવણા સૂત્ર: ભાગ-૨
ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! પ્રત્યેક મનુષ્યને મનુષ્યપણાની અતીત દ્રવ્યેન્દ્રિયો કેટલી થઈ છે? ઉત્તર- હે ગૌતમ! અનંત દ્રવ્યન્દ્રિયો થઈ છે. પ્રશ્ન- હે ભગવન્! પ્રત્યેક મનુષ્યને મનુષ્યપણાની બદ્ધ દ્રવ્યેન્દ્રિયો કેટલી છે? ઉત્તર- હે ગૌતમ! આઠ દ્રવ્યન્દ્રિયો છે.
પ્રશ્ન- હે ભગવન્! પ્રત્યેક મનુષ્યને મનુષ્યપણાની પુરસ્કૃત દ્રવ્યન્દ્રિયો કેટલી થશે? ઉત્તર- હે ગૌતમ! કેટલાકને થશે, કેટલાકને થશે નહીં. જેને થશે, તેને આઠ, સોળ, ચોવીસ, સંખ્યાત, અસંખ્યાત કે અનંત થશે. આ રીતે પ્રત્યેક મનુષ્યને વાણવ્યંતર, જયોતિષ્ક અને સૌધર્મ દેવલોકથી લઈને વાવત રૈવેયક દેવપણાની અતીત આદિ દ્રવ્યેન્દ્રિયોનું કથન કરવું જોઈએ. ४७ एगमेगस्सणं भंते!मणूसस्स विजयवेजयंतजयंत अपराजियदेवत्ते केवइया दव्बिदिया अतीता ? गोयमा ! कस्सइ अत्थि कस्सइ णत्थि, जस्स अत्थि अट्ठ वा सोलस वा । केवइया बद्धेल्लगा? गोयमा ! णत्थि । केवइया पुरेक्खडा? गोयमा ! कस्सइ अस्थि कस्सइ णत्थि, जस्स अत्थि अट्ठ वा सोलस वा । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! પ્રત્યેક મનુષ્યને વિજય, વૈજયંત, જયંત અને અપરાજિત દેવપણાની અતીત દ્રવ્યન્દ્રિયો કેટલી થઈ છે? ઉત્તર- હે ગૌતમ! કેટલાકને થઈ છે, કેટલાકને થઈ નથી, જેને થઈ છે તેને આઠ કે સોળ દ્રવ્યેન્દ્રિયો થઈ છે. પ્રશ્ન- હે ભગવન્! પ્રત્યેક મનુષ્યની ચાર અનુત્તર વિમાનના દેવપણાની બદ્ધ દ્રવ્યન્દ્રિયો કેટલી હોય છે? ઉત્તર- હે ગૌતમ! નથી.
પ્રશ્ન- હે ભગવન્! પ્રત્યેક મનુષ્યની ચાર અનુત્તર વિમાનના દેવપણાની પુરસ્કૃત દ્રવ્યન્દ્રિયો કેટલી થશે? ઉત્તર-હે ગૌતમ!કેટલાકને થશે અને કેટલાકને થશે નહીં. જેને થશે, તેને આઠ કે સોળ જ થશે. ४८ एगमेगस्सणंभंते !मणूसस्ससव्वदसिद्धगदेवत्तेकेवइया दबिंदिया अतीता?गोयमा! कस्सइ अत्थिकस्सइ णत्थि, जस्स अत्थि अट्ठ । केवइया बद्धेल्लगा? गोयमा ! णत्थि । ___केवइया पुरेक्खडा? गोयमा कस्सइ अत्थि कस्सइ णत्थि, जस्स अत्थि अट्ठ । वाणमंतर-जोइसिए जहा णेरइए। ભાવાર્થ -પ્રશ્ન- હે ભગવન્! પ્રત્યેક મનુષ્યને સર્વાર્થસિદ્ધ દેવપણાની અતીત દ્રવ્યેન્દ્રિયો કેટલી થઈ છે? ઉત્તર- હે ગૌતમ! કેટલાકને થઈ છે, કેટલાકને થઈ નથી. જેને થઈ છે તેને આઠ થઈ છે. પ્રશ્ન- હે ભગવન્!પ્રત્યેક મનુષ્યને સર્વાર્થસિદ્ધ વિમાનના દેવપણાની બદ્ધ દ્રવ્યન્દ્રિયો કેટલી છે? ઉત્તર-હે ગૌતમ! હોતી નથી. પ્રશ્ન- હે ભગવન્! પ્રત્યેક મનુષ્યને સર્વાર્થસિદ્ધ વિમાનના દેવપણાની પુરસ્કૃત દ્રવ્યેન્દ્રિયો કેટલી થશે? ઉત્તરહે ગૌતમ! કેટલાકને થશે, કેટલાકને થશે નહીં. જેને થશે તેને આઠ દ્રવ્યેન્દ્રિયો થશે.
વાણવ્યંતર અને જયોતિષ્ઠદેવની અતીત, બદ્ધ અને પુરસ્કૃત દ્રવ્યેદ્રિયોની વક્તવ્યતા પણ નૈરયિકની વક્તવ્યતા સમાન કહેવી જોઈએ. ४९ सोहम्मगदेवे वि जहा णेरइए, णवरं- सोहम्मगदेवस्स विजय-वेजयंत जयंत अपराजियत्ते केवइया दव्विदिया अतीता? गोयमा !कस्सइ अत्थिकस्सइ णत्थि, जस्सत्थि अट्ठ । केवइया बद्धेल्लगा? गोयमा ! पत्थि ।