________________
[ ૨૭૬ ]
શ્રી પન્નવણા સૂત્ર: ભાગ-૨
ભાવાર્થ-પ્રશ્ન- હે ભગવન! વ્યંજનાવગ્રહના કેટલા પ્રકાર છે? ઉત્તર-હે ગૌતમ! વ્યંજનાવગ્રહના ચાર પ્રકાર છે, તે આ પ્રમાણે છે– શ્રોતેન્દ્રિયવ્યંજનાવગ્રહ, ધ્રાણેન્દ્રિયવ્યંજનાવગ્રહ, જિહેન્દ્રિયવ્યંજનાવગ્રહ અને સ્પર્શેન્દ્રિયવ્યંજનાવગ્રહ. १४ अत्थोगहे णं भंते ! कइविहे पण्णत्ते ? गोयमा ! छव्विहे अत्थोग्गहे पण्णत्ते, तं जहा-सोइंदियअत्थोग्गहे चक्खिदियअत्थोग्गहे घाणिदियअत्थोग्गहे जिभिदियअत्थोग्गहे फासिंदियअत्थोग्गहे णोइदियअत्थोग्गहे । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! અર્થાવગ્રહના કેટલા પ્રકાર છે? ઉત્તર- હે ગૌતમ! અર્થાવગ્રહના છ પ્રકાર છે, તે આ પ્રમાણે છે– શ્રોતેન્દ્રિય અર્થાવગ્રહ, ચક્ષુરિન્દ્રિય અર્થાવગ્રહ, ધ્રાણેન્દ્રિય અર્થાવગ્રહ, જિહેન્દ્રિય અર્થાવગ્રહ, સ્પર્શેન્દ્રિય અર્થાવગ્રહ અને નોઇન્દ્રિય(મન) અર્થાવગ્રહ. १५ णेरइयाणं भंते ! कइविहे उग्गहे पण्णत्ते ? गोयमा ! दुविहे उग्गहे पण्णत्ते, तं जहा- अत्थोग्गहे य वंजणोग्गहे य । एवं असुरकुमाराणं जाव थणियकुमाराणं । ભાવાર્થ - પ્રશ્ન–હે ભગવન્!ઔરયિકોને કેટલા અવગ્રહ છે? ઉત્તર-ગૌતમ!ઔરયિકોને બે પ્રકારના અવગ્રહ છે– અર્થાવગ્રહ અને વ્યંજનાવગ્રહ.
આ જ રીતે અસુરકુમારોથી લઈ સ્તનતકુમારો સુધીના દેવોના અવગ્રહના વિષયમાં કહેવું જોઈએ. १६ पुढविकाइयाणं भंते ! कइविहे उग्गहे पण्णत्ते? गोयमा !दुविहे उग्गहे पण्णत्ते, तं जहा- अत्थोग्गहे य वंजणोग्गहे य । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! પુથ્વીકાયિકોને કેટલા અવગ્રહ હોય છે? ઉત્તર- હે ગૌતમ ! બે પ્રકારના અવગ્રહ હોય છે, તે આ પ્રમાણે છે– અર્થાવગ્રહ અને વ્યંજનાવગ્રહ. |१७ पुढविकाइयाणं भंते ! वंजणोग्गहे कइविहे पण्णत्ते? गोयमा ! एगे फासिंदियवंजणोग्गहे पण्णत्ते। ભાવાર્થ - પ્રશ્ન– પૃથ્વીકાયિકોને કેટલા પ્રકારના વ્યંજનાવગ્રહ હોય છે? ઉત્તર- હે ગૌતમ! પૃથ્વીકાયિકોને માત્ર એક સ્પર્શેન્દ્રિય વ્યંજનાવગ્રહ હોય છે. | १८ पुढविकाइयाणंभंते ! कइविहे अत्थोग्गहे पण्णत्ते? गोयमा !एगे फासिंदियअत्थोग्गहे पण्णत्ते । एवं जाववणस्सइकाइयाणं । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવનું ! પૃથ્વીકાયિકોને કેટલા અર્થાવગ્રહ હોય છે? ઉત્તર- હે ગૌતમ ! પૃથ્વીકાયિકોને માત્ર એક સ્પર્શેન્દ્રિય અર્થાવગ્રહ હોય છે. આ જ રીતે અપ્લાયિકો યાવતુ વનસ્પતિકાયિકોના વ્યંજનાવગ્રહ અને અર્થાવગ્રહના વિષયમાં જાણવું જોઈએ. १९ बेइंदियाण वि एवं चेवणवरं- बेइंदियाणं वंजणोग्गहे दुविहे पण्णत्ते, अत्थोग्गहे दुविहे पण्णत्ते । एवं तेइंदिय-चउरिदियाण वि, णवरं इंदियपरिवुड्डी कायव्वा । चउरिदियाणं वजणोग्गहे तिविहे पण्णत्ते, अत्थोग्गहे चउव्विहे पण्णत्ते ।