________________
૨૫૬
શ્રી પશવણા સૂત્ર : ભાગ-૨
Tવત્ત– તેની ગુરુતા—ભારેપણું. લઘુવર્ત્ત- લઘુતા—હળવાપણું જાણવું.
(૧૧) આહાર દ્વાર :
४७ णेरइया णं भंते ! ते णिज्जरापोग्गले किं जाणंति पासंति आहारेंति ? उदाहुण जाणंति ण पासंति ण आहारेंति ? गोयमा ! णेरइया णं ते णिज्जरापोग्गले ण जाणंति ण पासंति, आहारेंति । एवं जाव पंचेदियतिरिक्खजोणिया ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! નૈરયિકો તે નિર્જરા પુદ્ગલોને જાણે છે, જુએ છે અને તેનો આહાર કરે છે ? કે જાણતા નથી, જોતા નથી અને તેનો આહાર કરતાં નથી ? ઉત્તર- હે ગૌતમ ! નૈયિકો નિર્જરા પુદ્ગલોને જાણતા નથી, જોતા નથી પરંતુ તેનો આહાર કરે છે. તે જ રીતે અસુરકુમારથી લઈને પંચેન્દ્રિય તિર્યંચો સુધી જાણવું.
४८ मा णं भंते! ते णिज्जरापोग्गले किं जाणंति पासंति आहारेंति ? उदाहुण जाणंति ण पासंति ण आहारेति ? गोयमा ! अत्थेगइया जाणंति पासंति आहारेति, अत्थेगइया ण जाणंति ण पासंति आहारेंति ।
णणं भंते! एवं वच्चइ अत्थेगइया जाणंति पासंति आहारेंति ? अत्थेगइया ण जाणंति ण पासंति आहारेंति ?
गोमा ! मणूसा दुविहा पण्णतं, तं जहा- सण्णिभूया य असण्णिभूया य । तत्थ
अण्णा णं ण जाणंति ण पासंति आहारेति । तत्थ णं जे ते सण्णभूया दुविहा पण्णत्ता, तं जहा - उवउत्ता य अणुवउत्ता य । तत्थ णं जे ते अणुवउत्ता ते णं ण जाणंति ण पासंति आहारैति, तत्थ णं जे ते उवउत्ता ते णं जाणंति पासंति आहारैति से एणद्वेणं गोयमा ! एवं वुच्चइ- अत्थेगइया ण जाणंति ण पासंति आहार्रेति, अत्थेगइया जाणंति पासंति आहारेति ।
ભાવાર્થ:- પ્રશ્ન− હે ભગવન્ ! મનુષ્યો તે નિર્જરાના પુદ્ગલોને શું જાણે છે, જુએ છે અને તેનો આહાર કરે છે ? કે જાણતા નથી, જોતા નથી અને તેનો આહાર કરતા નથી ? ઉત્તર– હે ગૌતમ ! કેટલાક મનુષ્યો જાણે છે, જુએ છે અને આહાર કરે છે અને કેટલાક મનુષ્યો જાણતા નથી, જોતા નથી અને તેનો આહાર કરે છે.
પ્રશ્ન- હે ભગવન્ ! તેનું શું કારણ છે કે કેટલાક મનુષ્યો જાણે છે, જુએ છે અને તેનો આહાર કરે છે, કેટલાક જાણતા નથી, જોતા નથી પરંતુ તેનો આહાર કરે છે ?
ઉત્તર– હે ગૌતમ ! મનુષ્યોના બે પ્રકાર છે– સંશીભૂત અને અસંશીભૂત. તેમાં જે અસંજ્ઞીભૂત (વિશિષ્ટ અવધિજ્ઞાનથી રહિત) છે, તેઓ જાણતા નથી, જોતા નથી અને તેનો આહાર કરે છે. સંશીભૂત વિશિષ્ટ અવધિજ્ઞાની મનુષ્યોના બે પ્રકાર છે– ઉપયોગયુક્ત અને ઉપયોગ રહિત. તેમાં જે ઉપયોગ રહિત છે, તેઓ જાણતા નથી, જોતા નથી અને તેનો આહાર કરે છે અને જેઓ ઉપયોગ સહિત છે, તેઓ જાણે છે જુએ છે અને તેનો આહાર કરે છે. તેથી હે ગૌતમ ! એ પ્રમાણે કથન કર્યું છે કે કેટલાક જાણતા નથી, જોતા નથી અને આહાર કરે છે અને કેટલાક જાણે છે, જુએ છે અને તેનો આહાર કરે છે.