________________
| પંદરમું પદ : ઇન્દ્રિયઃ ઉદ્દેશક-૨
_
[ ૨૭૩]
આ રીતે નૈરયિકોથી લઈને વૈમાનિકો સુધીના જીવોમાં ઇન્દ્રિય-ઉપયોગકાળના વિષયમાં જાણવું જોઈએ વિશેષતા એ છે કે જેને જેટલી ઇન્દ્રિયો હોય તેને તેટલી ઇન્દ્રિયોનો ઉપયોગકાલ કહેવો જોઈએ. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં લબ્ધિ અને ઉપયોગદ્ધા દ્વારમાં ઇન્દ્રિયોની લબ્ધિ અને તેના ઉપયોગ કાલનું નિરૂપણ છે.
પ્રત્યેક જીવને અંગોપાંગ નામ કર્મના ઉદયે દ્રવ્યેન્દ્રિયની પ્રાપ્તિ થાય છે. તેમજ જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી વિષયને જાણવાની શક્તિ–લબ્ધિ પ્રાપ્ત થાય છે. જે જીવોને જેટલી ઇન્દ્રિયો હોય, તેટલી ઇન્દ્રિય લબ્ધિ પ્રાપ્ત થાય છે.
વિષયને જાણવાની શક્તિનો વ્યાપાર (ઉપયોગ) અસંખ્યાત સમયના અંતર્મુહૂર્તમાં થાય છે. જેટલા કાલ પર્યત તે વ્યાપાર થતો રહે તેને ઉપયોગકાલ કહે છે. પ્રત્યેક ઇન્દ્રિયોનો ઉપયોગકાલ અસંખ્યાત સમયના અંતર્મુહૂર્ત પ્રમાણ છે. છદ્મસ્થ જીવોનો કોઈપણ ઉપયોગ અસંખ્યાત સમયનો જ હોય છે.
ઇન્દ્રિય
દ્રવ્યન્દ્રિય
ભાવેન્દ્રિય
નિવૃતિ
ઉપકરણ
લબ્ધિ
ઉપયોગ
બાહ્ય
આમ્યતર બાહ્ય
આત્યંતર
ઈદ્રિયના ઉપરોક્ત પ્રકારો રેડિયાના દષ્ટાંતથી સમજી શકાય છે. વિવિધ આકારવાળા રેડિયાના મોડેલ, તે બાહ્ય રચના છે. રેડિયાની અંદર નાની મોટી કાચની ટયૂબો આદિ આવ્યંતર રચના છે. આ આવ્યંતર રચનાની અર્થાતુ કાચની ટયુબો, તેની અંદરના પદાર્થોની અવાજ તરંગોને ગ્રહણ કરવાની શક્તિને ઉપકરણ કહે છે. ઇલેક્ટ્રિક કનેકશનને લબ્ધિ અને રેડિયાચાલુ કરવાને ઉપયોગ(પ્રયોગ) કહી શકાય. તે જ રીતે કાન વગેરે ઈદ્રિયોના આકારને બાહ્ય નિવૃત્તિ, અંદરના ભાગમાં વિશિષ્ટ રચના કે જેના દ્વારા વિષય ગ્રહણ થાય છે, તેને આત્યંતર નિવૃત્તિ કહે છે. તે પુદગલની પૌગલિક શક્તિને, વિષયગ્રહણની શક્તિને ઉપકરણેન્દ્રિય કહે છે. મતિ જ્ઞાનાવરણીયના ક્ષયોપશમને લબ્ધિ ભાવેન્દ્રિય અને તેના પ્રયોગને અર્થાત્ વિષય ગ્રહણમાં પ્રવૃત્ત થવાને ઉપયોગ ભાવેન્દ્રિય કહે છે. (૬) ઉપયોગ કાલનું અNબહુત્વઃ| ८ एएसिणं भंते !सोइंदियचक्खिदियघाणिदियजिभिदिय फासिंदियाणंजहणियाए उवओगद्धाए उक्कोसियाए उवओगद्धाए जहण्णुक्कोसियाए उवओगद्धाए कयरे कयरेहितो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा?