________________
| પંદરમું પદઃ ઇન્દ્રિયઃ ઉદ્દેશક-૧
| ૨૪૯ ]
સર્વથી અલ્પ હોય છે અને ચૌરેન્દ્રિય જીવોની ચક્ષુરિન્દ્રિયની અવાગતના સર્વથી અલ્પ હોય છે. શેષ કથન પૂર્વવત્ જાણવું. |३५ पंचिंदियतिरिक्खजोणियाणं मणूसाणंच जहा णेरइयाणं । णवरं फासिदिए छव्विहસંડાસંદિપ પત્ત, તેના- સમવડર, બપોર પરિમલ, સરિ, , વાસ, હું ભાવાર્થ - પંચેન્દ્રિય તિર્યંચો અને મનુષ્યોની ઇન્દ્રિય સંસ્થાનાદિ વક્તવ્યતા નારકીની ઇન્દ્રિય-સંસ્થાનાદિ સંબધી વક્તાવ્યતાનુસાર જાણવી જોઈએ. વિશેષતા એ છે કે તેઓની સ્પર્શેન્દ્રિય છ સંસ્થાનયુક્ત હોય છે. તે આ પ્રમાણે છે– (૧) સમચતુરસ (૨) ન્યગ્રોધ પરિમંડળ (૩) સાદિ (૪) કુન્જ (૫) વામન અને (૬) હુંડ. ३६ वाणमंत-जोइसिय-वेमाणियाणं जहा असुरकुमाराणं । ભાવાર્થ - વાણવ્યંતર, જ્યોતિષ્ક અને વૈમાનિક દેવોની ઇન્દ્રિય-સંસ્થાનાદિની વક્તવ્યતા અસુરકુમારોની જેમ જાણવી જોઈએ. વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રોમાં ૨૪ દંડકવર્તી જીવોની ઇન્દ્રિયોના સંસ્થાન, બાહલ્ય-જાડાઈ, પૃથુત્વ-વિશાળ તા, પ્રદેશ, અવગાહના, અને અલ્પબદુત્વ સંબંધી પ્રરૂપણા છે. જે વિષયો પ્રાયઃ ભાવાર્થથી સ્પષ્ટ છે.
પ્રત્યેક જીવોની સ્પર્શેન્દ્રિય પોત-પોતાના શરીર પ્રમાણ હોય છે, તેથી તે જીવના શરીરના સંસ્થાન પ્રમાણે તેની સ્પર્શેન્દ્રિયનું સંસ્થાન હોય છે. ૨૪ દંડકમાં સ્પર્શેન્દ્રિયના સંસ્થાન– નૈરયિકોને અશુભ કર્મના ઉદયે ભવધારણીય અને ઉત્તર વૈક્રિય બંને પ્રકારના શરીરનું હુંડ સંસ્થાન હોય છે, તેથી તેની સ્પર્શેન્દ્રિયનું હુંડ સંસ્થાન છે.
દેવોને શુભ કર્મોના ઉદયે ભવધારણીય શરીરનું સમચતુરસ સંસ્થાન હોય છે, તેથી તેની સ્પર્શેન્દ્રિયનું સમચરસ સંસ્થાન હોય છે. દેવો વૈક્રિય લબ્ધિથી પોતાની ઇચ્છા અનુસાર વિવિધ રૂપો બનાવી શકે છે, તેથી તેના ઉત્તર વૈક્રિય શરીરની સ્પર્શેન્દ્રિય, શરીર અનુસાર વિવિધ સંસ્થાનવાળી હોય છે.
પાંચ સ્થાવર જીવોનું શરીર હંડ સંસ્થાનવાળું હોય છે. તેમ છતાં પ્રસ્તુત સૂત્રોમાં તેના વિશિષ્ટ આકારોનું સ્પષ્ટીકરણ કર્યું છે. યથા– પૃથ્વીકાયનું સંસ્થાન મસૂરદાળ સમાન, અપ્લાયનું સંસ્થાન જલબિંદુ સમાન, તેઉકાયનું સંસ્થાન સૂચિકલાપ(સોયના જથ્થા) સમાન, વાઉકાયનું સંસ્થાન ધ્વજાપતાકા સમાન છે. આ શરીરના આકારો સમાન જ સ્પર્શેન્દ્રિયોનો આકાર હોય છે. વિકલેન્દ્રિય જીવોની સ્પર્શેન્દ્રિયનું હુંડ સંસ્થાન છે.
તિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્યોની સ્પર્શેન્દ્રિય, છ સંસ્થાનમાંથી કોઈ પણ સંસ્થાનવાળી હોય છે. આ રીતે જે જીવોને જે શરીર-સંસ્થાન હોય, તે પ્રમાણે જ તેની સ્પર્શેન્દ્રિયનું સંસ્થાન હોય છે. ૨૪ દંડકના જીવોની સ્પર્શેન્દ્રિયના(શરીરના) સંસ્થાન :જીવ પ્રકાર
સ્પર્શેવિય–સંસ્થાન નારકી
ભવધારણીય હુંડ-અશુભ, ઉત્તર વૈક્રિય હુંડ ભવનપતિ, વ્યંતર, જ્યોતિષી, વૈમાનિક દેવો ભવધારણીય-સમચતુરા, ઉત્તર વૈક્રિય-ઇચ્છા પ્રમાણે વિવિધ પૃથ્વીકાય
| મસુર દાળ