________________
| પંદરમું પદ : ઇન્દ્રિયઃ ઉદ્દેશક-૧
૨૫
તેને ‘વર’ અને ‘વરાવભાસ’ શબ્દો ક્રમશઃ જોડીને બીજા બે-બે દ્વીપ સમુદ્રો છે.
લોકમાં જેટલા ઉત્તમ પદાર્થો, ક્ષેત્રો, પર્વતો, દ્રહો અને નદીઓ આદિ છે તે દરેક નામના દ્વીપ-સમુદ્રો છે. છેલ્લે દેવ, નાગ, યક્ષ, ભૂત અને સ્વયંભૂરમણ, આ પાંચ નામના પાંચ દ્વીપ અને સમુદ્રો એક-એક છે. મધ્યલોકનું અંતિમ ક્ષેત્ર સ્વયંભૂરમણ સમુદ્ર છે.
આ પ્રત્યેક દ્વીપ અને સમુદ્ર લોકના એક-એક વિભાગ રૂપ છે, તેથી તે ધર્માસ્તિકાય આદિ દ્રવ્યને અખંડપણે સ્પર્શતા નથી, પરંતુ ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય, આ ત્રણે દ્રવ્યોના દેશ અને પ્રદેશોને સ્પર્શે છે. પુદ્ગલાસ્તિકાય દ્રવ્ય, પૃથ્વીકાય, અષ્કાય, તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાયના સૂક્ષ્મ જીવો લોકના પ્રત્યેક વિભાગમાં વ્યાપ્ત છે. ત્રસ જીવો દ્વીપ સમુદ્રોમાં સર્વત્ર વ્યાપ્ત નથી. આમ પ્રત્યેક દ્વીપ અને સમુદ્રો પુદ્ગલાસ્તિકાય દ્રવ્ય, પૃથ્વીકાયાદિ પાંચ સ્થાવર જીવોને પૂર્ણપણે સ્પર્શે છે અને ત્રસકાય જીવોને કથંચિત્ સ્પર્શે છે, કથંચિત્ સ્પર્શતા નથી; કારણ કે ત્રસ જીવો દ્વીપ સમુદ્રોમાં ક્યાંક હોય છે, ક્યાંક હોતા નથી.
અદ્ધાસમય કાલ અઢીદ્વીપ ક્ષેત્રમાં વર્તી રહ્યો છે, તેથી અઢીદ્વીપ ક્ષેત્ર અદ્ધા સમય(કાલ દ્રવ્ય)ને સ્પર્શે છે. ત્યારપછીના દ્વીપ-સમુદ્રો કાલ દ્રવ્યને સ્પર્શતા નથી. (૨૩-૨૪) લોક-અલોક દ્વાર:५६ लोगे णं भंते ! किण्णा फुडे ? कइहिं वा काएहिं फुडे जाव अद्धसमएणं फुडे ? गोयमा ! जहा आगासथिग्गले वत्तव्वया भाणियव्वा ।। ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! લોક કોનાથી સ્પષ્ટ છે? તે કેટલી કાયથી સ્પષ્ટ છે યાવતું શું અદ્ધાસમયથી સ્પષ્ટ છે? ઉત્તર- હે ગૌતમ! સમસ્ત વક્તવ્યતા આકાશથિગ્ગલના વિષયમાં કહેવામાં આવી છે, તે જ પ્રમાણે કહેવી જોઈએ. ५७ अलोए णं भंते ! किणा फुडे ? कतिहिं वा काएहिं फुडे जाव अद्धासमएणं फुडे?
गोयमा ! णो धम्मत्थिकाएणं फुडे जाव णो आगासस्थिकाएणं फुडे, आगासत्थिकायस्स देसेणं फुडे आगासत्थिकायस्स पएसेहिं फुडे, णो पुढविक्काएणं फुडे जाव णो अद्धासमएणं फुडे, एगे अजीवदव्वदेसे अगुरुलहुए अणंतेहिं अगरुलहुयगुणेहिं संजुत्ते सव्वागासे अणंतभागूणे । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! અલોક કોનાથી સ્પષ્ટ છે? તે કેટલી કાયથી સ્પષ્ટ છે યાવત શું અદ્ધાસમયથી સ્પષ્ટ છે.?
ઉત્તર- હે ગૌતમ! અલોક ધર્માસ્તિકાયથી સ્પષ્ટ નથી, અધર્માસ્તિકાય વાવતું આકાશાસ્તિકાય દ્રવ્યથી સ્પષ્ટ નથી; આકાશાસ્તિકાયના દેશથી સ્પષ્ટ છે તથા આકાશાસ્તિકાયના પ્રદેશોથી સ્પષ્ટ છે; (પરંતુ) પૃથ્વીકાયથી સ્પષ્ટ નથી ભાવતુ કાળ દ્રવ્યથી સ્પષ્ટ નથી. અલોક એક અજીવ દ્રવ્યનો દેશ છે, તે અનંત અગુરુ લઘુગુણોથી સંયુક્ત છે, સર્વાકાશથી અનંતમો ભાગ ન્યૂન છે. (લોકાકાશને છોડીને સર્વાકાશ પ્રમાણ છે.) વિવેચનઃ
પ્રસ્તુત લોક અને અલોક દ્વારમાં ધર્માસ્તિકાયાદિ દ્રવ્યો સાથે લોક-અલોકની સ્પર્શનાનું નિરૂપણ છે.