________________
પંદર પદઃ ઇન્દ્રિય ઉદ્દેશક-૧
[ ૨૪૫ ]
ચોવીસ દંડકોમાં ઇન્દ્રિયો તથા સંસ્થાન આદિ - |१८ णेरइयाणं भंते ! कइ इंदिया पण्णत्ता? गोयमा ! पंच इंदिया पण्णत्ता, तं जहासोइंदिए जाव फासिंदिए । ભાવાર્થ :- પ્રશ્ન–હે ભગવન્!નૈરયિકોને કેટલી ઇન્દ્રિયો હોય છે? ઉત્તર– હે ગૌતમ!મૈરયિકોને પાંચ ઇન્દ્રિયો હોય છે, તે આ પ્રમાણે છે– શ્રોતેન્દ્રિય યાવત સ્પર્શેન્દ્રિય. १९ णेरइयाणं भंते ! सोइदिए किं संठिए पण्णत्ते ? गोयमा ! कलंबुयासंठाणसंठिए पण्णत्ते । एवं जहेव ओहियाणं वत्तवया भणिया तहेव णेरइयाणं पि जाव अप्पाबहुयाणि दोण्णि वि, णवरं णेरइयाणं भंते ! फासिदिए किसंठिए पण्णत्ते?
___ गोयमा ! दुविहे पण्णत्ते, तं जहा- भवधारणिज्जे य उत्तरवेउव्विए य, तत्थणं जे से भवधारणिज्जे से णं हुंडसंठाणसंठिए पण्णत्ते, तत्थ णं जे से उत्तरवेउव्विए से वि तहेव। सेसं तं चेव । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! નરયિકોની શ્રોતેન્દ્રિયનો આકાર કેવો હોય છે? - ઉત્તર- હે ગૌતમ ! નૈરયિકોની શ્રોતેન્દ્રિય કદંબ પુષ્પના આકારની હોય છે. જે રીતે સમુચ્ચય પંચેન્દ્રિય જીવોની ઇન્દ્રિય સંબંધી વક્તવ્યતા કહી છે, તે જ રીતે નારકીની ઇન્દ્રિયોના સંસ્થાન, જાડાઈ, લંબાઈ, કતિપ્રદેશ, અવગાઢ અને અલ્પબદુત્વ આ છ દ્વારોની પણ વક્તવ્યતા છે. વિશેષતા એ છે કે નરયિકોની સ્પર્શેન્દ્રિય કયા આકારની છે? હે ગૌતમ! નારકોની સ્પર્શેન્દ્રિય બે પ્રકારની છે– ભવધારણીય અને ઉત્તરવૈક્રિય. તેમાંથી ભવધારણીય સ્પર્શેન્દ્રિયનું હુંડ સંસ્થાન અને ઉત્તરક્રિય સ્પર્શેન્દ્રિયનું પણ હુંડા સંસ્થાન છે. શેષ પૂર્વવત્ જાણવું જોઈએ. २० असुरकुमाराणं भंते ! कइ इंदिया पण्णता ? ___ गोयमा ! पंच इंदिया पण्णत्ता । एवं जहा ओहियाणं जाव अप्पाबहुयाणि दोण्णि वि। णवरं फासिदिए दुविहे पण्णत्ते, तं जहा- भवधारणिज्जे य उत्तरवेउव्विए य । तत्थ णंजे से भवधारणिज्जे सेणं समचउरंस संठाणसंठिए पण्णत्ते। तत्थणंजे से उत्तरवेउव्विए से णं णाणा-संठाणसंठिए पण्णत्ते। सेसं तं चेव। एवं जाव थणियकुमाराणं । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! અસુરકુમારોની ઇન્દ્રિયો કેટલી કહી છે?
ઉત્તરગૌતમ! પાંચ ઇન્દ્રિય હોય છે. જે રીતે સમુચ્ચય પંચેન્દ્રિય જીવોની ઇન્દ્રિયો સંબંધી વક્તવ્યતા કહી છે, તે જ રીતે અસુરકુમારોની ઇન્દ્રિય સંબંધી વક્તવ્યતા છે. વિશેષતા એ છે કે અસુરકુમારોની
સ્પર્શેન્દ્રિય બે પ્રકારની છે– ભવધારણીય અને ઉત્તરવૈક્રિય. તેમાં ભવધારણીય સ્પર્શેન્દ્રિયનું સમચતુરસ સંસ્થાન અને ઉત્તરવૈક્રિય સ્પર્શેન્દ્રિયનું વિવિધ પ્રકારનું સંસ્થાન હોય છે. આ જ રીતે નાગકુમારથી સ્વનિતકુમાર સુધીના દેવોની ઇન્દ્રિય સંબંધી વક્તવ્યતા જાણવી જોઈએ. २१ पुढविकाइयाणं भंते ! कइ इंदिया पण्णत्ता? गोयमा ! एगे फासिंदिए पण्णत्ते ।