________________
[ ૨૭૪ ]
શ્રી પન્નવણા સૂત્ર: ભાગ-૨
गोयमा !सव्वत्थोवा चक्खिदियस्स जहणिया उवओगद्धा, सोइंदियस्स जहण्णिया उवओगद्धा विसेसाहिया, घाणिदियस्स जहणिया उवओगद्धा विसेसाहिया, जिभिदियस्स जहण्णिया उवओगद्धा विसेसाहिया, फार्सेदियस्स जहणिया उवओगद्धा विसेसाहिया ।
उक्कोसियाए उवओगद्धाए सव्वत्थोवा चक्खिदियस्स उक्कोसिया उवओगद्धा, सोइंदियस्स उक्कोसिया उवओगद्धा विसेसाहिया, घाणिदियस्स उक्कोसिया उवओगद्धा विसेसाहिया जिभिदियस्स उक्कोसिया उवओगद्धा विसेसाहिया, फार्सेदियस्स उक्कोसिया उवओगद्धा विसेसाहिया। ____जहण्णुक्कोसियाए उवओगद्धाए सव्वत्थोवा चक्खिदियस्स जहणिया उवओगद्धा सोइंदियस्स जहण्णिया उवओगद्धा विसेसाहिया, घाणिदियस्स जहणिया उवओगद्धा विसेसाहिया, जिभिदियस्स जहणिया उवओगद्धा विसेसाहिया, फासेंदियस्स जहणिया उवओगद्धा विसेसाहिया, फासेंदियस्स जहण्णियाहिंतो उवओगद्धाहिंतो चक्खिदियस्स उक्कोसिया उवओगद्धा विसेसाहिया, जिभिदियस्स उक्कोसिया उवओगद्धा विसेसाहिया, फार्सेदियस्स उक्कोसिया उवओगद्धा विसेसाहिया । ભાવાર્થ-પ્રશ્ન-હે ભગવન્! શ્રોતેન્દ્રિય, ચક્ષુરિન્દ્રિય, ઘ્રાણેદ્રિય, જિલૅન્દ્રિય અને સ્પર્શેન્દ્રિયના જઘન્ય ઉપયોગ-કાલ, ઉત્કૃષ્ટ ઉપયોગ-કાલ અને જઘન્યોત્કૃષ્ટ ઉપયોગ-કાલમાં કોણ, કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે?
ઉત્તર- હે ગૌતમ ! જઘન્ય ઉપયોગ કાળની અપેક્ષાએ-(૧) સર્વથી થોડો ચક્ષુરિન્દ્રિયનો જઘન્ય ઉપયોગ કાળ સર્વથી અલ્પ છે, (૨) તેનાથી શ્રોતેન્દ્રિયનો જઘન્ય ઉપયોગ-કાલ વિશેષાધિક છે, (૩) તેનાથી ધ્રાણેન્દ્રિયનો જઘન્ય ઉપયોગ-કાલ વિશેષાધિક છે, (૪) તેનાથી જિલૅન્દ્રિયનો જઘન્ય ઉપયોગ-કાલ વિશેષાધિક છે, (૫) તેનાથી સ્પર્શેન્દ્રિયનો જઘન્ય ઉપયોગ-કાલ વિશેષાધિક છે.
ઉત્કૃષ્ટ ઉપયોગ-કાલની અપેક્ષાએ- (૧) સર્વથી થોડો ચક્ષુરિન્દ્રિયનો ઉત્કૃષ્ટ ઉપયોગ-કાલ, (ર) તેનાથી શ્રોતેન્દ્રિયનો ઉત્કૃષ્ટ ઉપયોગ-કાલ વિશેષાધિક, (૩) તેનાથી ધ્રાણેદ્રિયનો ઉત્કૃષ્ટ ઉપયોગ-કાલ વિશેષાધિક, (૪) તેનાથી જિલૅન્દ્રિયનો ઉત્કૃષ્ટ ઉપયોગ-કાલ વિશેષાધિક, (૫) તેનાથી સ્પર્શેન્દ્રિયનો ઉત્કૃષ્ટ ઉપયોગ-કાલ વિશેષાધિક.
જઘન્ય અને ઉત્કૃષ્ટ ઉપયોગકાલની અપેક્ષાએ- (૧) સર્વથી અલ્પ ચક્ષુરિન્દ્રિયનો જઘન્ય ઉપયોગ-કાલ છે, (ર) તેનાથી શ્રોતેન્દ્રિયનો જઘન્ય ઉપયોગ-કાલ વિશેષાધિક છે, (૩) તેનાથી ધ્રાણેન્દ્રિયનો જઘન્ય ઉપયોગ-કાલ વિશેષાધિક છે, (૪) તેનાથી જિહેન્દ્રિયનો જઘન્ય ઉપયોગ-કાલ વિશેષાધિક છે, (૫) તેનાથી સ્પર્શેન્દ્રિયનો જઘન્ય ઉપયોગ-કાલ વિશેષાધિક છે, (૬) સ્પર્શેન્દ્રિયના જઘન્ય ઉપયોગ-કાલથી ચક્ષુરિન્દ્રિયનો ઉત્કૃષ્ટ ઉપયોગ-કાલ વિશેષાધિક છે, (૭) તેનાથી શ્રોતેન્દ્રિયનો ઉત્કૃષ્ટ ઉપયોગ-કાલ વિશેષાધિક છે, (૮) તેનાથી ધ્રાણેદ્રિયનો ઉત્કૃષ્ટ ઉપયોગ-કાલ વિશેષાધિક છે, (૯) તેનાથી જિહેન્દ્રિયનો ઉત્કૃષ્ટ ઉપયોગ-કાલ વિશેષાધિક છે. (૧૦) તેનાથી સ્પર્શેન્દ્રિયનો ઉત્કૃષ્ટ ઉપયોગ-કાલ વિશેષાધિક છે.