________________
૨૫૨
શ્રી પન્નવણા સૂત્ર: ભાગ-૨
પ્રવિષ્ટ–અપ્રવિષ્ટ :- સ્પષ્ટ અને પ્રવિષ્ટમાં અંતર છે, સ્પષ્ટ– સ્પર્શ શરીર પર રેતી લાગવાની જેમ હોય છે અને પ્રવિષ્ટ– પ્રવેશ. મોઢામાં કોળિયો(ગ્રાસ) જવાની જેમ છે. ઇન્દ્રિયો દ્વારા પોત પોતાના ઉપકરણેન્દ્રિયમાં પ્રવિણ વિષયને ગ્રહણ કરવા તે પ્રવિષ્ટ કહેવાય છે. જેમ કે કાનમાં પ્રવિષ્ટ-પ્રાપ્ત શબ્દોને શ્રોતેન્દ્રિય સાંભળી શકે છે. ચક્ષુરિન્દ્રિય અપ્રવિષ્ટ અસ્પષ્ટ રૂપને ગ્રહણ કરે છે. ઇન્દ્રિય વિષયના પુદ્ગલો પહેલાં ઇન્દ્રિયમાં પ્રવિષ્ટ થાય છે અને પછી તેની સાથે સ્પષ્ટ થાય છે. (૯) વિષય પરિમાણ દ્વાર:४१ सोइंदियस्स णं भंते ! केवइए विसए पण्णत्ते? गोयमा ! जहण्णेणं अंगुलस्स असंखेज्जइभागाओ, उक्कोसेणं बारसहिं जोयणेहिंतो अच्छिण्णे पोग्गले पुढे पविट्ठाई सदाइं सुणेइ । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! શ્રોતેન્દ્રિયનો વિષય કેટલો છે? અર્થાત્ કેટલે દૂરથી આવતા પુગલોને શ્રોતેન્દ્રિય ગ્રહણ કરે છે? ઉત્તર- હે ગૌતમ ! જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ બાર યોજન દૂરથી આવેલા, અવિચ્છિન્ન-વાતાદિથી નહીં ભેદાયેલા, સામર્થ્યવાળા, સ્પષ્ટ અને પ્રવિષ્ટ શબ્દોને સાંભળે છે. ४२ चक्खिदियस्सणं भंते ! केवइए विसए पण्णत्ते? गोयमा ! जहण्णेणं अंगुलस्स संखेज्जइभागाओ, उक्कोसेणं साइरेगाओ जोयणसयसहस्साओ अच्छिण्णे पोग्गले अपुढे अपविट्ठाई रूवाई पासइ । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવનું ! ચક્ષુરિન્દ્રિયનો વિષય કેટલો છે? ઉત્તર- હે ગૌતમ ! જઘન્ય અંગુલનો સંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ કંઈક અધિક એક લાખ યોજન દૂરના અવિચ્છિન્ન, અસ્પષ્ટ અને અપ્રવિષ્ટ રૂપયુક્ત પુદ્ગલોને જુએ છે. ४३ घाणिदियस्स णं भंते ! केवइए विसए पण्णत्ते ? गोयमा ! जहण्णेणं अंगुलस्स असंखेज्जइभागाओ, उक्कोसेणं णवहिं जोयणेहिंतो अच्छिण्णे पोग्गले पुढे पविट्ठाई गंधाई अग्याइ । एवं जिभिदियस्स वि फासिंदियस्स वि । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! ધ્રાણેન્દ્રિયનો વિષય કેટલો છે? ઉત્તર-હે ગૌતમ! જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ નવ યોજન દૂરથી આવેલા અવિચ્છિન્ન સ્પષ્ટ પ્રવિષ્ટ, ગંધોને અર્થાતુ ગંધ યુક્ત પુદ્ગલોને સૂંઘે છે. તેવી જ રીતે જિહેન્દ્રિય અને સ્પર્શેન્દ્રિયના વિષય-પરિમાણના સંબંધમાં પણ ઉત્કૃષ્ટ નવ યોજન જાણવું જોઈએ. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં ઇન્દ્રિયોની વિષય ગ્રહણની ક્ષમતાનું નિરૂપણ છે. ઇન્દ્રિયોનો જઘન્ય વિષય – શ્રોતેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, જિહેન્દ્રિય અને સ્પર્શેન્દ્રિય જઘન્ય અંગુલના અસંખ્યાતમા ભાગ દૂરથી પોત-પોતાના વિષયને ગ્રહણ કરે છે. કારણ કે શ્રોતેન્દ્રિય સ્પષ્ટ શબ્દને અને ધ્રાણેન્દ્રિયાદિ ત્રણે ઇન્દ્રિયો બદ્ધ સ્પષ્ટ વિષયોને ગ્રહણ કરે છે. તેથી અંગુલના અસંખ્યાતમા ભાગ દૂરથી