________________
| પંદરમું પદ : ઇન્દ્રિયઃ ઉદ્દેશક-૨
[ ૨૮૫ ]
३५ सव्वट्ठसिद्धगदेवाणं केवइया ददिवदिया अतीता ? गोयमा ! अतीता अणंता, बद्धेल्लगा संखेज्जा, पुरेक्खडा संखेज्जा । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! સર્વાર્થસિદ્ધ વિમાનના દેવોની અતીત, બદ્ધ, પુરસ્કૃત દ્રવ્યન્દ્રિયો કેટલી હોય છે? ઉત્તર-હે ગૌતમ!તેઓની અતીત દ્રવ્યન્દ્રિયો અનંત છે, બદ્ધ દ્રવ્યન્દ્રિયો સંખ્યાત છે અને પુરસ્કૃત દ્રવ્યેન્દ્રિયો સંખ્યાત છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં ૨૪ દંડકના અનેક જીવોમાં સૈકાલિક દ્રવ્યન્દ્રિયોનું નિરૂપણ છે. અતીતકાલીન દ્રવ્યેન્દ્રિયો :- ૨૪ દંડકના અનેક જીવોનું સંસાર પરિભ્રમણ અનંતકાલીન છે, તેથી અનેક જીવોની અપેક્ષાએ ચોવીસે દંડકના જીવોમાં અતીતકાલીન અનંત દ્રવ્યેન્દ્રિયો થાય છે. બહુ દ્રવ્યેન્દ્રિયો - ૨૪ દંડકના અનેક જીવોની શરીરની સંખ્યા પ્રમાણે બદ્ધદ્રવ્યન્દ્રિયો થાય છે. સર્વાર્થસિદ્ધ વિમાનમાં દેવો સંખ્યાત છે તેથી તેમાં અનેક જીવોની અપેક્ષાએ પણ સંખ્યાતા બદ્ધ દ્રવ્યન્દ્રિયો હોય છે. વનસ્પતિકાયમાં જીવો અનંત છે પણ તેઓના શરીર અસંખ્યાતા જ હોવાથી શરીરાશ્રિત બદ્ધ-દ્રવ્યેન્દ્રિયો અસંખ્યાત જ હોય છે. મનુષ્યોમાં ગર્ભજ મનુષ્યો સંખ્યાતા જ હોય છે પરંતુ સંમૂર્છાિમ મનુષ્યો અસંખ્યાતા હોય છે, તેથી સમુચ્ચય મનુષ્યોની બદ્ધ દ્રવ્યેન્દ્રિયો અસંખ્યાત છે. સંમૂર્છાિમ મનુષ્યોના ચોવીસ મુહૂર્તના વિરહકાલમાં તે જીવો એક પણ ન હોય, ફક્ત ગર્ભજ મનુષ્યો જ હોય છે ત્યારે ગર્ભજ મનુષ્યોની અપેક્ષાએ બદ્ધ દ્રવ્યેન્દ્રિયો સંખ્યાત જ હોય છે. તેથી સૂત્રમાં મનુષ્યો માટે સંખ્યાત અથવા અસંખ્યાત બદ્ધ દ્રવ્યેન્દ્રિયનું કથન છે. શેષ પ્રત્યેક દંડકના જીવોમાં અસંખ્યાત જીવો હોવાથી બદ્ધ દ્રવ્યેન્દ્રિયો અસંખ્યાત જ હોય છે. પરસ્કત દ્રવ્યેન્દ્રિયો -પાંચ અનુત્તરવિમાનના દેવોને છોડીને શેષ દંડકના જીવોને ભવિષ્યમાં અનંતકાલીન ભવભ્રમણની સંભાવના છે. તેથી અનેક જીવોની અપેક્ષાએ તે દરેક દંડકના જીવોમાં અનંત ભવિષ્યકાલીન દ્રવ્યેન્દ્રિયો હોય છે. ચાર અનાર વિમાનના દેવોને ભવિષ્યમાં સંખ્યાતકાલનું સંસાર પરિભ્રમણ શેષ હોય છે. પરંતુ તે દેવોની સંખ્યા અસંખ્યાત હોવાથી અનેક દેવોની અપેક્ષાએ તેની ભવિષ્યકાલીન અસંખ્યાત દ્રવ્યેન્દ્રિયો થાય છે. સર્વાર્થસિદ્ધવિમાનના સમસ્ત દેવો એકાવતારી છે અને તે દેવોની સંખ્યા પણ સંખ્યાત જ છે તેથી અનેક દેવોની અપેક્ષાએ તેની સંખ્યાત પુરસ્કૃત દ્રવ્યેન્દ્રિયો થાય છે. ૨૪ દંડકનાં અનેક જીવોની સૈકાલિક ઈન્દ્રિયો - જીવ પ્રકાર ભૂતકાલીન વર્તમાનકાલીન–બદ્ધ દ્રવ્યેન્દ્રિયો | ભવિષ્યકાલીન દ્રવ્યજિયી
દિવ્યેકિયો નારકી, દશ ભવનપતિ અનંત જીવો અસંખ્યાત હોવાથી અનંતકાલીન ભવભ્રમણની સંભાવના વ્યંતર, જ્યોતિષી,
હોવાથી ૧ થી ૧૨ દેવલોક,
અસંખ્યાત
અનંત નવ રૈવેયકના દેવો
ચાર અનુત્તર | | અનંત | દેવો અસંખ્યાત હોવાથી સંખ્યાતકાલીન ભવભ્રમણ હોવા છતાં વિમાનના દેવો
અસંખ્યાત
દેવો અસંખ્યાત હોવાથી
અસંખ્યાત