________________
6.
| પંદરમું પદઃ ઇન્દ્રિયઃ ઉદ્દેશક-૧
[ ૨૪૧ ] ओगाहणट्ठयाए संखेज्जगुणे, जिभिदिए ओगाहणट्ठयाए असंखेज्जगुणे, फासिदिए ओगाहणट्ठयाए संखेज्जगुणे, फासिंदियस्स ओगाहणट्ठयाएहिंतो चक्खिदिए पएसट्ठयाए अणंतगुणे, सोइदिए पएसट्टयाए संखेज्जगुणे, घाणिदिए पएसट्टयाए संखेज्जगुणे, जिभिदिए पएसट्ठयाए असंखेज्जगुणे, फासिंदिए पएसट्टयाए संखेज्जगुणे। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! શ્રોતેન્દ્રિય, ચક્ષુરિન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, જિહેન્દ્રિય અને સ્પર્શેન્દ્રિયમાંથી અવગાહનાની અપેક્ષાએ, પ્રદેશોની અપેક્ષાએ તથા અવગાહના અને પ્રદેશોની અપેક્ષાએ કોણ કોનાથી, અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે?
ઉત્તર- હે ગૌતમ ! અવગાહનાની અપેક્ષાએ- સર્વથી અલ્પ ચરિન્દ્રિય છે, તેનાથી શ્રોતેન્દ્રિય અવગાહનાની અપેક્ષાએ સંખ્યાત ગુણી છે, તેનાથી ધ્રાણેન્દ્રિય અવગાહનાની અપેક્ષાએ સંખ્યાતગુણી છે, તેનાથી જિહેન્દ્રિય અવગાહનાની અપેક્ષાએ અસંખ્યાતગુણી છે, તેનાથી સ્પર્શેન્દ્રિય અવગાહનાની અપેક્ષાએ સંખ્યાતગુણી છે. પ્રદેશોની અપેક્ષાએ- સર્વથી થોડા ચક્ષુરિન્દ્રિયના પ્રદેશો છે, તેનાથી શ્રોતેંદ્રિયના પ્રદેશો સંખ્યાતણા છે, તેનાથી ધ્રાણેન્દ્રિયના પ્રદેશો સંખ્યાતગુણા છે, તેનાથી જિલૅન્દ્રિયના પ્રદેશો અસંખ્યાતગુણા છે, તેનાથી સ્પર્શેન્દ્રિયના પ્રદેશો સંખ્યાતગુણા છે. અવગાહના અને પ્રદેશોની અપેક્ષાએ- સર્વથી અલ્પ અવગાહનાની દષ્ટિએ ચક્ષુરિન્દ્રિય, તેનાથી શ્રોતેન્દ્રિય અવગાહનાની દષ્ટિએ સંખ્યાતગુણી છે, તેનાથી ધ્રાણેન્દ્રિય અવગાહનાની દષ્ટિએ સંખ્યાતગુણી છે, તેનાથી જિહવેન્દ્રિય અવગાહનાની દષ્ટિએ અસંખ્યાત ગુણી છે, તેનાથી સ્પર્શેન્દ્રિય અવગાહનાની દષ્ટિએ સંખ્યાતગુણી છે. તેનાથી ચક્ષુરિન્દ્રિય પ્રદેશોની અપેક્ષાએ અનંતગુણી છે, તેનાથી શ્રોતેન્દ્રિય પ્રદેશોની અપેક્ષાએ સંખ્યાતગુણી છે. તેનાથી ધ્રાણેન્દ્રિય પ્રદેશોની અપેક્ષાએ સંખ્યાતગ્રણી છે, તેનાથી જિહેન્દ્રિય પ્રદેશોની અપેક્ષાએ અસંખ્યાતગુણી છે, તેનાથી સ્પર્શેન્દ્રિય પ્રદેશોની અપેક્ષાએ સંખ્યાતગુણી છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં ઇન્દ્રિયોની અવગાહના સંબંધી, અલ્પબદુત્વનું પ્રતિપાદન છે. ઇન્દ્રિયોની જાડાઈ અને વિસ્તાર અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણ હોવા છતાં અસંખ્યાતમા ભાગના અસંખ્યાત ભેદ હોવાથી તેમાં તરતમતા-અલ્પબદુત્વ થઈ શકે છે. (૧) સર્વથી થોડી ચરિદ્રિયની અવગાહના છે, તે સર્વથી અલ્પ આકાશ પ્રદેશોમાં અવગાઢ હોય છે. (૨) તેનાથી શ્રોતેન્દ્રિયની અવગાહના સંખ્યાતણી છે, કારણ કે ચક્ષુરિન્દ્રિયની અપેક્ષાએ સંખ્યાતગુણા અધિક આકાશ પ્રદેશોમાં અવગાઢ હોય છે. (૩) તેનાથી ઘાણેન્દ્રિયની અવગાહના સંખ્યાતગુણી છે કારણ કે તે શ્રોતેન્દ્રિયથી સંખ્યાતગુણા અધિક આકાશપ્રદેશોમાં અવગાઢ હોય છે. (૪) તેનાથી જિહેન્દ્રિયની અવગાહના અસંખ્યાતગુણી છે કારણ કે જિહેન્દ્રિયનો વિસ્તાર–લંબાઈ અનેક અંગુલ પ્રમાણ છે. ચક્ષુ આદિ ત્રણે ઇન્દ્રિયો અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણ છે, તેથી જિલૅન્દ્રિયની અવગાહના તેનાથી અસંખ્યાતગુણી થઈ જાય છે. (૫) તેનાથી સ્પર્શેન્દ્રિયની અવગાહના સંખ્યાતગુણી છે, કારણ કે તે શરીર પ્રમાણ છે અને કોઈ પણ જીવની