________________
[ ૨૮૮ ]
શ્રી પન્નવણા સૂત્ર: ભાગ-૨
પ્રત્યેક નૈરયિકને પંચેન્દ્રિય તિર્યચપણે અતીત, બદ્ધ અને પુરસ્કૃત દ્રવ્યેન્દ્રિયોના વિષયમાં અસુરકુમારપણે પ્રાપ્ત થતી દ્રવ્યેન્દ્રિયોના વિષયમાં કહ્યું છે, તે પ્રમાણે કહેવું જોઈએ. ४० मणुसत्ते वि एवं चेव, णवरं- केवइया पुरेक्खडा? गोयमा ! अट्ठ वा सोलस वा चठवीसा वा संखेज्जा वा असंखेज्जा वा अणंता वा । सव्वेसि मणुसवज्जाणं पुरेक्खडा मणुसत्ते कस्सइ अत्थि कस्सइ णत्थि त्ति एवं ण वुच्चइ ।। ભાવાર્થ:- પ્રત્યેક નૈરયિકને મનુષ્યપણાની અતીતાદિ દ્રવ્યેન્દ્રિયોના વિષયમાં પણ આ જ રીતે કહેવું જોઈએ. વિશેષતાએ છે કે પ્રશ્ન- હે ભગવન્! પ્રત્યેક નૈરયિકને મનુષ્યપણાની પુરસ્કૃત દ્રવ્યેન્દ્રિયો કેટલી થશે? ઉત્તર- હે ગૌતમ! આઠ, સોળ, ચોવીશ, સંખ્યાત, અસંખ્યાત અથવા અનંત દ્રવ્યન્દ્રિયો થશે.
મનુષ્યોને છોડીને શેષ ૨૩ દંડકોના જીવોને મનુષ્યપણાની પુરસ્કૃત દ્રવ્યન્દ્રિયો “કેટલાકને થશે અને કેટલાકને થશે નહીં,” એ પ્રમાણે કહેવું નહીં અર્થાત્ ૨૩ દંડકના જીવોને ભવિષ્યકાલમાં મનુષ્યપણાની દ્રવ્યેરિયો થાય જ છે. ४१ वाणमंतस्जोइसियसोहम्मग जावगेवेज्जगदेवत्ते अतीता अणंता । बद्धेल्लगा णत्थिा परेक्खडा कस्सइ अत्थि, कस्सइ णत्थि: जस्स अत्थि अटू वा सोलस वा चउवीसा वा संखेज्जा वा असंखेज्जा वा अणंता वा । ભાવાર્થ - પ્રત્યેકનૈરયિકને વાણવ્યંતર, જયોતિષ્ક અને સૌધર્મદેવલોકથી લઈને રૈવેયક સુધીના દેવરૂપે અતીત દ્રવ્યન્દ્રિયો અનંત છે. બદ્ધ નથી અને પુરસ્કૃત ઇન્દ્રિયો કેટલાકને થશે, કેટલાકને થશે નહીં, જેને થશે તેને આઠ, સોળ, ચોવીસ, સંખ્યાત, અસંખ્યાત કે અનંત દ્રવ્યન્દ્રિયો થશે. ४२ एगमेगस्स णं भंते ! णेरइयस्स विजय वेजयंतजयंत अपराजियदेवत्ते केवइया दविदिया अतीता? गोयमा ! णत्थि । केवइया बद्धेल्लगा? गोयमा !णत्थि । केवइया पुरेक्खडा? गोयमा ! कस्सइ अत्थि कस्सइ णत्थि, जस्स अत्थि अट्ठ वा सोलस वा । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! પ્રત્યેક નૈરયિકને વિજય, વૈજયંત, જયંત અને અપરાજિત વિમાનના દેવપણાની કેટલી અતીત દ્રવ્યન્દ્રિયો થઈ છે? ઉત્તર- હે ગૌતમ! અતીત દ્રવ્યન્દ્રિયો હોતી નથી. પ્રશન-હે ભગવન! પ્રત્યેક નૈરયિકને ચાર અનુત્તર વિમાનના દેવપણાની બદ્ધ દ્રલેંદ્રિયો કેટલી હોય છે? ઉત્તર- હે ગૌતમ! બદ્ધ દ્રવ્યેન્દ્રિયો હોતી નથી.
પ્રશ્ન- હે ભગવન્! પ્રત્યેક નૈરયિકને ચાર અનુત્તર વિમાનના દેવપણાની આગામી દ્રવ્યેન્દ્રિયો કેટલી થશે? ઉત્તર– હે ગૌતમ! કેટલાકને થશે, કેટલાકને થશે નહીં, જેને પ્રાપ્ત થશે તેને આઠ કે સોળ દ્રવ્યેન્દ્રિયો થશે. ४३ सव्वट्ठसिद्धगदेवत्ते अतीता णत्थि; बद्धेल्लगा णत्थि; पुरेक्खडा कस्सइ अत्थि कस्सइ णत्थि, जस्स अत्थि अट्ठ । ભાવાર્થ:- પ્રત્યેક નૈરયિકને સર્વાર્થસિદ્ધ દેવપણાની અતીત દ્રવ્યેન્દ્રિયો નથી, બદ્ધ પણ નથી, પુરસ્કૃત દ્રવ્યન્દ્રિયો કેટલાકને થશે અને કેટલાકને થશે નહીં, જેને થશે તેને આઠ દ્રવ્યન્દ્રિયો થશે.