________________
૨૬૪ ]
શ્રી પન્નવણા સૂત્ર: ભાગ-૨
(૧૩) આભરણ (૧૪) વસ્ત્ર (૧૫) ગંધ (૧૬) ઉત્પલ (૧૭) તિલક(પદ્મ) (૧૮) પૃથ્વી (૧૯) નિધિ (૨૦) રત્ન (૨૧) વર્ષધર (રર) દ્રહ (૨૩) નદીઓ (૨૪) વિજય (૨૫) વક્ષસ્કાર (૨૬) કલ્પ (૨૭) ઇન્દ્ર (૨૮) કુરુ (૨૯) મંદિર (૩૦) આવાસ (૩૧) કૂટ (૩૨) નક્ષત્ર (૩૩) ચંદ્ર (૩૪) સૂર્ય (૩૫) દેવ (૩૬) નાગ (૩૭) યક્ષ (૩૮) ભૂત(આ નામના દ્વીપ-સમુદ્રો) અને (૩૯) સ્વયંભૂરમણ સમુદ્ર.
બાહ્ય પુષ્કરાર્ધ દ્વીપના વિષયમાં કહ્યું છે, તેમજ વરુણ દ્વીપથી લઈને સ્વયંભૂરમણ સમુદ્ર સુધીના દ્વીપ-સમુદ્રો અદ્ધા સમયથી સ્પષ્ટ થતા નથી, તેમ કહેવું જોઈએ. વિવેચન:
પ્રસ્તુત સુત્રોમાં પ્રત્યેક દ્વીપ-સમુદ્રની ધર્માસ્તિકાયાદિ દ્રવ્યો સાથે અને તેના દેશ, પ્રદેશો સાથે સ્પર્શના સંબંધી નિરૂપણ છે. અસંખ્યાત હીપ-સમુદ્રો - લોકના એક વિભાગ રૂપે મધ્યલોકમાં અસંખ્યાત દ્વીપ-સમુદ્રો છે. સર્વ દ્વીપ-સમુદ્રોની મધ્યમાં સહુથી નાનો એક લાખ યોજન લાંબો-પહોળો જંબૂદ્વીપ છે. તે થાળીના આકારે ગોળ છે. તેની ચારે બાજુ બે લાખ યોજનાનો લવણસમુદ્ર છે. તે ચૂડીના આકારે ગોળ છે. તેની ચારે બાજુ ચાર લાખ યોજનનો ધાતકીખંડ છે, તેની ચારે બાજુ આઠ લાખ યોજનનો કાલોદધિ સમુદ્ર છે. તેની ચારે બાજુ સોળ લાખ યોજનાનો પુષ્કર દ્વીપ છે. તે સોળ લાખ યોજનાની મધ્યમાં મનુષ્યક્ષેત્રની મર્યાદા કરનાર માનુષોત્તર પર્વત વલયાકારે સ્થિત છે. તેનાથી પુષ્કર દ્વીપના બે વિભાગ થાય છે– આત્યંતર અને બાહ્ય. તેમાં આત્યંતર પુષ્કરાર્ધ ક્ષેત્ર આઠ લાખ યોજન પ્રમાણ છે અને બાહ્ય પુષ્કરાર્ધ દેશોન આઠ લાખ યોજન પ્રમાણ છે. કારણ કે વચ્ચે માનુષોત્તર પર્વત છે. આ રીતે જંબૂદ્વીપ અને ધાતકી ખંડ, તે બે દ્વીપ તથા અર્ધા પુષ્કર દ્વીપ તેમ અઢી દ્વીપ થાય છે. લવણસમુદ્ર તથા કાલોદધિ સમુદ્ર એમ બે સમુદ્ર છે, તે સર્વ મળીને ૪૫ લાખ યોજન વિસ્તારવાળું મનુષ્ય ક્ષેત્ર છે. ૪૫ લાખ યોજનાનું મનુષ્ય ક્ષેત્ર – જંબૂદ્વીપ થાળીના આકારે ગોળ છે. તેની લંબાઈ પહોળાઈ એક લાખ યોજનની છે. ત્યારપછી તેને ફરતાં ચૌતરફ ચૂડીના આકારે ગોળ લવણ સમુદ્ર છે. તેના ચક્રવાલ વિખંભ બે લાખ યોજન છે. તેથી તેની પહોળાઈ પૂર્વદિશામાં બે લાખ યોજન અને પશ્ચિમ દિશામાં બે લાખ યોજનની થાય છે. આ રીતે પછીના પ્રત્યેક દ્વીપ-સમુદ્ર ચક્રવાલ વિભનું પ્રમાણ સૂત્રકારે કહ્યું છે. તેથી અઢીદ્વીપ ક્ષેત્રની લંબાઈ-પહોળાઈની ગણનામાં તે પ્રત્યેક દીપ સમુદ્રોના બંને દિશાના માપની ગણના થાય છે.
ઉક્ત ગણના વિધિ અનુસાર જંબૂદ્વીપ-૧ લાખ યોજન + લવણ સમુદ્ર-૨+૨ લાખ યોજન + ધાતકી ખંડ-૪+૪ લાખ યોજન + કાલોદધિ સમુદ્ર-૮+૮ લાખ યોજન + આત્યંતર પુષ્કરાદ્ધ દ્વીપ-૮+૮ લાખ યોજન = ૪૫ લાખ યોજન થાય છે. અર્થાત્ ૧+૪+૮+૧+૧૬ = ૪૫ થાય છે.
ત્યારપછી પણ એક દ્વીપ અને એક સમુદ્ર તે રીતે અસંખ્યાતા દ્વીપ અને સમુદ્રો ઉત્તરોત્તર બમણાબમણા વિસ્તારવાળા અને ચૂડીના આકારે સ્થિત છે. સૂત્રકારે કેટલાક નામો ગાથામાં આપ્યા છે. તે દરેક નામના દ્વીપ અને તે જ નામના સમુદ્રો છે. પુષ્કર દ્વીપ પછી પુષ્કર સમુદ્ર, વણવર દ્વીપ, વરુણવર સમુદ્ર, ક્ષીરવર દ્વીપ, ક્ષીરવર સમુદ્ર. આ રીતે પ્રત્યેક નામમાં સમજવું. અરુણ દ્વીપથી એક જ નામના ત્રણ દ્વિીપ અને ત્રણ સમુદ્રો છે. જેમ કે– (૧) અરુણ દ્વીપ, અરુણ સમુદ્ર (૨) અરુણ વરદ્વીપ, અણવર સમુદ્ર (૩) અણવરાવભાસ દ્વીપ અને અરુણવરાવભાસ સમુદ્ર. આ રીતે એક મૂળ નામનો દ્વીપ-સમુદ્ર, ત્યારપછી