SearchBrowseAboutContactDonate
Page Preview
Page 333
Loading...
Download File
Download File
Page Text
________________ પંદરમું પદ ઃ ઇન્દ્રિય ઉદ્દેશક-૨ ભાવાર્થ:- પ્રશ્ન− હે ભગવન્! પૃથ્વીકાયિકોને કેટલી દ્રવ્યેન્દ્રિયો છે? ઉત્તર– હે ગૌતમ ! પૃથ્વીકાયિકોને માત્ર એક સ્પર્શેન્દ્રિય છે. આ જ રીતે અપ્લાયિકો યાવત્ વનસ્પતિકાયિકો સુધીના સ્થાવર જીવોને એક સ્પર્શેન્દ્રિય જ હોય છે. ૨૦૯ २४ बेइंदियाणं भंते! कइ दव्विंदिया पण्णत्ता ? गोयमा ! दो दव्विंदिया पण्णत्ता, जहा - फार्सिदिए य जिब्भिदिए य । ભાવાર્થ:- પ્રશ્ન− હે ભગવન્ ! બેઇન્દ્રિયોને કેટલી દ્રવ્યેન્દ્રિયો છે ? ઉત્તર– હે ગૌતમ ! બેઇન્દ્રિયોને બે દ્રવ્યેન્દ્રિયો છે, તે આ પ્રમાણે છે– સ્પર્શેન્દ્રિય અને જિહેન્દ્રિય. २५ तेइंदियाणं भंते ! कइ दव्विंदिया पण्णत्ता ? गोयमा ! चत्तारि दव्विंदिया पण्णत्ता, तं जहा- दोघाणा जीहा फासे । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! તેઇન્દ્રિયોને કેટલી દ્રવ્યેન્દ્રિયો છે ? ઉત્તર- હે ગૌતમ ! તેઇન્દ્રિયોને ચાર દ્રવ્યેન્દ્રિયો છે, તે આ પ્રમાણે- બે ઘ્રાણ, એક જિહેન્દ્રિય અને એક સ્પર્શેન્દ્રિય. २६ चउरिंदियाणं भंते ! कइ दव्विंदिया पण्णत्ता ? गोयमा ! छ दव्विंदिया पण्णत्ता, ૐ जहा- दो णेत्ता दो घाणा जीहा फासे । सेसाणं जहा णेरइयाणं जाव वेमाणियाणं । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! ચૌરેન્દ્રિયોને કેટલી દ્રવ્યેન્દ્રિયો છે ? ઉત્તર– હે ગૌતમ ! ચૌરેન્દ્રિયોને છ દ્રવ્યેન્દ્રિયો છે, તે આ પ્રમાણે છે– બે નેત્ર, બે ઘ્રાણ, એક જિલ્લેન્દ્રિય અને એક સ્પર્શેન્દ્રિય. શેષ સર્વને યાવત્ વૈમાનિક દેવોને નૈરયિકોની જેમ આઠ દ્રવ્યેન્દ્રિયો હોય છે, તે આ પ્રમાણે છે– બે શ્રોત્ર, બે ચક્ષુ, બે ઘ્રાણ, એક જિહ્વા, એક સ્પર્શેન્દ્રિય. વિવેચનઃ પ્રસ્તુત સૂત્રોમાં દ્રવ્યેન્દ્રિયોના પ્રકાર અને ૨૪ દંડકમાં તેની પ્રરૂપણા છે. ઘ્રાણેન્દ્રિય, ચક્ષુરિન્દ્રિય, શ્રોતેન્દ્રિય આમ તો એક જ છે, પરંતુ તેની રચના અને વિષય ગ્રહણ કરવાના બાહ્ય સ્થાનો બે—બે છે, તેથી તેના બે-બે ભેદ કર્યા છે. આ રીતે બે શ્રોત્ર, બે ચક્ષુ, બે ઘ્રાણ, એક જિલ્લા અને એક સ્પર્શન, કુલ આઠ દ્રવ્યેન્દ્રિય થાય છે. ૨૪ દંડકના પ્રત્યેક જીવની ત્રૈકાલિક દ્રવ્યેન્દ્રિયોઃ २७ मेगसणं भंते ! णेरइयस्स केवइया दव्विंदिया अतीता ? गोयमा ! अनंता । જેવડ્યા નહેલ્ડ્સના ? ગોયમા ! અટ્ઠ । केवइया पुरेक्खडा ? गोयमा ! अट्ठ वा सोलस वा सतरस वा संखेज्जा वा असंखेज्जा वा अनंता वा । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! પ્રત્યેક નૈરયિકોને ભૂતકાલીન દ્રવ્યેન્દ્રિયો કેટલી છે ? ઉત્તર– હે ગૌતમ! પ્રત્યેક નૈરયિકને ભૂતકાલમાં દ્રવ્યેન્દ્રિયો અનંત થઈ છે. પ્રશ્ન- ભગવન્ ! પ્રત્યેક નૈરયિકને બદ્ઘ દ્રવ્યેન્દ્રિયો કેટલી છે? ઉત્તર- હે ગૌતમ ! આઠ બદ્ઘ દ્રવ્યેન્દ્રિયો છે.
SR No.008773
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorSudhabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages580
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_pragyapana
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy