________________
૨૮૨
શ્રી પન્નવણા સૂત્ર: ભાગ-૨
ભવિષ્યકાલીન દ્રવ્યન્દ્રિયો - જે જીવ ભવિષ્યમાં જેટલા ભવ ધારણ કરવાનો હોય, તે પ્રમાણે તેને ભવિષ્યકાલીન દ્રવ્યન્દ્રિયો પ્રાપ્ત થાય છે. નરયિકની ભવિષ્યની દ્રવ્યેકિયો - નારકી જીવ ભવિષ્યમાં આઠ, સોળ, સત્તર, સંખ્યાત, અસંખ્યાત કે અનંત દ્રવ્યેન્દ્રિયો પ્રાપ્ત કરશે. (૧) આઠ દ્રવ્યજિયોઃ- કોઈ નારકી મૃત્યુ પામી મનુષ્ય જન્મ પ્રાપ્ત કરીને સિદ્ધ થાય, તો તેને મનુષ્ય ભવની આઠ દ્રવ્યન્દ્રિયો પ્રાપ્ત થશે. (૨) સોળ દ્રવ્યન્દ્રિયો - કોઈનારકી મૃત્યુ પામી તિર્યંચ પંચેન્દ્રિયનો અથવા મનુષ્યનો ભવ કરીને ત્યારપછી બીજો મનુષ્ય ભવ પ્રાપ્ત કરીને સિદ્ધ થાય, તો તેને તિર્યંચ પચેન્દ્રિય અથવા મનુષ્યના ભવની આઠ+ બીજા મનુષ્ય ભવની આઠ = સોળ દ્રવ્યેન્દ્રિયો પ્રાપ્ત થશે. (૩) સત્તર, સંખ્યાત, અસખ્યાત, અનંત દ્રવ્યન્દ્રિયો - કોઈ નારકી મૃત્યુ પામી તિર્યંચ પંચેન્દ્રિય અને એકેન્દ્રિયનો ભવ કરીને ત્યારપછી મનુષ્યભવ પ્રાપ્ત કરીને સિદ્ધ થાય, તો તેને તિર્યંચ પંચેન્દ્રિયનાભવની આઠ + એકેન્દ્રિયની એક + મનુષ્યની આઠ = સત્તર દ્રવ્યેન્દ્રિયો પ્રાપ્ત થશે. આ રીતે તે નારકી સંખ્યાત, અસંખ્યાત કે અનંત ભવ કરે, તો તે ક્રમશઃ સંખ્યાત, અસંખ્યાત કે અનંત દ્રવ્યેન્દ્રિયોને પ્રાપ્ત થશે. અસુરકુમારની પુરસ્કૃત દ્રવ્યન્દ્રિયો – અસુરકુમાર દેવ મનુષ્ય ભવ પ્રાપ્ત કરી સિદ્ધ થાય તો પુરસ્કૃત દ્રવ્યન્દ્રિયો આઠ હોય છે. કોઈ અસુરકુમાર દેવ પૃથ્વીકાય, અપ્લાય અને વનસ્પતિકાયનો ભવ કરીને પછી મનુષ્યભવ પ્રાપ્ત કરી સિદ્ધ થાય, તો તેને પુરસ્કૃત દ્રવ્યેન્દ્રિય પૃથ્વીકાયના ભવની એક + મનુષ્ય ભવની આઠ = નવ હોય છે. જે અસુરકુમાર દેવ સંખ્યાત, અસંખ્યાત કે અનંત ભવભ્રમણ કરે, તો તેને પુરસ્કૃત (આગામી)દ્રવ્યેન્દ્રિયો ક્રમશઃ સંખ્યાત, અસંખ્યાત અને અનંત હોય છે. પૃથ્વી-પાણી-વનસ્પતિકાયની પુરસ્કત દ્રવ્યેકિયો - પૃથ્વીકાયિક આદિ જીવ મનુષ્યભવ પ્રાપ્ત કરીને સિદ્ધ થાય, તો તેને પુરસ્કૃત દ્રવ્યેન્દ્રિયો મનુષ્યના ભવ આશ્રી આઠ હોય છે. કોઈ પૃથ્વીકાયિક આદિ જીવ ફરી પૃથ્વીકાય આદિ એકેન્દ્રિયનો ભવ કરીને પછી મનુષ્ય ભવ પ્રાપ્ત કરીને સિદ્ધ થાય, તો તેને પુરસ્કૃત દ્રવ્યન્દ્રિયો નવ હોય છે. તેજસ્કાયિક, વાયુકાયિક અને વિકસેન્દ્રિયની પુરસ્કૃત દ્રવ્યેન્દ્રિય :- તેજસ્કાયિક અને વાયુકાયિકો મનુષ્ય ભવ પામતા નથી. ત્રણ વિકસેન્દ્રિય જીવો મનુષ્ય ભવ તો પામી શકે, પરંતુ તે ભવમાં તેઓ સિદ્ધ થઈ શકતા નથી. તેથી તે જીવ અનંતર ભવમાં પૃથ્વી, પાણી કે વનસ્પતિમાં ઉત્પન્ન થઈને ત્યારપછી મનુષ્યભવ પ્રાપ્ત કરીને સિદ્ધ થાય, તો તે જીવને પૃથ્વી આદિના ભવની એક + મનુષ્ય ભવની આઠ = નવ દ્રવ્યેન્દ્રિયો થાય છે. જો તે જીવ બે વાર પૃથ્વી આદિના ભવ ધારણ કરીને ત્યાર પછી મનુષ્ય ભવ પ્રાપ્ત કરીને સિદ્ધ થાય તો પૃથ્વી આદિના બે ભવની ક્રમશઃ ૧+૧ અને મનુષ્ય ભવની ૮ = ૧૦ દ્રવ્યન્દ્રિયો પ્રાપ્ત કરશે. આ રીતે તે જીવો પોતાના ભવભ્રમણ પ્રમાણે અગિયાર, સંખ્યાત, અસંખ્યાત કે અનંત દ્રવ્યન્દ્રિયો પ્રાપ્ત કરશે. તિર્યંચ પંચેન્દ્રિય, વ્યંતર, જ્યોતિષી અને બે દેવલોકના દેવોની પુરસ્કૃત દ્રવ્યેકિયો -તે જીવોને અસુરકુમારની જેમ આઠ, નવ, સંખ્યાત, અસંખ્યાત કે અનંત દ્રવ્યેન્દ્રિયો પ્રાપ્ત થશે. મનુષ્યોની પરસ્કત દ્રવ્યેન્દ્રિયો - તભવ મોક્ષગામી મનુષ્યો આ મનુષ્ય જન્મમાં જ સિદ્ધ થાય છે તેને ભવિષ્યમાં દ્રવ્યન્દ્રિયો થતી નથી. તે સિવાયના મનુષ્યોને ભવિષ્યમાં દ્રવ્યેન્દ્રિયો થાય છે. જે જીવ એક મનુષ્યભવ પ્રાપ્ત કરીને સિદ્ધ થાય, તેને આઠ દ્રવ્યેન્દ્રિયો, એક પૃથ્વીકાય આદિનો ભવ કરીને ત્યારપછી