________________
પંદરમું પદ ઃ ઇન્દ્રિય ઃ ઉદ્દેશક-૧
આત્મપ્રદેશોથી થાય છે. વેદન કરવું તે સ્પર્શેન્દ્રિયનો નહીં પરંતુ આત્માનો સ્વભાવ છે. સ્પર્શેન્દ્રિયનો વિષય શીત-ઉષ્ણ આદિ સ્પર્શનું જ્ઞાન કરવાનો છે.
૨૩૯
(૩) પૃથુત્વ દ્વાર :
९ सोइदिए णं भंते ! केवइयं पोहत्तेणं पण्णत्ते ? गोयमा ! अंगुलस्स असंखेज्जइ भागं पोहत्तेणं पण्णत्ते । एवं चक्खिदिए वि घाणिदिए वि ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! શ્રોતેન્દ્રિય કેટલી પૃથુ-વિશાળ છે ? ઉત્તર- હે ગૌતમ ! શ્રોતેન્દ્રિય અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણ વિસ્તારવાળી છે. આ જ રીતે ચક્ષુરિન્દ્રિય અને ઘ્રાણેંદ્રિય પણ અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણ છે.
१० जिब्भिणिं भंते ! केवइयं पोहत्तेणं पण्णत्ते ? गोयमा ! अंगुलपुहत्तं पोहत्तेणं पण्णत्ते ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! જિલ્લેન્દ્રિય કેટલા વિસ્તારવાળી છે ? ઉત્તર− હે ગૌતમ ! જિàન્દ્રિય અનેક અંગુલ વિસ્તૃત છે.
११ फासिंदिणं भंते ! केवइयं पोहत्तेणं पण्णत्ते ? गोयमा ! सरीरपमाणमेत्ते पोहत्तेणं વળત્તે ।
પ્રશ્ન- હે ભગવન્ ! સ્પર્શેન્દ્રિય કેટલી વિશાળ છે ? ઉત્તર- હે ગૌતમ ! સ્પશેન્દ્રિય શરીર પ્રમાણ પૃથુ (વિસ્તૃત) છે.
વિવેચનઃ
પૂર્વ સૂત્રમાં બાહલ્ય શબ્દથી જાડાઈનું કથન છે અને પ્રસ્તુત સૂત્રોમાં પોન્ન શબ્દથી ઇન્દ્રિયોના પૃથુત્વ–વિસ્તારનું(લંબાઈનું) પ્રતિપાદન છે. તેમાં શ્રોતેન્દ્રિય, ચક્ષુરિન્દ્રિય, ઘ્રાણેન્દ્રિયનો વિસ્તાર અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણ અને રસનેન્દ્રિયનો વિસ્તાર અનેક અંગુલ પ્રમાણ છે. અહીં અંગુલથી આત્માંગુલ સમજવું. સ્પર્શેન્દ્રિય પોતપોતાના શરીર પ્રમાણ હોય છે.
શ્રી અનુયોગદ્વાર સૂત્રમાં ત્રણ પ્રકારના અંગુલનું કથન છે. (૧) આત્માગુલ– દરેક મનુષ્યની પોતાના અંગુલની પહોળાઈને આત્માંગુલ કહે છે. કાલના પરિવર્તન પ્રમાણે તેમાં પરિવર્તન થયા કરે છે. (૨) ઉત્સેઘાંગુલ–પરમાણુ, ત્રસરેણુ, રથરેણુ, વાલાગ્ર, લીખ, જૂ અને જવ. તે ક્રમશઃ ઉત્તરોત્તર આઠ-આઠ ગુણા થાય છે. તેવા આઠ જવના મધ્યભાગ પ્રમાણ એક ઉત્સેઘાંગુલ છે. ઉત્સેઘાંગુલનું માપ નિશ્ચિત હોય છે. (૩) પ્રમાણાંગુલ– ઉત્સેઘાંગુલથી હજાર ગુણા અધિક માપને પ્રમાણાંગુલ કહે છે. ઉત્સેઘાંગુલનું માપ નિશ્ચિત હોવાથી પ્રમાણાંગુલનું માપ પણ નિશ્ચિત થાય છે.
પ્રસ્તુત પાઠમાં ચાર ઇન્દ્રિય માટે પ્રયુક્ત અંગુલ આત્માંગુલ છે એટલે ચારે ય ઇન્દ્રિયોનું સૂત્રોક્ત પ્રમાણ પોતપોતાના અંગુલના માપથી સમજવું. આ રીતે શ્રોતેન્દ્રિયાદિ ત્રણ ઇન્દ્રિયો પોતાના અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણ હોય છે. રસનેન્દ્રિય પોતાના અંગુલથી અનેક અંગુલ પ્રમાણ હોય છે. સ્પર્શેન્દ્રિય માટે અંગુલ શબ્દપ્રયોગ નથી, તેથી તેને પોતાના શરીર પ્રમાણ સહજ સમજી શકાય છે. શરીરની