________________
[ ૨૭૮ ]
શ્રી પન્નવણા સૂત્ર: ભાગ-૨
દેખાતી વસ્તુ મનુષ્ય છે કે પૂંઠું? તેવો સંશય થાય, ત્યાર પછી તેના પર વિશેષ વિચારણા કરતાં જણાય છે કે તેમાં હલનચલન થઈ રહ્યું છે તેથી તે મનુષ્ય હોવો જોઈએ, સૂંઠું લાગતું નથી.
આ રીતે ઈહાજ્ઞાન દ્વારા વ્યક્તિ સંશયને દૂર કરીને નિર્ણય તરફ ઝૂકી જાય છે પરંતુ ચોક્કસ નિર્ણય થતો નથી. ઈહાજ્ઞાન પણ પાંચ ઇન્દ્રિય અને મનથી થાય છે તેથી તેના છ ભેદ છે. અવાય? - ઈહા દ્વારા જાણેલા પદાર્થનો ચોક્કસ બોધ થઈ જવો. આ મનુષ્ય જ છે, સૂંઠું નથી. આ પ્રકારના નિશ્ચયાત્મક બોધને અવાય કહે છે. તેના પણ પૂર્વવત્ છ ભેદ છે. જે જીવોને જેટલી ઇન્દ્રિયો હોય તેટલા પ્રકારે ઈહા અને અવાય તેને થાય છે. ધારણા – અવાય દ્વારા નિશ્ચિત થયેલા બોધને સંખ્યાત કે અસંખ્યાતકાલ પર્યત સ્મૃતિ રૂપે ધારણ કરવું તેને ધારણા કહે છે. તેના પણ પૂર્વવત્ છ ભેદ છે.
પ્રસ્તુત પ્રસંગમાં ઇન્દ્રિય–અવાય અને ઇન્દ્રિય ઈહાના જ ભેદોનું કથન કર્યું હોવાથી નોઇન્દ્રિય અવાય અને નોઇન્દ્રિય ઈહાના ભેદની ગણના કરી નથી, તેથી બંનેના પાંચ-પાંચ ભેદોનું જ કથન કર્યું છે.
તેમજ અન્ય સૂત્રોમાં મતિજ્ઞાનની ક્રમિક અવસ્થાઓ અવગ્રહ, ઈહા, અવાય અને ધારણા તે રીતે ચાર અવસ્થાઓ છે. પરંતુ પ્રસ્તુત પ્રસંગમાં અવાય, ઈહા અને અવગ્રહ તે ક્રમથી નિરૂપણ કર્યું છે. અવગ્રહણમાં જ્ઞાન પ્રાપ્તિની સર્વ અવસ્થાઓ સમાવિષ્ટ છે, જ્યારે સુદ-અવગ્રહમાં પ્રથમ અવસ્થાનું જ ગ્રહણ થાય છે. તે ઉપરાંત ધારણા મતિજ્ઞાનનો પણ પ્રસ્તુતમાં ઉલ્લેખ નથી. તેનું કારણ અજ્ઞાત છે. (૧૧) દ્રવ્યેન્દ્રિય દ્વાર:२० कइविहा णं भंते ! इंदिया पण्णत्ता ? गोयमा ! दुविहा पण्णत्ता, तंजहा- दविदिया य भाविदिया य। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન! ઇન્દ્રિયોના કેટલા પ્રકાર છે? ઉત્તર- હે ગૌતમ! ઇન્દ્રિયોના બે પ્રકાર છે, તે આ પ્રમાણે છે– દ્રવ્યેન્દ્રિય અને ભાવેન્દ્રિય. २१ कइणं भंते ! दव्विदिया पण्णत्ता? गोयमा ! अट्ठ दव्विदिया पण्णत्ता । तं जहादो सोया दो णेत्ता दो घाणा जीहा फासे । ભાવાર્થ -પ્રશ્ન- હે ભગવન્! દ્રવ્યન્દ્રિયોના કેટલા પ્રકાર છે? ઉત્તર- હે ગૌતમ! દ્રવ્યેન્દ્રિયોના આઠ પ્રકાર છે, તે આ પ્રમાણે છે– બે શ્રોત, બે નેત્ર, બે ઘાણ (નાક), એક જિહા અને એક સ્પર્શન. २२ णेरइयाणं भंते । कइ दव्विदिया पण्णत्ता ? गोयमा ! अट्ठ, एते चेव । एवं असुरकुमाराणं जाव थणियकुमाराणं वि। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! નૈરયિકોને કેટલી દ્રવ્યેન્દ્રિયો છે? ઉત્તર-હે ગૌતમ! નૈરયિકોને આઠ દ્રવ્યેન્દ્રિયો છે. આ જ રીતે અસુરકમારોથી સ્વનિતકુમારો સુધીના દશ ભવનપતિ દેવોને આઠ દ્રન્દ્રિયો હોય છે. २३ पुढविकाइयाणं भंते ! कइ दष्विदिया पण्णत्ता ? गोयमा !एगे फासेंदिए पण्णत्ते। एवं जाववणस्सइकाइयाणं ।