________________
[ ૨૭૨ ]
શ્રી પન્નવણા સૂત્ર: ભાગ-૨
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! શ્રોતેન્દ્રિયની નિર્વનામાં(રચનામાં) કેટલા સમય થાય છે? ઉત્તર- હે ગૌતમ! અસંખ્યાત સમયોનુંઅંતર્મુહૂર્ત થાય છે. આ રીતે સ્પર્શેન્દ્રિય સુધી પાંચ ઇન્દ્રિયનિર્વર્તનામાં અસંખ્યાત સમયનું અંતર્મુહૂર્ત થાય છે.
આ જ રીતે નરયિકોથી વૈમાનિકો સુધીની ઇન્દ્રિય નિર્વતનાના કાળ સંબંધી કથન કરવું જોઈએ. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં ઇન્દ્રિયોની નિર્વતના(રચના) અને તેના સમયનું નિરૂપણ છે. ઇન્દ્રિયોની રચનાના બે પ્રકાર છે– આત્યંતર નિવૃત્તિ અને બાહ્ય નિવૃત્તિ.
ઇન્દ્રિયોના બાહ્ય આકારની રચનાને બાહનિવૃત્તિ કહે છે. તે પ્રત્યેક પ્રાણીમાં ભિન્ન ભિન્ન હોય છે. ઇન્દ્રિયોના આત્યંતર આકારની રચનાને આભ્યતર નિવૃત્તિ કહે છે. પ્રત્યેક જીવોમાં આત્યંતર નિવૃત્તિ એક સમાન હોય છે. ઇન્દ્રિયોના સંસ્થાનનું કથન આત્યંતર નિવૃત્તિની અપેક્ષાએ છે. ઇન્દ્રિયોની રચના અંગોપાંગ નામકર્મના ઉદયથી થાય છે. તે પીગલિક છે.
દ્રવ્યેન્દ્રિયના બે પ્રકાર છે– નિવૃત્તિ અને ઉપકરણ. અંગોપાંગ નામકર્મના ઉદયથી થતી ઇન્દ્રિયોની બાહ્ય અને આંતરિક રચનાને નિવૃત્તિ દ્રવ્યેન્દ્રિય કહે છે, નિવૃત્તિ દ્રવ્યેન્દ્રિય પર ઉપકાર કરે તે શબ્દ, રૂપ આદિ વિષય ગ્રહણ કરવાની પૌલિક શક્તિને ઉપકરણ દ્રવ્યેન્દ્રિય કહે છે. વીર્યંતરાય કર્મના ક્ષયોપશમથી ઉપકરણ દ્રવ્યેન્દ્રિય શબ્દ આદિ પુદ્ગલોને ગ્રહણ કરી શકે છે.
આ રીતે નિવૃત્તિ દ્રવ્યેન્દ્રિય તલવાર સમાન અને ઉપકરણ દ્રવ્યેન્દ્રિય તલવારની ધાર સમાન છે.
બંને પ્રકારની દ્રલેન્દ્રિયની રચનામાં અસંખ્યાત સમયનું અંતર્મુહૂર્ત વ્યતીત થાય છે. (૪-૫) લબ્ધિ, ઉપયોગ દ્વાર:| ६ कइविहा णं भंते ! इंदियलद्धी पण्णत्ता? गोयमा ! पंचविहा इंदियलद्धी पण्णत्ता, तं जहा- सोइंदियलद्धी जाव फासिंदिय- लद्धी । एवं णेरइयाणं जाव वेमाणियाणं । णवर- जस्स जइ इदिया अत्थि तस्स तावइया लद्धी भाणियव्वा ।। ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! ઇન્દ્રિયલબ્ધિના કેટલા પ્રકાર છે? ઉત્તર-હે ગૌતમ! ઇન્દ્રિયલબ્ધિના પાંચ પ્રકાર છે, તે આ પ્રમાણે છે– શ્રોતેન્દ્રિયલબ્ધિ યાવત્ સ્પર્શેન્દ્રિય લબ્ધિ. આ રીતે નૈરયિકોથી લઈને વૈમાનિકો સુધી ઇન્દ્રિય લબ્ધિની પ્રરૂપણા કરવી જોઈએ, વિશેષતા એ છે કે જેને જેટલી ઇન્દ્રિયો છે તેટલી જ ઇન્દ્રિયલબ્ધિ કહેવી જોઈએ. | ७ कइविहा णं भंते इंदियउवओगद्धा पण्णत्ता ? गोयमा ! पंचविहा इंदियउवओगद्धा पण्णत्ता, तं जहा- सोइंदियउवओगद्धा जाव फासिंदिय उवओगद्धा ।एवं णेरइयाणं जाव वेमायियाणं । णवरं जस्स जइ इंदिया अत्थि।। ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! ઇન્દ્રિયોના ઉપયોગ કાળના કેટલા પ્રકાર છે? ઉત્તર- હે ગૌતમ ! ઇન્દ્રિયોના ઉપયોગકાળના પાંચ પ્રકાર છે, તે આ પ્રમાણે છે– શ્રોતેન્દ્રિય ઉપયોગકાળ યાવત સ્પર્શેન્દ્રિયઉપયોગકાળ.