________________
| પંદરમું પદ : ઈન્દ્રિયઃ ઉદ્દેશક-૧
ર૫૩]
આવેલા પોત-પોતાના વિષયો ઇન્દ્રિયો સાથે સ્પષ્ટ કે બદ્ધ સ્પષ્ટ થાય ત્યારપછી તેનો બોધ થાય છે અને ચક્ષુરિન્દ્રિય જઘન્ય અંગુલના સંખ્યાતમાં ભાગ દૂરથી પોતાના વિષયને ગ્રહણ કરે છે કારણ કે અત્યંત નજીકના પદાર્થો, કાજળ, કીકી વગેરેને આંખ જોઈ શકતી નથી, પરંતુ દૂરના અસ્પષ્ટ રૂપને જ જોઈ શકે છે. ઈન્દ્રિયોનો ઉત્કૃષ્ટ વિષય:- શ્રોતેન્દ્રિય- ઉત્કૃષ્ટ બાર યોજન દૂરથી આવેલા શબ્દોને સાંભળે છે, પરંતુ તે શબ્દો, અન્ય શબ્દો કે વાયુ આદિથી વ્યાઘાત પામે તો સંભળાતા નથી. જો કોઈ પણ પ્રકારનો વ્યાઘાત ન હોય અને શબ્દના પગલો શ્રોતેન્દ્રિય સાથે સ્પષ્ટ અને નિવૃત્તિ ઇન્દ્રિયમાં પ્રવિષ્ટ થાય તો જ સંભળાય છે. બાર યોજનથી અધિક દૂરથી આવેલા શબ્દો તથા પ્રકારના પરિણામથી જ મંદ પરિણામી થઈ જાય છે તેથી શ્રોતેંદ્રિય દ્વારા તેનો બોધ થતો નથી પરંતુ ધ્વનિ વિસ્તારક યંત્રાદિની સહાયતાથી શબ્દ પ્રસારિત થાય, તો બાર યોજનથી અધિક દૂરથી પણ શબ્દ સાંભળી શકાય છે.
ચક્ષુરિન્દ્રિય ઉત્કૃષ્ટ એક લાખ યોજન દૂરના દિવાલ આદિ કોઈપણ અન્ય પદાર્થોનો વ્યાઘાત નહીં પામેલા રૂપને જોઈ શકે છે અને મણિ, ચંદ્ર, સૂર્ય જેવા સ્વયં પ્રકાશમાન પદાર્થો તેનાથી પણ અધિક દૂરથી જોઈ શકાય છે.
ધ્રાણેન્દ્રિય, જિહેન્દ્રિય અને સ્પર્શેન્દ્રિય ઉત્કૃષ્ટ નવ યોજન દૂરના, અન્ય દ્રવ્યો દ્વારા વ્યાઘાત નહીં પામેલા ક્રમશઃ ગંધ, રસ અને સ્પર્શના પુગલોને ગ્રહણ કરે છે. ગંધ યોગ્ય પુદ્ગલો અત્યંત સૂક્ષ્મ છે તેમજ તેમાં અન્ય દ્રવ્યને વાસિત કરવાની શક્તિ હોય છે, તેથી ગંધ દ્રવ્ય અન્ય પુગલોને ગંધથી વાસિત કરે છે.
આ રીતે વાસિત દ્રવ્યોની અપેક્ષાએ નવ યોજન દૂરના લગભગ ૪૦૦-૫00 યોજન દૂરથી આવેલા ગંધ દ્રવ્યો ગ્રહણ થાય છે. રસ અને સ્પર્શના પુદ્ગલોમાં અન્ય દ્રવ્યોને વાસિત કરવાની શક્તિ હોતી નથી. તેથી જિહેન્દ્રિય અને સ્પર્શેન્દ્રિય ઉત્કૃષ્ટ નવ યોજન દૂરથી જ પોતાના વિષયને ગ્રહણ કરી શકે છે.
ઇન્દ્રિયોની વિષય ગ્રહણની ઉત્કૃષ્ટ ક્ષમતાનું ઉપરોક્ત કથન સંજ્ઞી પંચેન્દ્રિય જીવોની અપેક્ષાએ છે. એકેન્દ્રિયાદિ જીવોની ઉત્કૃષ્ટ ક્ષમતા અલ્પ હોય છે. સૂત્રકારે તેમજ ટીકાકારે તેનું કથન કર્યું નથી પરંતુ હસ્તલિખિત ટબ્બામાં એકેન્દ્રિયાદિ જીવોની વિષય ગ્રહણ શક્તિનું વર્ણન પ્રાપ્ત થાય છે. તેના આધારે થોકડામાં તે વિષય પ્રચલિત છે. એકેન્દ્રિયથી પંચેન્દ્રિય જીવોની વિષય ગ્રહણ શક્તિ :જીવ પ્રકાર | સ્પર્શેન્દ્રિય | જિન્દ્રિય ધ્રાણેન્દ્રિય | ચક્ષુરિન્દ્રિય | શ્રોતેન્દ્રિય વિષય વિષય
વિષય વિષય એકેન્દ્રિય ૪૦૦ ધનુષ બેઇન્દ્રિય ૮૦૦ ધનુષ
૬૪ ધનુષ તે ઇન્દ્રિય | ૧00 ધનુષ | ૧૨૮ ધનુષ | ૧૦૦ ધનુષ ચૌરેન્દ્રિય | ૩૨૦૦ ધનુષ
| ૨૫૬ધનુષ ૨૦૦ ધનુષ | ર૯૫૪ ધનુષ અસંજ્ઞી પંચેન્દ્રિય ૪00 ધનુષ | પ૧ર ધનુષ ૪૦૦ ધનુષ | પ૯૦૮ ધનુષ | ૧યોજન સંજ્ઞી પંચેન્દ્રિય | ૯ યોજન | ૯ યોજન | ૯ યોજન એક લાખ યોજન| ૧૨ યોજન
વિષય