SearchBrowseAboutContactDonate
Page Preview
Page 300
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી પશવણા સૂત્ર : ભાગ-૨ ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! પૃથ્વીકાયિકોને કેટલી ઇન્દ્રિયો હોય છે ? ઉત્તર– હે ગૌતમ ! એક સ્પર્શેન્દ્રિય જ હોય છે. ૨૪૬ २ २ पुढविकाइयाणं भंते ! फासिंदिए किं संठिए पण्णत्ते ? गोयमा ! मसूरचंदसंठाणसंठिए પળત્તે । ભાવાર્થ :- પ્રશ્ન− હે ભગવન્ ! પૃથ્વીકાયિકોની સ્પર્શેન્દ્રિયનો આકાર કેવો હોય છે ? ઉત્તર– હે ગૌતમ! તેઓનો આકાર મસૂર દાળની સમાન હોય છે. | २३ | पुढविकाइयाणं भंते ! फासिंदिए केवइयं बाहल्लेण पण्णत्ते ? गोयमा ! अंगुलस्स असंखेज्जइभागं बाहल्लेण पण्णत्ते । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! પૃથ્વીકાયિકોની સ્પર્શેન્દ્રિયની જાડાઈ કેટલી છે ? ઉત્તર– હે ગૌતમ ! તેની જાડાઈ અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણ હોય છે | २४ पुढविकाइयाणं भंते ! फासिंदिए केवइयं पोहत्तेण पण्णत्ते ? गोयमा ! सरीरपमाणमेत्ते पोहत्तेणं पण्णत्ते । ભાવાર્થ :- પ્રશ્ન− હે ભગવન્ ! પૃથ્વીકાયિકોની સ્પર્શેન્દ્રિયનો વિસ્તાર કેટલો હોય છે ? ઉત્તર- હે ગૌતમ ! તેનો વિસ્તાર શરીર પ્રમાણ હોય છે. | २५ पुढविकाइयाणं भंते ! फासिंदिए कइपएसिए पण्णत्ते ? गोयमा ! अणतपएसिए વળત્તે । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! પૃથ્વીકાયિકોની સ્પર્શેન્દ્રિયના કેટલા પ્રદેશો હોય છે ? ઉત્તર– હે ગૌતમ! અનંત પ્રદેશો હોય છે. २६ पुढविकाइयाणं भंते ! फासिंदिए कइपएसोगाढे पण्णत्ते ? गोयमा ! असंखेज्जपए सोगाढे पण्णत्ते ? ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! પૃથ્વીકાયિકોની સ્પર્શેન્દ્રિય કેટલા પ્રદેશાવગાઢ છે ? ઉત્તર- હે ગૌતમ! અસંખ્યાત પ્રદેશાવગાઢ છે. २७ एएसि णं भंते ! पुढविकाइयाणं फासिंदियस्स ओगाहण-परसट्टयाए कयरे कयरेहिंतो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा ? गोयमा ! सव्वत्थोवे पुढ विकाइयाणं फासिंदियस्स ओगाहणट्टयाए, से चेव परसट्टयाए अनंतगुणे । ભાવાર્થ :- પ્રશ્ન− હે ભગવન્ ! પૃથ્વીકાયિકોની સ્પર્શેન્દ્રિય, અવગાહના અને પ્રદેશોની અપેક્ષાએ કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે ? ઉત્તર- હે ગૌતમ ! પૃથ્વીકાયિકોની સ્પર્શેન્દ્રિય, અવગાહનાની અપેક્ષાએ સર્વથી અલ્પ છે અને તેનાથી પ્રદેશોની અપેક્ષાએ અનંતગુણી અધિક છે. | २८ पुढविकाइयाणं भंते ! फासिंदियस्स केवइया कक्खडगरुयगुणा पण्णत्ता ? गोयमा ! अणंता । एवं मउयलहुयगुणा वि ।
SR No.008773
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorSudhabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages580
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_pragyapana
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy