________________
| પંદરમું પદઃ ઇન્દ્રિયઃ ઉદ્દેશક-૧
૨૧ ]
દેખાય અને તે જ વસ્ત્રની પાંચ છ ઘડી કરીને સંકેલતા તે ઘનરૂપ બની જતાં નાનું દેખાય છે, પરંતુ વસ્ત્ર એક જ છે, તેથી તે સંકેલેલું હોય કે ફેલાયેલું હોય, બંને અવસ્થામાં એક સમાન આકાશપ્રદેશોને સ્પર્શે છે.
આ દષ્ટાંતમાં અસત્કલ્પનાથી એક ફૂટ = એક આકાશ પ્રદેશનું ગ્રહણ કર્યું છે, તેથી ૨૭ આકાશ પ્રદેશોને સ્પર્શે છે. જેમ ૩ ફૂટ લાંબો-પહોળો અને જાડો એક ઘનચોરસ છે. તે ૩×૩×૩ = ૨૭ આકાશ પ્રદેશોને સ્પર્શે છે. તે ઘન ચોરસના પ્રતર બનાવીએ, તો ૩ ફૂટની લંબાઈ-પહોળાઈવાળા ત્રણ પ્રતર થાય છે. એક પ્રતર ૩૩ = ૯ આકાશ પ્રદેશોને સ્પર્શે, ત્રણ પ્રતર ૯૪૩ = ૨૭ પ્રદેશોને સ્પર્શે. આ રીતે વસ્તુ ઘન રૂપ હોય કે તેને પ્રતર રૂપ ફેલાવીએ, તો પણ તે સમાન આકાશ પ્રદેશોને જ સ્પર્શે છે.
તે જ રીતે થાંભલો ઊભો, આડો કે તિરછો રાખીએ પરંતુ થાંભલો એક જ છે, તેથી તેની કોઈ પણ અવસ્થામાં તે એક સમાન આકાશ પ્રદેશોમાં અવગાહન કરે છે, એક સમાન આકાશપ્રદેશોને સ્પર્શે છે. (૨૧) આકાશ દિગ્ગલ દ્વાર:५४ आगासथिग्गलेणं भंते ! किंण्णा फुडे ? कइहिं वा काएहिं फुडे ? किं धम्मत्थि कारणं फडे? किं धम्मत्थिकायस्स देसेणं फडे? धम्मत्थिकायस्स पएसेहिं फडे? एवं अधम्मत्थिकाएणं आगासत्थिकाएणं? एएणं भेएणं जाव किं पुढविकाइएणं फुडे जाव तसकाएणं फुडे ? अद्धासमएणं फुडे ?
गोयमा ! धम्मत्थिकारणं फुडे, णो धम्मत्थिकायस्स देसेणं फुडे, धम्मत्थिकायस्स पएसेहिं फुडे । एवं अधम्मत्थिकाएणं वि । णो आगासत्थिकारणं फुडे, आगासत्थिकायस्स देसेणं फुडे, आगासत्थिकायस्स पएसेहिं फुडे जाव वणप्फइकाइएणं फुडे । तसकाएणं सिय फुडे, सिय णो फुडे । अद्धासमएणं देसे फुडे, देसे णो फुडे । ભાવાર્થ -પ્રશ્ન- હે ભગવન્! આકાશથિગ્નલ(લોક) કોનાથી સ્પષ્ટ છે? કેટલી કાય દ્વારા સ્પષ્ટ છે? શું તે ધર્માસ્તિકાયથી સ્પષ્ટ છે, ધર્માસ્તિકાયના દેશ વડે સ્પષ્ટ છે, ધર્માસ્તિકાયના પ્રદેશો વડે સ્પષ્ટ છે? તે જ રીતે અધર્માસ્તિકાયના ત્રણ ભેદથી સ્પષ્ટ છે? શું આકાશાસ્તિકાયના ત્રણ ભેદથી સ્પષ્ટ છે? તે જ રીતે પુદ્ગલાસ્તિકાય, જીવાસ્તિકાય તથા પૃથ્વીકાયથી યાવત વનસ્પતિકાય તથા ત્રસકાયથી કે અદ્ધાસમયથી સ્પષ્ટ છે?
ઉત્તર- હે ગૌતમ ! તે આકાશથિગ્ગલ(લોક) ધર્માસ્તિકાયથી સ્પષ્ટ છે, ધર્માસ્તિકાયના દેશથી સ્પષ્ટ નથી, ધર્માસ્તિકાયના પ્રદેશોથી સ્પષ્ટ છે. આ રીતે અધર્માસ્તિકાયથી સ્પષ્ટ છે. અધર્માસ્તિકાયના દેશથી સ્પષ્ટ નથી, અધર્માસ્તિકાયના પ્રદેશોથી સ્પષ્ટ છે. આકાશાસ્તિકાયથી સ્પષ્ટ નથી, આકાશાસ્તિકાયના દેશથી સ્પષ્ટ છે, આકાશાસ્તિકાયના પ્રદેશોથી પણ સ્પષ્ટ છે. પુદ્ગલાસ્તિકાય, જીવાસ્તિકાય, પૃથ્વીકાય યાવતું વનસ્પતિકાયથી સ્પષ્ટ છે. ત્રસકાયથી કદાચિતુ સ્પષ્ટ છે અને કદાચિતુ સ્પષ્ટ નથી, અદ્ધા સમયના- કાળદ્રવ્યના દેશથી સ્પષ્ટ છે અને દેશથી સ્પષ્ટ નથી. વિવેચન :
પ્રસ્તુત આકાશ થિગ્ગલ દ્વારમાં લોક કેટલા દ્રવ્યોથી પૃષ્ટ છે? તે વિષયની પ્રરૂપણા છે.