________________
| પંદરમું પદઃ ઇન્દ્રિયઃ ઉદ્દેશક-૧
[ ૨૫૫ ] तेणटेणं गोयमा! एवं वुच्चइ- छउमत्थे णं मणूसे तेसिं णिज्जरापोग्गलाणं णो किंचि आणत्तं वा णाणत्तं वा ओमत्तं वा तुच्छत्तं वा गरुयत्तं वा लहुयत्तं वा जाणइ पासइ, सुहुमा णं ते पोग्गला पण्णत्ता समणाउसो ! सव्वलोग पि यणं ते ओगाहित्ताणं चिटुंति । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! તેનું શું કારણ છે કે છદ્મસ્થ મનુષ્ય(ભાવિતાત્મા અણગારના) ચરમ નિર્જરાના પુદ્ગલોનું અન્યપણું,વિવિધપણુ, હીનપણું, તુચ્છપણું, ગુરુપણુ કે લઘુપણુ જાણતા નથી અને જોતા પણ નથી ?
ઉત્તર- હે ગૌતમ ! કોઈ વિશિષ્ટ દેવો પણ તે નિર્જરા પુદ્ગલોનું અન્યત્વ, વિવિધત્વ, હીનત્વ, તુચ્છત્વ, ગુરુત્વ કે લઘુત્વને જરામાત્ર પણ જાણતા નથી કે જોતા નથી. તેથી હે ગૌતમ ! એ પ્રમાણે કહ્યું છે કે છદ્મસ્થ મનુષ્ય તે નિર્જરાના પુદ્ગલોનું, અન્યત્વ, વિવિધત્વ, હીનત્વ, તુચ્છવ, ગુરુત્વ કે લઘુત્વને જાણી શકતા નથી કે જોઈ શકતા નથી. હે આયુષ્યમાન શ્રમણ ! તે ચરમ નિર્જરાના પુગલો સૂક્ષ્મ છે. તે સંપૂર્ણ લોકને અવગાહન કરીને રહે છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં ભાવિતાત્મા અણગારના સૂક્ષ્મ અને સર્વલોકાવગાઢ પુદ્ગલોને છદ્મસ્થો દ્વારા જાણવા-જોવાની અસમર્થતાનું કથન છે. ભાવિતાત્મા અણગાર :- જેને દ્રવ્ય કે ભાવથી કોઈ આગાર- ઘર નથી, તે અણગાર છે. જે અણગારે જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ વિશેષથી પોતાના આત્માને ભાવિત કરે છે અર્થાત્ ચારિત્રની આરાધનામાં જે તલ્લીન રહે છે તે ભાવિતાત્મા અણગાર કહેવાય છે. ચરમ-નિર્જરાના પદગલો:- ઉક્ત ભાવિતાત્મા અણગારના ચરમ અર્થાત શૈલેષી અવસ્થાના અંતિમ સમયના નિર્જરાના પુદ્ગલો ચરમ નિર્જરાના પુદ્ગલ કહેવાય છે.
જોકે શૈલેશી અવસ્થામાં મારણાંતિક સમુદ્યાત હોતો નથી પરંતુ શૈલેશી અવસ્થા ચૌદમા ગુણસ્થાને પ્રાપ્ત થાય છે. તે તેના જીવનની અંતિમ અવસ્થા છે. તેથી સૂત્રકારે તેના મરણ સમયને માટે જ મારતિય સમુદયા શબ્દનો પ્રયોગ કર્યો છે.
ચરમ નિર્જરાના પગલો અત્યંત સૂક્ષ્મ અને સમસ્ત લોકવ્યાપી હોય છે, તેને વિશિષ્ટ અવધિજ્ઞાન રહિત છદ્મસ્થ મનુષ્યો જાણી શકતા નથી, કારણ કે છાસ્થ મનુષ્યોને ઇન્દ્રિયજન્ય જ્ઞાન હોય છે. ઇન્દ્રિયો સ્થૂલ પુલોને જ ગ્રહણ કરીને પોતાનો વિષય બનાવે છે. અત્યંત સૂમ પુદ્ગલોનો ઇન્દ્રિયો સાથે સ્પર્શ કે પ્રવેશ થતો નથી, તેથી ઇન્દ્રિયો દ્વારા તે નિર્જરાના પગલોનું જ્ઞાન થતું નથી.
દેવોની ઇન્દ્રિયો મનુષ્યોની ઇન્દ્રિયોથી વિશેષ પટુ હોય છે. તેમજ દેવો અવધિજ્ઞાની હોય છે. તેમ છતાં જે દેવોને કાર્મણવર્ગણાને જાણી શકે તેટલું અવધિજ્ઞાન ન હોય તે દેવો પણ નિર્જરાના પુદ્ગલોને જાણી શકતા નથી, વિશિષ્ટ અવધિજ્ઞાની જ તેને જાણી શકે છે.
સૂત્રકારે તેના માટે અન્યત્વ આદિ છે શબ્દોનો પ્રયોગ કર્યો છે– આનં-અન્યત્વ. આ નિર્જરાના પુદ્ગલો અમુક શ્રમણના જ છે, તેમ તેનું ભિન્નત્વ જાણવું, નાગd-એક જ શ્રમણના નિર્જરાના પુદ્ગલોની વર્ણાદિ સંબંધિત વિવિધતા જાણવી. સોમ-તેમાં ઓછાવત્તાપણું જાણવું. તુચ્છ-તેની નિઃસારતા જાણવી.