________________
પંદરમું પદઃ ઇન્દ્રિયઃ ઉદ્દેશક-૧
[ ૨૫૭ ]
|४९ वाणमंत-जोइसिया जहा णेरइया । ભાવાર્થ:- વાણવ્યંતરો અને જયોતિષ્ઠદેવોનું નિર્જરાના પુગલોને જાણવા વિષયક વર્ણન નૈરયિકોની જેમ જાણવું ५० वेमाणिया णं भंते ! ते णिज्जरापोग्गले किं जाणंति पासंति आहारैति?
गोयमा ! जहा मणूसा । णवरं वेमाणिया दुविहा पण्णत्ता, तं जहा- माइ मिच्छद्दिट्टि उववण्णगा य अमाइसम्मदिट्ठिउववण्णगा य । तत्थणंजेतेमाइमिच्छद्दिट्ठिउववण्णगा तेणंण जाणंतिण पासंति आहारेति । तत्थणंजेते अमाइसम्मदिट्ठिउववण्णगा तेदुविहा पण्णता, तं जहा- अणंतरोववण्णगा य परंपरोववण्णगा य । तत्थ णं जे ते अणंतरोववण्णगा ते णं ण जाणंति ण पासंति आहारेति । तत्थ णं जे ते परंपरोववण्णगा ते दविहा पण्णत्ता.तं जहापज्जत्तगा य अपज्जत्तगा य । तत्थ णं जे ते अपज्जत्तगा ते णं ण जाणंति ण पासंति आहारेति । तत्थ णं जे ते पज्जत्तगा ते दुविहा पण्णत्ता, तं जहा-उवउत्ता य अणुवउत्ता य । तत्थ णं जे ते अणुवउत्ता ते णं ण जाणंति ण पासंति आहारैति, तत्थ णं जे ते उवउत्ता ते णं जाणंति पासंति आहारैति । से एएणतुणं गोयमा ! एवं वुच्चइ-अत्थेगइया ण जाणंति ण पासंति आहारैति, अत्थेगइया जाणंति पासंति आहारैति। ભાવાર્થ :- પ્રશ્ન-હે ભગવન્!વૈમાનિકો તે નિર્જરા પુદ્ગલોને શું જાણે છે જુએ છે અને તેનો આહાર કરે છે?
ઉત્તર- હે ગૌતમ ! તેનું કથન મનુષ્યોની જેમ જાણવું. તેમાં વિશેષતા એ છે કે વૈમાનિક દેવો બે પ્રકારના છે, તે આ પ્રમાણે છે- માયી મિથ્યાદષ્ટિ ઉત્પન્ન અને અમાયી સમ્યક દષ્ટિ ઉત્પન્ન. તેમાં જે માયી મિથ્યાદષ્ટિ ઉત્પન્ન છે તેઓ જાણતા નથી, જોતા નથી પરંતુ તેનો આહાર કરે છે અને જે અમારી સમ્યગુ દષ્ટિ ઉત્પન્ન દેવો છે; તેના બે પ્રકાર છે– અનંતરોત્પન્નક અને પરમ્પરોત્પન્નક. તેમાં જે અનન્તરોત્પન્નક છે તે જાણતા નથી જોતા નથી પરંતુ તેનો આહાર કરે છે અને જે પરંપરાત્પન્નક છે, તેના પણ બે પ્રકાર છે, તે આ પ્રમાણે છે– પર્યાપ્તા અને અપર્યાપ્તા. તેમાં અપર્યાપ્તા જાણતા નથી, જોતા નથી પરંતુ તેનો આહાર કરે છે અને જેઓ પર્યાપ્તા છે, તેના પણ બે પ્રકાર છે– ઉપયોગ સહિત અને ઉપયોગ રહિત. તેમાં જેઓ ઉપયોગ રહિત છે, તે જાણતા નથી, જોતા નથી પરંતુ તેનો આહાર કરે છે અને જે ઉપયોગ સહિત છે, તે જાણે છે, જુએ છે અને તેનો આહાર કરે છે. તેથી હે ગૌતમ! એ પ્રમાણે કથન કર્યું છે કે કેટલાક જાણતા નથી, જોતા નથી અને આહાર કરે છે અને કેટલાક જાણે છે, જુએ છે અને તેનો આહાર કરે છે. વિવેચન :
પ્રસ્તુત સુત્રોમાં ૨૪ દંડકના જીવો દ્વારા નિર્જરાના પગલોને જાણવા, જોવા અને તે પુદ્ગલોને આહાર રૂપે ગ્રહણ કરવા સંબંધી પ્રરૂપણા છે.
પર્યાયોનું પરિવર્તન તે પગલનો સ્વભાવ છે. તે સ્વભાવ અનુસાર નિર્જરિત થયેલા કાર્પણ વર્ગણાના પુદ્ગલો કાલક્રમે ઔદારિકાદિ વર્ગણા રૂપે પરિણત થઈ જાય છે. સંસારી જીવો તે પુગલોને રોમાહારાદિરૂપે ગ્રહણ કરી શકે છે. માહાથનીતિ સર્વત્રાપ તો નાહતિ પ્રતિવરવ્ય પ્રસ્તુત પ્રસંગમાં “આહારથી લોમાહાર-રોમાહાર સમજવું જોઈએ. કોઈપણ જીવોને રોમાહાર રૂપે ગ્રહણ કરાતા