________________
[ ૨૮૦ ]
શ્રી પન્નવણા સૂત્ર: ભાગ-૨
પ્રશ્ન- હે ભગવન્! પ્રત્યેક નૈરયિકોને પુરસ્કૃત–ભવિષ્યમાં કેટલી દ્રવ્યેન્દ્રિયો થશે? ઉત્તર-હે ગૌતમ! આઠ, સોળ, સંખ્યાત, અસંખ્યાત, અથવા અનંત દ્રવ્યેન્દ્રિયો થશે. २८ एगमेगस्सणं भंते! असुरकुमारस्स केवइया दव्बिदिया अतीता? गोयमा ! अणंता। केवइया बद्धेल्लगा? गोयमा ! अट्ठ ।
केवइया पुरेक्खडा ? गोयमा ! अट्ठ वा णव वा संखेज्जा वा असंखेज्जा वा अणंता वा । एवं जाव थणियकुमाराणं तहेव तं चेव भाणियव्वं ।
एवं पुढविक्काइय-आउक्काइय-वणस्सइकाइयस्स वि, णवरं-केवइया बद्धेल्लगा त्ति पुच्छाए उत्तरं एक्के फासिदिए पण्णत्ते ।
एवं तेउक्काइय-वाउक्काइयस्स वि, णवरं-पुरेक्खडा णव वा दस वा । ___ एवं बेइंदियाण वि । णवरं बद्धेल्लगपुच्छाए दोण्णि । एवं तेइंदियस्स वि, णवरं बद्धेल्लगा चत्तारि ।एवं चरिंदियस्स वि, णवरं बद्धेल्लगा छ। ભાવાર્થ -પ્રશ્ન- હે ભગવન્! પ્રત્યેક અસુરકુમારને ભૂતકાળમાં કેટલી દ્રવ્યન્દ્રિયો થઈ છે? ઉત્તર- હે ગૌતમ ! પ્રત્યેક અસુરકુમાર દેવને ભૂતકાળમાં અનંત દ્રવ્યન્દ્રિયો થઈ છે. પ્રશ્ન- હે ભગવન્! પ્રત્યેક અસુરકુમાર દેવને બદ્ધ દ્રવ્યેન્દ્રિયો કેટલી છે? ઉત્તર- હે ગૌતમ! આઠ દ્રવ્યન્દ્રિયો છે.
પ્રશ્ન- હે ભગવન્! પ્રત્યેક અસુરકુમાર દેવને પુરસ્કૃત–ભવિષ્યકાલમાં કેટલી દ્રવ્યન્દ્રિયો પ્રાપ્ત થશે? ઉત્તર- હે ગૌતમ ! આઠ, નવ, સંખ્યાત, અસંખ્યાત અથવા અનંત દ્રવ્યેન્દ્રિયો પ્રાપ્ત થશે.
આ જ રીતે નાગકુમારથી લઈને સ્વનિતકુમાર સુધીના દેવોની અતીત, બદ્ધ અને ભવિષ્યકાલીન દ્રવ્યેન્દ્રિયોના વિષયમાં પણ કહેવું જોઈએ.
આ જ રીતે પથ્વીકાયિક અપ્લાયિક અને વનસ્પતિકાયિક જીવોની અતીત અને આગામી દ્રવ્યન્દ્રિયોના વિષયમાં પણ જાણવું જોઈએ,વિશેષતા એ છે કે તે પ્રત્યેક જીવોને બદ્ધ દ્રવ્યેન્દ્રિયો કેટલી છે? આ પ્રશ્નના ઉત્તરમાં એક સ્પશેન્દ્રિય છે, તેમ કથન કરવું.
આ જ રીતે તેજસ્કાયિક અને વાયુકાયિકની અતીત અને બદ્ધ દ્રવ્યન્દ્રિયોના વિષયમાં પણ કહેવું જોઈએ. વિશેષતા એ છે કે તેઓને ભવિષ્યકાલીન દ્રવ્યન્દ્રિયો નવ, દશ, સંખ્યાતા આદિ હોય છે.
આ જ રીતે પ્રત્યેક બેઇન્દ્રિયની અતીત-આગામી દ્રવ્યેન્દ્રિયોના વિષયમાં પણ જાણવું જોઈએ. વિશેષતા એ છે કે બેઇન્દ્રિયની બદ્ધ દ્રવ્યન્દ્રિયો બે કહેવી જોઈએ. આ જ રીતે તે ઇન્દ્રિયની અતીત અને આગામી દ્રવ્યન્દ્રિયોના વિષયમાં પણ જાણવું જોઈએ. વિશેષતા એ છે કે તે ઇન્દ્રિયની બદ્ધ દ્રવ્યેન્દ્રિયો ચાર છે. આ જ રીતે ચૌરેન્દ્રિયની પણ અતીત અને આગામી દ્રવ્યેન્દ્રિયોના વિષયમાં જાણવું જોઈએ. વિશેષતા એ છે કે ચૌરેન્દ્રિયની બદ્ધ દ્રવ્યન્દ્રિયો છ હોય છે. २९ पंचेदियतिरिक्खजोणिय-मणूस-वाणमंत-जोइसिय-सोहम्मीसाणग देवस्स जहा असुरकुमारस्स । णवर- मणूसस्स पुरेक्खडा कस्सइ अत्थि कस्सइ पत्थि, जस्सअस्थि अट्ठ वा णव वा संखेज्जा वा असंखेज्जा वा अणंता वा ।