________________
૨૩૬
શ્રી પન્નવણા સૂત્ર: ભાગ-૨
પંદરમું પદઃ ઇન્દ્રિય
પ્રથમ ઉદેશક ppppppppppppa પદમાં વર્ણિત વિષયોના ચોવીસ દ્વાર:
संठाणं बाहल्लं, पोहत्तं कइपएस ओगाढे । अप्पाबहु पुट्ठ पुविट्ठ, विसय अणगार आहारे ॥१॥ अद्दाय असी य मणी, उडुपाणे तेल्ल फाणिय वसा य ।
कंबल थूणा थिग्गल, दीवोदहि लोगअलोगे य ॥२॥ ગાથાર્થ– (૧) સંસ્થાન, (૨) બાહલ્ય(જાડાઈ), (૩) પૃથુત્વ(પહોળાઈ), (૪) કતિપ્રદેશ (પ્રદેશ પ્રમાણ), (૫) અવગાઢ, (૬) અલ્પબદુત્વ, (૭) સ્પષ્ટ, (૮) પ્રવિષ્ટ, (૯) વિષય, (૧૦) અણગાર, (૧૧) આહાર, (૧૨) આદર્શ(દર્પણ), (૧૩) અસિ(તલવાર), (૧૪) મણિ, (૧૫) ઊંડું પાણી, (૧૬) તેલ, (૧૭) ફાણિત–ઢીલો ગોળ, (૧૮) વસા-ચરબી, (૧૯) કંબલ, (૨૦) પૂણા(સ્તંભ), (૨૧) લોકથિગ્ગલ(આકાશનાં થીગડાંરૂપ), (૨૨) દ્વીપોદધિ, (૨૩) લોક અને (૨૪) અલોક. આ રીતે આ પદમાં ચોવીસ દ્વારોના માધ્યમે ઇન્દ્રિયસંબંધી પ્રરૂપણા છે. ll૧–રાઈ વિવેચન :
પ્રસ્તુત બને ગાથાઓ દ્વારા પ્રથમ ઉદ્દેશકમાં પ્રરૂપિત ઇન્દ્રિય સંબંધી ચોવીશ દ્વારોના નામોલ્લેખ કરવામાં આવ્યો છે. ચોવીસ દારોનું સ્પષ્ટીકરણ – (૧) સંસ્થાન દ્વાર– દ્રવ્યેન્દ્રિયોના સંસ્થાન-આકારની પ્રરૂપણા. (૨) બાહલ્ય દ્વાર-ઇન્દ્રિયોની જાડાઈ. (૩) પૃથુત્વ દ્વાર– ઇન્દ્રિયોના વિસ્તારનું નિરૂપણ. (૪) કતિ-પ્રદેશકઈ-કઈ ઇન્દ્રિયોના કેટલા-કેટલા પ્રદેશો હોય છે? તે પ્રદેશોનું પ્રમાણ. (૫) અવગાઢ દ્વાર– કઈ ઇન્દ્રિય કેટલા પ્રદેશોમાં અવગાઢ છે, (૬) અલ્પબહત્વ દ્વાર– અવગાહના અને કર્કશાદિ ગુણ સંબંધી અલ્પબદુત્વનું કથન. (૭) સ્પષ્ટ- ઇન્દ્રિયો પોત-પોતાના વિષયને સ્પષ્ટ કે અસ્પષ્ટરૂપે ગ્રહણ કરે, તદ્ વિષયક પ્રરૂપણા. (૮) પ્રવિષ્ટ દ્વાર– પ્રવિષ્ટ-અપ્રવિષ્ટ સંબંધી ચર્ચા. (૯) વિષય દ્વાર– વિષયોનાં પરિમાણનું વર્ણન. (૧૦) આણગાર દ્વાર– ભાવિતાત્મા અણગારની ચરમનિર્જરાના પુલોને જાણવાની ક્ષમતા-અક્ષમતા (૧૧) આહાર દ્વાર– ચરમ નિર્જરા પુદ્ગલોના આહાર-વિષયક વિચારણા. (૧૨) આદર્શ દ્વાર (૧૩) અસિ દ્વાર (૧૪) મણિ દ્વાર (૧૫) ઊંડું પાણી દ્વાર (૧૬) તેલ દ્વાર (૧૭) ફાણિત ધાર (૧૮) વસા દ્વાર– ૧૨ થી ૧૮ દ્વારમાં કથિત પદાર્થોમાં પડતાં પ્રતિબિંબના જોવા વિષયક વિચારણા. (૧૯) કમ્બલ દ્વાર (૨૦) સ્થણા કાર– આ બંને દ્વારમાં કંબલ અને સ્તૂપને થતી આકાશ પ્રદેશોની સ્પર્શનાનું કથન છે. (૨૧) થિન્ગલ દ્વાર– આકાશ થીંગડાના વિષયમાં વર્ણન. (૨૨) હીપોદધિ