________________
|
દર
|
શ્રી પન્નવણા સૂત્ર: ભાગ-૨
આ થીત - આકાશથિગ્ગલ = લોક. સંપૂર્ણ આકાશ પ્રદેશ એક વિસ્તૃત પટ(વસ્ત્ર) સમાન છે. તેની વચ્ચે લોક તે વિસ્તૃત વસ્ત્ર પર લાગેલા થીંગડા સમાન થાય છે, તેથી લોકાકાશને અહીં થીંગડું કહ્યું છે. ધમસ્તિકાય- ધર્માસ્તિકાય દ્રવ્ય લોક પ્રમાણ એક અખંડ દ્રવ્ય છે. તેના કોઈ પણ વિભાગ-ખંડને ધર્માસ્તિકાયનો દેશ કહેવાય છે અને તેના અવિભાજ્ય અંશ પ્રદેશ કહેવાય છે. ધર્માસ્તિકાય દ્રવ્ય લોકવ્યાપી હોવાથી લોક ધર્માસ્તિકાય દ્રવ્યથી સ્પષ્ટ છે, પરંતુ તેના એક વિભાગ રૂ૫ ખંડથી સંપૂર્ણ લોક સ્પષ્ટ નથી, તેના પ્રદેશો સમસ્ત લોકમાં વ્યાપ્ત હોવાથી લોક ધર્માસ્તિકાયના પ્રદેશોથી સ્પષ્ટ છે. આ રીતે લોક (૧) ધર્માસ્તિકાય દ્રવ્યથી અને (૨) તેના પ્રદેશોથી સ્પષ્ટ છે, પરંતુ તેના દેશથી સ્પષ્ટ નથી. અધમત્તિકાય- અધર્માસ્તિકાય દ્રવ્ય પણ લોક વ્યાપી, એક, અખંડ દ્રવ્ય છે અને તેના અસંખ્યાત પ્રદેશો સમસ્ત લોકમાં વ્યાપ્ત છે. તેથી લોક (૧) અધર્માસ્તિકાય દ્રવ્યથી અને (૨) તેના પ્રદેશોથી સ્પષ્ટ છે પરંતુ તેના દેશથી સ્પષ્ટ નથી. આકાશાસ્તિકાય- આકાશાસ્તિકાય દ્રવ્ય લોકાલોકવ્યાપી, એક અખંડ દ્રવ્ય છે અને તેના અનંત પ્રદેશો સમસ્ત લોકાલોકમાં વ્યાપ્ત છે. લોક સમસ્ત આકાશ દ્રવ્યના એક વિભાગ રૂપ છે અને તેમાં આકાશાસ્તિકાય દ્રવ્યના અસંખ્યાત પ્રદેશો છે. તેથી લોક આકાશાસ્તિકાય દ્રવ્યને અખંડપણે સ્પર્શી શકતો નથી પરંતુ તેના એક વિભાગ રૂ૫ (૧) દેશને અને (૨) તેના અસંખ્યાત પ્રદેશોને સ્પર્શે છે. પુદ્ગલાસ્તિકાય- પુલાસ્તિકાય દ્રવ્ય અનંત દ્રવ્ય રૂપ છે. તે અનંત દ્રવ્ય રૂપે સમસ્ત લોકમાં વ્યાપ્ત છે, તેથી લોક પુદ્ગલાસ્તિકાય દ્રવ્યથી સ્પષ્ટ છે. જીવાસ્તિકાય- જીવાસ્તિકાય દ્રવ્ય પણ અનંત જીવ દ્રવ્યપણે સમસ્ત લોકમાં વ્યાપ્ત છે, તેમાં પૃથ્વીકાય, અષ્કાય, તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાય પાંચ સ્થાવર જીવોના સૂક્ષ્મ જીવો સમસ્ત લોકમાં વ્યાપ્ત છે. ત્રસ જીવો લોકના એક વિભાગ રૂપ ત્રસનાડીમાં જ રહે છે, પરંતુ કેવળી ભગવાન કેવળી સમુદ્યાતના ચોથા સમયે પોતાના આત્મપ્રદેશોને લોકવ્યાપી બનાવે છે. તેની અપેક્ષાએ ત્રસ જીવો પણ ક્યારેક લોકવ્યાપી બને છે. તે સિવાય ત્રસ જીવો લોકવ્યાપી બનતા નથી.
આ રીતે લોક પૃથ્વીકાયાદિ પાંચ સ્થાવર જીવોથી સંપૂર્ણપણે સ્પષ્ટ છે અને ત્રસજીવોથી લોક (કેવલી સમુઘાતની અપેક્ષા) ક્યારેક સ્પષ્ટ હોય છે, ક્યારેક સ્પષ્ટ હોતો નથી. અદ્ધા સમયકાલ – અદ્ધાસમય(કાલ)અઢીદ્વીપ ક્ષેત્રમાં જ હોય છે. સમસ્ત લોકમાં નથી, તેથી લોક અદ્ધાસમય(કાલ)થી કથંચિત્ (દેશથી) પૃષ્ટ છે અને કથંચિત્ પૃષ્ટ નથી.
આ રીતે (૧) ધર્માસ્તિકાય (૨) તેનો દેશ (૩) તેના પ્રદેશ (૪) અધર્માસ્તિકાય (૫) તેનો દેશ (૬) તેના પ્રદેશ (૭) આકાશાસ્તિકાય (૮) તેનો દેશ (૯) તેના પ્રદેશ (૧૦) પુદ્ગલાસ્તિકાય (૧૧ થી ૧૫) પાંચ સ્થાવર જીવો (૧૬) ત્રસકાયના જીવો (૧૭) અદ્ધાસમય-કાલ. આ સત્તર બોલમાંથી આકાશ થિગ્ગલ એટલે લોક, (૧-૨) ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય બંને અખંડ દ્રવ્યોને (૩–૪) બંનેના અસંખ્ય પ્રદેશોને (૫) આકાશાસ્તિકાયના દેશને (૬) તેના પ્રદેશોને (૭) પુલાસ્તિકાયને (૮ થી ૧૨) પાંચ સ્થાવર જીવોને; આ રીતે બાર બોલોને પૂર્ણપણે સ્પર્શે છે. ત્રસકાયના જીવો અને અદ્ધાસમયકાલ, આ બે બોલને કથંચિત્ સ્પર્શે છે પરંતુ ધર્માસ્તિકાયનો દેશ અને અધર્માસ્તિકાયનો દેશ, તેમજ આકાશાસ્તિકાય રૂપ અખંડ દ્રવ્યને, આ રીતે ત્રણ બોલની સ્પર્શના થતી નથી.