________________
| પંદરમું પદઃ ઈન્દ્રિયઃ ઉદ્દેશક-૨
[ ૨૭૫ ]
વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રમાં ઇન્દ્રિયોના ઉપયોગકાલના અલ્પબદુત્વનું નિરૂપણ છે, પ્રત્યેક ઇન્દ્રિયનો ઉપયોગકાલ અસંખ્યાત સમયના અંતર્મુહૂર્ત પ્રમાણ છે. અસંખ્યાત સમયના અસંખ્યાત ભેદ હોવાથી પાંચ ઇન્દ્રિયોના ઉપયોગકાલમાં ન્યૂનાધિકતા છે. અલ્પબદુત્વ ભાવાર્થથી સ્પષ્ટ છે. (૭ થી ૧૦) ઇન્દ્રિય-અવગ્રહણ, અવાય-ઈહા-અવગ્રહ દ્વાર:
९ कइविहा णं भंते ! इंदियओगाहणा पण्णत्ता ? गोयमा ! पंचविहा इंदियओगाहणा पण्णत्ता, तं जहा- सोइदियओगाहणा जाव फासेंदिय-ओगाहणा । एवं णेरइयाणं जाव वेमाणियाणं । णवरं- जस्स जइ इंदिया अस्थि । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન! ઇન્દ્રિય અવગ્રહણના કેટલા પ્રકાર છે? ઉત્તર- હે ભગવન્! ઇન્દ્રિય અવગ્રહણના પાંચ પ્રકાર છે, તે આ પ્રમાણે છે– શ્રોતેન્દ્રિયાવગ્રહણ યાવત્ સ્પર્શેન્દ્રિયાવગ્રહણ.
આ જ રીતે નૈરયિકોથી લઈને વૈમાનિક સુધીનાજીવોમાં જેને જેટલી ઇન્દ્રિય હોય તેટલા અવગ્રહણનું કથન કરવું જોઈએ. |१० कइविहे णं भंते ! इंदियअवाए पण्णत्ते? गोयमा ! पंचविहे इंदियअवाये पण्णत्ते, तं जहा-सोइंदियअवाए जाव फासेंदियअवाए । एवं णेरइयाणं जाववेमाणियाणं । णवरं जस्स जत्तिया इंदिया अत्थि । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! ઇન્દ્રિય અવાયના કેટલા પ્રકાર છે? ઉત્તર- હે ગૌતમ ! ઇન્દ્રિય અવાયના પાંચ પ્રકાર છે, તે આ પ્રમાણે છે– શ્રોતેન્દ્રિય અવાય યાવત્ સ્પર્શેન્દ્રિય અવાય.
આ રીતે નૈરયિકોથી લઈને વૈમાનિકો સુધીના જીવોમાં જેને જેટલી ઇન્દ્રિય હોય તેટલા ઈન્દ્રિયોના અવાય કહેવા જોઈએ. ११ कइविहा णं भंते ! ईहा पण्णत्ता ? गोयमा ! पंचविहा ईहा पण्णत्ता, तं जहासोइंदियईहा जाव फासेंदियईहा । एवं जाव वेमाणियाणं, णवरं जस्स जइ इंदिया । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! ઈહાના કેટલા પ્રકાર છે? ઉત્તર- હે ગૌતમ! ઈહાના પાંચ પ્રકાર છે, તે આ પ્રમાણે છે– શ્રોતેન્દ્રિય ઈહા થાવસ્પર્શેન્દ્રિય ઈહા. આ જ રીતે વૈમાનિકો સુધીના જીવોમાં જેને જેટલી ઈદ્રિયો છે, તેટલી ઈહા કહેવી જોઈએ. |१२ कइविहे णं भंते ! उग्गहे पण्णत्ते ? गोयमा ! दुविहे उग्गहे पण्णत्ते, तं जहाअत्थोग्गहे य वंजणोग्गहे य । ભાવાર્થ -પ્રશ્ન- હે ભગવન્! અવગ્રહના કેટલા પ્રકાર છે? ઉત્તર- હે ગૌતમ!અવગ્રહના બે પ્રકાર છે, તે આ પ્રમાણે છે– અર્થાવગ્રહ અને વ્યંજનાવગ્રહ. १३ वंजणोग्गहे णं भंते ! कइविहे पण्णत्ते ? गोयमा ! चउव्विहे पण्णत्ते, तं जहासोइंदियवंजणोग्गहे घाणिदियवंजणोग्गहे जिभिदियवंजणोग्गहे फासिंदियवंजणोग्गहे ।