________________
'પંદર પદઃ ઇકિય : ઉદ્દેશક-૧
[ ૨૫૧ |
છે. (૧) સરને રૂતિ સાઃ I શરીર પર રેતી લાગવાની જેમ વિષયોનો ઇન્દ્રિય સાથે સ્પર્શ માત્ર થાય તો તેને સ્પષ્ટ કહે છે. (૨) બહ-સ્પષ્ટ- ઇન્દ્રિય વિષયોનું આત્મપ્રદેશો સાથે એકમેક થઈ જવું. વિષયોનો ઇન્દ્રિયો સાથે ગાઢ સ્પર્શ થાય તો તેને બદ્ધસ્પષ્ટ કહે છે. અસ્કૃષ્ટ વિષયોનો ઇન્દ્રિય સાથે સ્પર્શ ન થાય, ઇન્દ્રિય દૂર રહેલા વિષયને ગ્રહણ કરે, તેને અસ્પષ્ટ કહે છે.
ઇન્દ્રિયોની વિષયને ગ્રહણ કરવાની પટુતા કે મંદતા તેમજ ગ્રાહ્ય વિષયોના પુદ્ગલોની સ્થૂળતા કે સુમતાના આધારે ઇન્દ્રિયોની વિષય ગ્રહણની પદ્ધતિ નિશ્ચિત થાય છે. જેમ કે– શ્રોતેન્દ્રિય પોતાના વિષયને ગ્રહણ કરવામાં પટું છે. તેમજ શ્રોતેન્દ્રિયને ગ્રાહ્ય શબ્દના પુગલો અત્યંત સૂક્ષ્મ છે. તેમજ સૂક્ષ્મ પુદ્ગલો અન્ય પુદ્ગલોને પણ વાસિત કરે છે, તેથી તે પગલોની પણ પ્રચંતા થઈ જાય છે. તેથી શ્રોતેન્દ્રિયની નિવૃતિ ઇન્દ્રિય શબ્દના પુલોનો સ્પર્શ માત્ર કરે ત્યાં જ તેની ઉપકરણ ઇન્દ્રિય શીઘ્રતાથી તે પુગલોને ગ્રહણ કરી લે છે અને ત્યાર પછી તેની ભાવેન્દ્રિયથી શબ્દનો બોધ થાય છે.
ચક્ષુરિન્દ્રિય પોતાના વિષયને ગ્રહણ કરવામાં અત્યંત પટુ છે અને રૂપના પુદ્ગલોનો સ્પર્શ કર્યા વિના જ રૂપને જાણે છે, તેથી તે અપ્રાપ્યકારી કહેવાય છે. ચક્ષુરિન્દ્રિય પ્રાપ્ત વિષયોને અર્થાતુ આંખ સાથે સંયોગ પામેલા પુદ્ગલોને જોઈ શકતી નથી. જેમ કે આંખમાં આંજેલા કાજળને આંખ જોઈ શકતી નથી પરંતુ આંખ સાથે સંયોગ પામેલા ન હોય તેવા દૂર રહેલા અસ્પષ્ટ પદાર્થોને ચક્ષુરિન્દ્રિય જોઈ શકે છે.
ધ્રાણેન્દ્રિય, જિહેન્દ્રિય અને સ્પર્શેન્દ્રિય પોત-પોતાના વિષયને ગ્રહણ કરવામાં મંદ છે. તેમજ ગંધ, રસ તથા સ્પર્શ યોગ્ય પગલો પણ સ્થૂળ હોય છે, તેથી તે પુગલોનો નિવૃતિ ઇન્દ્રિયો સાથે ગાઢ સ્પર્શ થાય ત્યારે જ તે વિષયોનો બોધ કરી શકે છે. આ રીતે શ્રોતેન્દ્રિય સ્પષ્ટ શબ્દને, ચક્ષુરિન્દ્રિય અસ્કૃષ્ટ રૂપને, ઘ્રાણેન્દ્રિય, જિલૅન્દ્રિય, સ્પર્શેન્દ્રિય ક્રમશઃ બદ્ધસ્કૃષ્ટ ગંધ, રસ અને સ્પર્શને ગ્રહણ કરે છે
શ્રી નંદીસૂત્રમાં એક ગાથામાં ઉપરોક્ત વિષયને સ્પષ્ટ કર્યો છે. पुढं सुणेइ सई, रूवं पुण पासइ अपुढे तु । गंधं रसं च फासं च, बद्धपुढे वियागरे ॥
સ્પર્શ પામેલો શબ્દ સંભળાય છે, સ્પર્શ નહીં પામેલું (અસ્પષ્ટ)રૂપ દેખાય છે અને બદ્ધસ્કૃષ્ટ ગંધ, રસ અને સ્પર્શનો બોધ થાય છે. (૮) પ્રવિષ્ટ દ્વાર:|४० पविट्ठाई भंते ! सदाई सुणेइ ? अपविट्ठाई सद्दाई सुणेइ ? गोयमा ! पविट्ठाई सद्दाई सुणेइ, णो अपविट्ठाई सद्दाई सुणेइ । एवं जहा पुट्ठाणि तहा पविट्ठाणि वि । ભાવાર્થ-પ્રશ્ન- હે ભગવન્! શ્રોતેન્દ્રિય પ્રવિષ્ટ શબ્દોને સાંભળે છે કે અપ્રવિષ્ટ શબ્દોને સાંભળે છે? ઉત્તર- હે ગૌતમ! પ્રવિષ્ટ શબ્દોને સાંભળે છે, અપ્રવિષ્ટ શબ્દોને સાંભળતી નથી. જે રીતે સ્પષ્ટના વિષયમાં કહ્યું છે, તે જ રીતે પ્રવિષ્ટના વિષયમાં પણ કહેવું જોઈએ. વિવેચન :
સ્પષ્ટ–અસ્પષ્ટના કથન પછી પ્રસ્તુત સૂત્રમાં પ્રવિષ્ટ-અપ્રવિષ્ટ દ્વારથી ઇન્દ્રિયના વિષય ગ્રહણની પદ્ધતિને સ્પષ્ટ કરી છે.