________________
'પંદર પદ: ઇન્દ્રિય ઉદ્દેશક-૨
૨૮૭ ]
પ્રશ્ન- હે ભગવન્! પ્રત્યેકનૈરયિકને અસુરકુમારપણાની પુરસ્કૃત દ્રવ્યન્દ્રિયો કેટલી થશે? ઉત્તરહે ગૌતમ! કેટલાક નારકીઓને થશે અને કેટલાકને થશે નહીં, જેને થશે તેને આઠ, સોળ, ચોવીશ, સંખ્યાત અસંખ્યાત અથવા અનંત દ્રવ્યેન્દ્રિયો થશે. આ રીતે પ્રત્યેકનૈરયિકને નાગકુમારથી લઈને સ્વનિતકુમારપણાની અતીત, બદ્ધ અને પુરસ્કૃત દ્રવ્યન્દ્રિયોના વિષયમાં કહેવું જોઈએ. ३८ एगमेगस्स णं भंते ! णेरइयस्स पुढविकाइयत्ते केवइया दविदिया अतीता ? गोयमा! अणंता । केवइया बद्धेल्लगा ? गोयमा ! णत्थि । ___केवइया पुरेक्खडा? गोयमा ! कस्सइ अस्थि कस्सइ णत्थि, जस्स अत्थि एक्को वा दो वा तिण्णि वा संखेज्जा वा असंखेज्जा वा अणंता वा । एवं जाववणस्सइकाइयत्ते। ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન! પ્રત્યેક નૈરયિકને પૃથ્વીકાયપણાની અતીત દ્રવ્યેન્દ્રિયો કેટલી થઈ? ઉત્તર- હે ગૌતમ! અનંત દ્રવ્યન્દ્રિયો થઈ છે. પ્રશ્ન- હે ભગવન્! પ્રત્યેક નૈરયિકને પૃથ્વીકાયપણાની બદ્ધ દ્રવ્યેન્દ્રિયો કેટલી છે? ઉત્તર- હે ગૌતમ! તેઓની બદ્ધ દ્રવ્યન્દ્રિયો નથી.
પ્રશ્ન- હે ભગવન્! પ્રત્યેક નૈરયિકને પૃથ્વીકાયપણાની પુરસ્કૃત દ્રવ્યન્દ્રિયો કેટલી પ્રાપ્ત થશે? ઉત્તર- હે ગૌતમ! કેટલાક નૈરયિકને થશે, કેટલાકને થશે નહીં, જેને થશે તેને એક, બે, ત્રણ, સંખ્યાત, અસંખ્યાત કે અનંત દ્રવ્યન્દ્રિયો થશે. આ રીતે પ્રત્યેક નારકીઓની અપ્લાયથી વનસ્પતિકાયિકપણાની અતીત, બદ્ધ અને પુરસ્કૃત દ્રવ્યેન્દ્રિયોના વિષયમાં કહેવું જોઈએ. ३९ एगमेगस्सणं भंते ! णेरइयस्स बेइंदियत्ते केवइया दव्विदिया अतीता? गोयमा ! अणंता । केवइया बद्धेल्लगा? गोयमा ! णत्थि ।
केवइया ! पुरेक्खडा? गोयमा !कस्सइ अत्थिकस्सइ णत्थि, जस्स अत्थिदो वा चत्तारि वा छ वा संखेज्जा वा असंखेज्जा वा अणंता वा । एवं तेइंदियत्ते वि, णवरंपुरेक्खडा चत्तारि वा अट्ठ वा बारस वा संखेज्जा वा असंखेज्जा वा अणंता वा । एवं चरिंदियत्ते वि, णवरं पुरेक्खडा छ वा बारस वा अट्ठारस वा संखेज्जा वा असंखेज्जा वा अणंता वा । पंचेदियतिरिक्खजोणियत्ते जहा असुरकुमारत्ते। ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવનું ! પ્રત્યેક નૈરયિકને બેઇન્દ્રિયપણાની અતીત દ્રવ્યેન્દ્રિયો કેટલી થઈ? ઉત્તર- હે ગૌતમ! અનંત દ્રવ્યન્દ્રિયો થઈ છે. પ્રશ્ન- હે ભગવન્! પ્રત્યેક નૈરયિકને બેઇન્દ્રિયપણાની બદ્ધ દ્રવ્યન્દ્રિયો કેટલી છે? ઉત્તર- હે ગૌતમ! બદ્ધ દ્રવ્યન્દ્રિયો નથી.
પ્રશ્ન- હે ભગવન્! પ્રત્યેક નૈરયિકને બેઇન્દ્રિયપણાની પુરસ્કૃત દ્રવ્યન્દ્રિયો કેટલી થશે? ઉત્તરહે ગૌતમ! કેટલાક નૈરયિકને થશે અને કેટલાકને થશે નહીં. જેને થશે તેને બે, ચાર, છ, સંખ્યાત, અસંખ્યાત કે અનંત દ્રન્દ્રિયો થશે. આ જ રીતે પ્રત્યેક નૈરયિકને તેઇન્દ્રિયપણાની અતીત અને બદ્ધ દ્રવ્યેન્દ્રિયના વિષયમાં જાણવું જોઈએ. વિશેષતા એ છે કે તેની પુરસ્કૃત દ્રવ્યેન્દ્રિયો ચાર, આઠ, બાર,સંખ્યાત, અસંખ્યાત કે અનંત હોય છે.
આ જ રીતે પ્રત્યેક નૈરયિકને ચૌરેન્દ્રિયપણાની અતીત અને બદ્ધ દ્રવ્યેદ્રિયોના વિષયમાં જાણવું જોઈએ. વિશેષતા એ છે કે તેને પુરસ્કૃત દ્રવ્યેન્દ્રિયો છે, બાર, અઢાર, સંખ્યાત, અસંખ્યાત કે અનંત પ્રાપ્ત થશે.