________________
શ્રી પન્નવણા સૂત્ર : ભાગ-૨
४ चक्खिंदिए णं भंते ! किसंठिए पण्णत्ते ? गोयमा ! मसूरचंदसंठाणसंठिए पण्णत्ते। ભાવાર્થ:- પ્રશ્ન− હે ભગવન્ ! ચક્ષુરિન્દ્રિયનો આકાર કેવો છે ? ઉત્તર– હે ગૌતમ ! ચક્ષુરિન્દ્રિયનો આકાર મસૂરની દાળ જેવો છે.
♦ વાળિવિ ખં ભંતે! િસર્િ પળત્તે ? ગોયમા ! અમુત્તત્ત્વવસંતાળ િવળત્તે । ભાવાર્થ :પ્રશ્ન- હે ભગવન્ ! ઘ્રાણેન્દ્રિયનો આકાર કેવો છે ? ઉત્તર- હે ગૌતમ ! ઘ્રાણેન્દ્રિયનો આકાર અર્ધ મુક્તાફળ જેવો છે.
६ जिब्भिंदिए णं भंते ! किं संठिए पण्णत्ते ? गोयमा ! खुरप्पसंठाणसंठिए पण्णत्ते । પ્રશ્ન- હે ભગવન્ ! જિલ્લેન્દ્રિયનો આકાર કેવો છે ? ઉત્તર- હે ગૌતમ ! જિàન્દ્રિયનો આકાર અસ્ત્રા જેવો છે
ભાવાર્થ :
७ फासिंदिए णं भंते ! किं संठिए पण्णत्ते ? गोयमा ! णाणासंठाणसंठिए पण्णत्ते । ભાવાર્થ :પ્રશ્ન—– હે ભગવન્ ! સ્પર્શેન્દ્રિયનો આકાર કેવો છે ? ઉત્તર- હે ગૌતમ ! સ્પર્શેન્દ્રિયનો આકાર અનેક પ્રકારનો છે.
વિવેચનઃ
૨૩૮
પ્રસ્તુત સૂત્રોમાં પાંચ ઇન્દ્રિયોનાં સંસ્થાનનું નિરૂપણ છે. તે ભાવાર્થથી સ્પષ્ટ છે. તેમાં ચક્ષુરિન્દ્રિયનું સંસ્થાન મસૂરની દાળ સમાન અર્ધ ગોળ છે અને ઘ્રાણેન્દ્રિયનું સંસ્થાન શ્રેષ્ઠ અર્ધ મુક્તાફળ સમાન અર્ધગોળ છે. અખંડ મસૂરમાં ગોળાઈથી જાડાઈ અલ્પ હોય છે જ્યારે શ્રેષ્ઠ મુક્તાફળમાં ગોળાઈ અને જાડાઈ સમપરિણામમાં હોય છે. પ્રસ્તુતમાં ચંદ્ર શબ્દ અર્ધ ખંડ માટે પ્રયુક્ત છે.
(ર) બાહલ્સ દ્વારઃ
८ सोइदिए णं भंते ! केवइयं बाहल्लेणं पण्णत्ते ? गोयमा ! अंगुलस्स असंखेज्जइभागं बाहल्लेणं पण्णत्ते । एवं जाव फार्सिदिए ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! શ્રોતેન્દ્રિયની જાડાઈ કેટલી છે ? ઉત્તર- હે ગૌતમ ! શ્રોતેંદ્રિયની જાડાઈ અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણ છે. આ જ રીતે ચક્ષુરિન્દ્રિય યાવત્ સ્પર્શેન્દ્રિયની જાડાઈના વિષયમાં જાણવું જોઈએ.
વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રોમાં પાંચ ઇન્દ્રિયોની જાડાઈનું નિરૂપણ છે.
જાડાઈની અપેક્ષાએ બધી ઇન્દ્રિયો અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણ છે. આંખ, કાન આદિ ઇન્દ્રિયો શરીરના એક એક નિશ્ચિત સ્થાને જ હોય છે પરંતુ સ્પર્શેન્દ્રિય સમગ્ર શરીરમાં વ્યાપ્ત છે અને સર્વત્ર તેની જાડાઈ અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણ છે; તેથી જ સર્વત્ર શીત આદિ સ્પર્શનો અનુભવ થાય છે.
તલવાર આદિ શસ્ત્રનો ઘા લાગવાથી જે વેદન થાય છે તે વેદન સ્પર્શેન્દ્રિયથી નહીં પરંતુ સમગ્ર