________________
| પંદરમું પદ : ઇન્દ્રિયઃ ઉદ્દેશક-૧
| ૨૩૭ ]
હાર- દ્વીપ અને સમુદ્રની ધર્માસ્તિકાયાદિ દ્રવ્યો સાથે સ્પર્શના વિષયક વર્ણન. (ર૩) લોક દ્વાર (૨૪) અલોક દ્વાર– લોક-અલોક ની ધર્માસ્તિકાયાદિ દ્રવ્યો સાથે થતી સ્પર્શના સંબંધી પ્રરૂપણા. ઇન્દ્રિયોના પ્રકાર:| २ कइ णं भंते ! इंदिया पण्णत्ता ? गोयमा ! पंच इंदिया पण्णत्ता, तं जहा- सोइदिए, चक्खिदिए, घाणिदिए, जिभिदिए, फासिंदिए । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! ઇન્દ્રિયો કેટલી છે? ઉત્તર- હે ગૌતમ ! ઇન્દ્રિયો પાંચ છે, તે આ પ્રમાણે છે– (૧) શ્રોતેન્દ્રિય, (૨) ચક્ષુરિન્દ્રિય, (૩) ઘ્રાણેદ્રિય, (૪) જિહેન્દ્રિય અને (૫) સ્પર્શેન્દ્રિય. વિવેચન : -
પ્રસ્તુત સુત્રમાં ઇન્દ્રિયોની સંખ્યા અને નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તે ભાવાર્થથી સ્પષ્ટ છે. શ્રી તત્ત્વાર્થ સૂત્રમાં ઇન્દ્રિયના ભેદનું વર્ણન આ પ્રમાણે છે
- પ્રત્યેક ઇન્દ્રિયના બે-બે ભેદ છે– (૧) દ્રવ્યેન્દ્રિય (૨) ભાવેન્દ્રિય. દ્રવ્યેજિયના બે ભેદ છે– (૧) નિવૃત્તિ દ્રવ્યન્દ્રિય, (૨) ઉપકરણ દ્રવ્યન્દ્રિય. ભાવેદ્રિયના પણ બે ભેદ છે– (૧) લબ્ધિરૂપ ભાવેન્દ્રિય અને (૨) ઉપયોગરૂપ ભાવેન્દ્રિય. (૧) નિર્વત્તિ દ્રવ્યકિય- નિવૃત્તિ એટલે રચના. ઇન્દ્રિયોની પૌગલિક રચનાને નિવૃત્તિ દ્રવ્યેન્દ્રિય કહે છે. તેના બે ભેદ છે. બાહ્ય નિવૃતિ અને આત્યંતર નિવૃતિ. ઇન્દ્રિયોની બાહ્ય રચના બાહ્ય નિવૃતિ છે. જાતિ ભેદથી તેના વિવિધ આકાર હોય છે. જેમ કે મનુષ્યના કાન તેની આંખની બંને બાજુમાં હોય છે પરંતુ ઘોડાના કાન તેની આંખની ઉપર હોય છે. મનુષ્ય અને ઘોડા બંનેના કાનના આકારમાં પણ ભિન્નતા છે. ઇન્દ્રિયોની આત્યંતર રચના આત્યંતર નિવૃતિ છે, તે સર્વ પ્રાણીઓમાં એક સમાન હોય છે. ઇન્દ્રિયોના સંસ્થાન, બાહલ્ય, પૃથુત્વ આદિનું કથન આત્યંતર નિવૃત્તિ દ્રવ્યેન્દ્રિયની અપેક્ષાએ છે. (૨) ઉપકરણ દ્રવ્યક્રિય- નિવૃત્તિ દ્રવ્યેન્દ્રિયને પુદ્ગલ ગ્રહણમાં ઉપકારક બને, તે ઉપકરણ દ્રવ્યન્દ્રિય છે અર્થાત્ નિવૃતિ દ્રવ્યેન્દ્રિયની પુગલ ગ્રહણ કરવાની શક્તિ ઉપકરણ કહેવાય છે. તેના પણ બે ભેદ છે, બાહ્ય અને આત્યંતર.જેમ કે આંખની અંદરનો ભાગ કે જે દશ્યને ગ્રહણ કરે છે, તે આત્યંતર ઉપકરણ છે અને ડોળા બાહ્ય ઉપકરણ છે. (૩) લબ્ધિ૩૫ ભાવેદિય ભાવેન્દ્રિય આત્મપરિણામ રૂપ છે. જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ લબ્ધિરૂપ ભાવેન્દ્રિય છે. (૪) ઉપયોગરૂપ ભાવેકિય- લબ્ધિનો વ્યાપાર-ઉપયોગ કરવો, તે ઉપયોગરૂપ ભાવેન્દ્રિય છે.
આ રીતે દ્રવ્યેન્દ્રિય દ્વારા વિષય ગ્રહણ થાય છે અને ભાવેન્દ્રિય દ્વારા વિષયનો બોધ થાય છે. (૧) સંસ્થાન દ્વાર:| ३ सोइंदिए णं भंते ! किसंठिए पण्णत्ते? गोयमा ! कलंबुयापुप्फसंठाणसंठिए पण्णत्ते । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! શ્રોતેન્દ્રિયનો આકાર કેવો છે? ઉત્તર- હે ગૌતમ ! શ્રોતેન્દ્રિયનો આકાર કદંબ પુષ્પ જેવો છે.
* બપલાઅ છે.