________________
| ૨૫૮ ]
શ્રી પન્નવણા સૂત્ર: ભાગ-૨
પુલોનું જ્ઞાન હોવું જરૂરી નથી. તે તે પુલોનું જ્ઞાન ન હોવા છતાં પણ જીવો દ્વારા રોમાહાર રૂપે તેનું ગ્રહણ થાય છે.
જે અવધિજ્ઞાની લોકના સંખ્યાતમા ભાગ જેટલું ક્ષેત્ર અને પલ્યોપમના અનેક સંખ્યાત ભાગ જેટલાં ભૂત-ભવિષ્યકાલને જાણી શકે છે તે અવધિજ્ઞાની દ્રવ્યથી કાર્પણ વર્ગણાને જાણી શકે છે.
નારકી, દશ ભવનપતિ દેવો, વ્યંતર દેવો, જ્યોતિષી દેવો, તિર્યંચ પંચેન્દ્રિય તે ચૌદ દંડકના જીવોને વિશિષ્ટ અવધિજ્ઞાન હોતું નથી. પાંચ સ્થાવર અને ત્રણ વિકસેન્દ્રિય તે આઠ દંડકના જીવોને અવધિજ્ઞાન જ હોતું નથી. આ રીતે ૧૪ + ૮= રર દંડકના જીવો નિર્જરિત કાર્મણ વર્ગણાના પુગલો જાણી કે જોઈ શકતા નથી પરંતુ તેને આહારરૂપે ગ્રહણ કરે છે. કેટલાક મનુષ્યો અને કેટલાક વૈમાનિક દેવો તેને જાણે છે, જુએ છે અને આહાર રૂપે ગ્રહણ કરે છે. સામૂય-અઘિામૂયા:- પ્રસ્તુત પ્રસંગમાં સૂત્રકારે મનુષ્યોના બે પ્રકાર કહ્યા છે– (૧) સંજ્ઞીભૂત અને (૨) અસંજ્ઞીભૂત. સંગી વેદવિશિષ્ટવજ્ઞાન પરિષદા ય વાર્મ શરીર પુરાવા વિષયમાવે વિત્તિા અહીં સંજ્ઞી શબ્દથી જે કાર્મણવર્ગણાના પુદ્ગલોને જાણી શકે તેવા વિશિષ્ટ અવધિજ્ઞાની મનુષ્યનું ગ્રહણ થાય છે. વિશિષ્ટ અવધિજ્ઞાનરહિત મનુષ્યો અહીં અસંજ્ઞી શબ્દથી સૂચિત કરાયા છે. વિશિષ્ટ અવધિજ્ઞાની મનુષ્યો પણ જ્યારે અવધિજ્ઞાનના ઉપયોગ સહિત હોય ત્યારે જ તે નિર્જરિત કાર્પણ વર્ગણાના પુગલોને જાણી શકે છે પરંતુ અવધિજ્ઞાનના ઉપયોગ રહિત હોય ત્યારે જાણી શકતા નથી. ઉક્ત બંને પ્રકારના મનુષ્યો તે નિર્જરા પુગલોને આહારરૂપે ગ્રહણ કરે છે. માનિચ્છલ્લિી-અમાફ સવિલ્લી:- પ્રસ્તુત પ્રસંગમાં સૂત્રકારે વૈમાનિક દેવોના બે પ્રકાર કહ્યા છે માયી મિથ્યાદષ્ટિ અને અમાયી સમ્યગુદષ્ટિ, મિથ્યાદષ્ટિ દેવોને આટલું વિશિષ્ટ અવધિજ્ઞાન ન હોવાથી તે નિર્જરિત કાર્પણ વર્ગણાના પુદ્ગલોને જાણી શકતા નથી.
સમ્યગુદષ્ટિ દેવોના પણ બે પ્રકાર છે– (૧) ઉત્પત્તિના પ્રથમ સમયવર્તી અનંતરોત્પન્નક અને (૨) ઉત્પત્તિના દ્વિતીયાદિ સમયવર્તી પરંપરાત્પન્નક. અનંતરોત્પન્નકની સ્થિતિ એક સમયની જ હોય છે. છદ્મસ્થ જીવોનો ઉપયોગ અસંખ્યાત સમયનો હોવાથી એક સમયની સ્થિતિમાં અનંતરોત્પન્નક સમ્યગ્દષ્ટિ દેવો તેને જાણી શકતા નથી. પરંપરાત્પન્નક દેવોના બે પ્રકાર છે– (૧) પર્યાપ્તા અને (૨) અપર્યાપ્તા. અપર્યાપ્તા-વસ્થામાં તે જાણી શકતા નથી. પર્યાપ્ત દેવોના પણ બે પ્રકાર છે– અવધિજ્ઞાનના ઉપયોગ રહિત અને અવધિજ્ઞાનના ઉપયોગ સહિત દેવો. ઉપયોગ રહિત દેવો જાણી શકતા નથી પરંતુ ઉપયોગ સહિત, પર્યાપ્તા, પરંપરાત્પન્નક, અમાયી, સમ્યગ્દષ્ટિ દેવો જાણી શકે છે તથા આહારરૂપે ગ્રહણ કરે છે અને ઉપયોગ રહિત, અપર્યાપ્તા, અનંતરોત્પન્નક, માયી મિથ્યાદષ્ટિ દેવો જાણતા નથી, છતાં આહારરૂપે ગ્રહણ કરે છે. ૨૪ દંડકના જીવોનું ચરમ નિર્જરા પુદ્ગલને જાણવા–જોવાનું સામર્થ્ય :૨૪ દંડકના જીવ
| જાણવું–જોવું | આહાર રૂપે ગ્રહણ નારકી, ભવનપતિ, વ્યંતર, જ્યોતિષી દેવ, એકેન્દ્રિય, વિકલેન્દ્રિય જાણે નહીં, જુએ નહીં તિર્યંચ પંચેન્દ્રિય, સંમૂર્છાિમ મનુષ્ય | માયી મિથ્યાદષ્ટિ વૈમાનિક દેવ
જાણે નહીં, જુએ નહીં