________________
| પંદરમું પદઃ ઇન્દ્રિય ઉદ્દેશક-૨
૨૭૭
सेसाणं जहा णेरइयाणं जाव वेमाणियाणं । ભાવાર્થ:- આ રીતે બેઇન્દ્રિયોના અવગ્રહના વિષયમાં જાણવું જોઈએ. વિશેષતા એ છે કે બેઇન્દ્રિયોને બે પ્રકારના વ્યંજનાવગ્રહ હોય છે અને બે પ્રકારના અર્થાવગ્રહ હોય છે.
આ રીતે તેઇન્દ્રિય અને ચૌરેન્દ્રિય જીવોના વ્યંજનાવગ્રહ અને અર્થાવગ્રહના વિષયમાં પણ જાણવું જોઈએ. તેમાં વિશેષતા એ છે કે ઉત્તરોત્તર એક-એક ઇન્દ્રિયની પરિવૃદ્ધિ થવાથી એક-એક વ્યંજનાવગ્રહ અને અર્થાવગ્રહની પણ વૃદ્ધિ કરવી જોઈએ.ચૌરેન્દ્રિય જીવોના વ્યંજનાવગ્રહ ત્રણ પ્રકારના અને અર્થાવગ્રહ ચાર પ્રકારના હોય છે.
વૈમાનિકો સુધી શેષ સમસ્ત જીવોના અવગ્રહના વિષયમાં નૈરયિકોની સમાન સમજી લેવું જોઈએ. વિવેચન :
પ્રસ્તુત ચાર દ્વારમાં ઇન્દ્રિયજન્ય જ્ઞાનની અવસ્થાઓનું નિરૂપણ છે. અવગ્રહણઃ-ઇન્દ્રિયો દ્વારા વિષયોનું ગ્રહણ થાયતેને અવગ્રહણ કહે છે. અવગ્રહ, ઈહા, અવાય અને ધારણરૂપ વિષય ગ્રહણની સર્વ અવસ્થાઓનો સમાવેશ અવગ્રહણમાં થઈ જાય છે. ઇન્દ્રિયો પાંચ છે અને તેના વિષયો પણ પાંચ છે તેમજ તેના ગ્રહણ રૂપ અવગ્રહણ પણ પાંચ છે.
શ્રી નંદીસૂત્રમાં મતિજ્ઞાનની ક્રમિક અવસ્થાનું વિસ્તૃત વર્ણન છે. તે પ્રમાણે મતિજ્ઞાનના ચાર ભેદ છે– અવગ્રહ, ઈહા, અવાય અને ધારણા. અવગ્રહ - તેના બે ભેદ છે– વ્યંજનાવગ્રહ અને અર્થાવગ્રહ. વ્યંજનાવગ્રહ - ચળ્યું અને અર્થ જેના વડે અર્થ પ્રગટ કરાય તે વ્યંજન. ઉપકરણરૂપ દ્રવ્યેન્દ્રિય અને શબ્દાદિ દ્રવ્યોનો પરસ્પર સંબંધ થાય, ત્યાર પછી જ શ્રોતેન્દ્રિય આદિ ઇન્દ્રિયો શબ્દાદિ વિષયોને વ્યક્ત કરવામાં સમર્થ થાય છે, તેથી ઇન્દ્રિય અને તેના વિષયનો સંબંધ વ્યંજન કહેવાય છે. વ્યંજનાવગ્રહની વ્યાખ્યા ત્રણ પ્રકારે થાય છે – (૧) ઉપકરણેદ્રિય અને તેના વિષયનો સંબંધ, તે વ્યંજનાગ્રહણ. (૨) ઉપકરણેન્દ્રિયની સહાયતાથી વિષય ગ્રહણ થયા પછી જ વ્યક્ત થાય છે, તેથી ઉપકરણેન્દ્રિય પણ વ્યંજન કહેવાય છે અને (૩) ઉપકરણેન્દ્રિય દ્વારા વિષય ગ્રહણ થયા પછી શબ્દાદિ વિષયો જ પ્રગટ થાય છે, તેથી વ્યક્ત થવા યોગ્ય શબ્દાદિ વિષય પણ વ્યંજન કહેવાય છે.
ઉપકરણેન્દ્રિય અને વિષયોનો સંબંધ ચાર પ્રાપ્યકારી ઇન્દ્રિયોમાં જ થાય છે, ચહ્યું અને મન આ બંને અપ્રાપ્યકારી છે, તેથી તે બંનેનો વ્યંજનાવગ્રહ થતો નથી શેષ ચાર ઇન્દ્રિયોનો વ્યંજનાવગ્રહ થાય છે. અર્થાવગ્રહ - અર્થાવગ્રહોડવ: આ અનિર્વચાની કાર્યપ્રનિતિભાવઃ અર્થ-વિષયના ગ્રહણને અર્થાવગ્રહ કહે છે. જેનો નિર્દેશ થઈ શકે નહીં તેવું સામાન્યરૂપે વિષયોનું જ્ઞાન થાય, આ કાંઈક છે તેવું અત્યંત અસ્પષ્ટ જ્ઞાન થાય તેને અર્થાવગ્રહ કહે છે. તેમાં દૂરથી કાંઈ દેખાતા આ કંઈક દેખાય છે, તેવો માત્ર અસ્પષ્ટ બોધ થાય છે. અર્થાવગ્રહ પાંચ ઇન્દ્રિય અને નોઇન્દ્રિય-મનથી થાય છે, તેથી તેના છ ભેદ થાય છે. જે જીવોને જેટલી ઇન્દ્રિયો હોય તેટલા પ્રકારે અર્થાવગ્રહ થાય છે. ઈહા :- અવગ્રહ દ્વારા જાણેલા અર્થમાં વિશેષ વિચારણા થાય તેને ઈહા કહે છે. તેમાં પદાર્થના સભૂત ગુણધર્મોની વિશેષવિચારણા અને અસદ્ભૂત ગુણધર્મોનો ત્યાગ થવા રૂપ વિચારણા થાય છે. જેમ કે દૂરથી