________________
| પંદરમું પદ : ઇન્દ્રિયઃ ઉદ્દેશક-૨
[ ૨૮૧ ]
ભાવાર્થ :- પંચેન્દ્રિય તિર્યચ, મનુષ્ય, વાણવ્યંતર, જ્યોતિષ્ક અને સૌધર્મ-ઈશાન દેવોની અતીત, બદ્ધ અને ભવિષ્યકાલીન દ્રવ્યેન્દ્રિયોનું કથન અસુરકુમારની જેમ જાણવું જોઈએ. પરંતુ મનુષ્યમાં વિશેષતા એ છે કે ભવિષ્યકાલીન દ્રવ્યેન્દ્રિયો કોઈક મનુષ્યને હોય છે, કોઈકને હોતી નથી. જેને હોય છે, તેને આઠ, નવ, સંખ્યાત, અસંખ્યાત અથવા અનંત હોય છે. ३० सणंकुमास्माहिंद-बंभलंतग-सुक्क सहस्सा-आणयपाणय-आरण-अच्चुय गेवेज्जग देवस्स य जहा रइयस्स। ભાવાર્થ:- સનસ્કુમાર, માહેન્દ્ર, બ્રહ્મલોક, લાંતક, મહાશુક્ર, સહસાર, આણત, પ્રાણત આરણ, અશ્રુત અને ગ્રેવેયક દેવની અતીત, બદ્ધ અને ભવિષ્યકાલીન દ્રવ્યેન્દ્રિયોનું કથન નૈરયિકોની સમાન જાણવું જોઈએ. ३१ एवमेगस्स णं भंते ! विजय वेजयंतजयंतअपराजियदेवस्स केवइया दव्विदिया અતીતા ? નવમા ! તા જોવા વહેત્તા ? નવમા ! અદ્દા
केवइया पुरेक्खडा? गोयमा ! अट्ठ वा सोलस वा चउवीसा वा संखेज्जा वा । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! પ્રત્યેક વિજય, વૈજયન્ત, જયંત, અને અપરાજિત દેવની અતીત દ્રવ્યન્દ્રિયો કેટલી થઈછે? ઉત્તર- હે ગૌતમ! અનંત થઈ છે. પ્રશ્ન- હે ભગવન્! ચાર અનુત્તર વિમાનના દેવોને બદ્ધ દ્રવ્યન્દ્રિયો કેટલી છે? ઉત્તર- હે ગૌતમ! બદ્ધ દ્રવ્યેન્દ્રિયો આઠ છે.
પ્રશ્ન- હે ભગવન્! ચાર અનુત્તર વિમાનના પ્રત્યેક દેવને ભવિષ્યમાં કેટલી દ્રવ્યેન્દ્રિયો થશે? ઉત્તર-હે ગૌતમ! આઠ, સોળ, ચોવીસ કે સંખ્યાત દ્રવ્યન્દ્રિયો થશે? ३२ सव्वट्ठसिद्धदेवस्स अतीता अणंता, बद्धेल्लगा अट्ठ, पुरेक्खडा अट्ठ। ભાવાર્થ - પ્રત્યેક સર્વાર્થસિદ્ધદેવને અતીત દ્રવ્યેન્દ્રિયો અનંત થઈ છે, બદ્ધ દ્રવ્યેન્દ્રિયો આઠ છે અને ભવિષ્યમાં આઠ દ્રવ્યેન્દ્રિયો થશે. વિવેચન :
પ્રસ્તુત સુત્રોમાં એક જીવની અપેક્ષાએ ચોવીસ દંડકના જીવોમાં ભૂતકાલીન, વર્તમાનકાલીન અને ભવિષ્યકાલીન દ્રવ્યેન્દ્રિયનું નિરૂપણ છે. ભતકાલીન દ્રવ્યેકિયો - પ્રત્યેક સંસારી જીવે ભૂતકાળમાં અનંત જન્મ-મરણ કર્યા છે, તેથી તે સર્વ જીવોની ભૂતકાલીન દ્રવ્યન્દ્રિયો અનંત થાય છે. વર્તમાનકાલીન બદ્ધ દ્રવ્યેન્દ્રિયો - વર્તમાનમાં જીવને જે ભવનું જે જાતિનું શરીર હોય તે પ્રમાણે તેને દ્રવ્યેન્દ્રિયો હોય છે.
જેમ કે– પાંચ સ્થાવરના પાંચ દંડકના જીવોને એક માત્ર સ્પર્શેન્દ્રિય જ હોય છે. બેઇન્દ્રિયમાં સ્પર્શેન્દ્રિય અને જિહેન્દ્રિય, આ બે દ્રવ્યન્દ્રિયો હોય છે. તેઇન્દ્રિયમાં સ્પર્શેન્દ્રિય, જિહેન્દ્રિય અને બે ઘાણ, આ ચાર દ્રવ્યન્દ્રિયો હોય છે. ચૌરેન્દ્રિયમાં સ્પર્શેન્દ્રિય, જિહેન્દ્રિય, બે ઘાણ, બે ચક્ષુ, આ છ દ્રવ્યેન્દ્રિયો હોય છે અને પંચેન્દ્રિયમાં નારકી, ભવનપતિ, વ્યંતર, જ્યોતિષી અને વૈમાનિક દેવો તથા તિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્ય, આ સોળ દંડકના જીવોમાં આઠ-આઠ દ્રવ્યન્દ્રિયો હોય છે.