________________
પંદરમું પદ ઃ ઇન્દ્રિય ઃ ઉદ્દેશક-૧
ચમકીલા પદાર્થને જુએ છે. તેમાં પડતા પદાર્થોના પ્રતિબિંબને પણ જુએ છે પરંતુ પ્રતિબિંબિત પદાર્થોને જોતી નથી.
૨૩૫
સ્પર્શના— ફેલાવેલું કે ઘડી કરેલું વસ્ત્ર દેખાવમાં નાનું મોટું પ્રતીત થાય છે પરંતુ તે એક સમાન આકાશ પ્રદેશોને સ્પર્શે છે, તે જ રીતે અન્ય પદાર્થો પોતાની કોઈપણ અવસ્થામાં એક સમાન આકાશપ્રદેશોને સ્પર્શે છે. લોકાલોકની અન્ય દ્રવ્ય સાથે સ્પર્શના— અનંત આકાશ દ્રવ્યરૂપ વિશાળ વસ્ત્રમાં લોક એક નાના થીગડાં જેવો છે, તેથી સૂત્રકારે લોક માટે આકાશથિન્ગલ શબ્દ પ્રયોગ કર્યો છે.
આ લોકધર્માસ્તિકાય, ધર્માસ્તિકાય પ્રદેશ, અધર્માસ્તિકાય, અધર્માસ્તિ કાયપ્રદેશ, આકાશાસ્તિકાય દેશ, આકાશાસ્તિકાય પ્રદેશ, પુદ્ગલાસ્તિકાય અને પાંચ સ્થાવર જીવોને સ્પર્શે છે. ત્રસકાયિક જીવો અને કાલદ્રવ્યને કદાચિત સ્પર્શે છે અને ધર્માસ્તિકાય દેશ, અધર્માસ્તિકાય દેશ તેમજ આકાશાસ્તિકાય દ્રવ્યને સ્પર્શતો નથી.
તે જ રીતે જંબુદ્રીપ આદિ અઢીદ્વીપ-સમુદ્રોના કોઈ પણ ક્ષેત્રો (૧–૨)ધર્માસ્તિકાયના દેશ-પ્રદેશને, (૩–૪) અધર્માસ્તિકાયના દેશ–પ્રદેશને, (૫–૬) આકાશાસ્તિકાયના દેશ-પ્રદેશને, ત્રસકાયિક જીવોને કદાચિત્ સ્પર્શે છે.
અઢીદ્વીપની બહારના ક્ષેત્રો કાલદ્રવ્યને સ્પર્શતા નથી. શેષ સ્પર્શના પૂર્વવત્ છે. અલોક— આકાશા
સ્તિકાયના દેશ-પ્રદેશને જ સ્પર્શે છે. અલોકમાં અન્ય દ્રવ્યો નથી.
આ રીતે ૨૪ દ્વારમાંથી નવમા વિષય દ્વાર સુધી પાંચે ઇન્દ્રિયોથી સંબંધિત વિચારણા છે. દસમા અણગાર અને અગિયારમાં આહાર દ્વારમાં વિશેષતઃ ચક્ષુરિન્દ્રિય સંબંધી નિરૂપણ છે. બારમાથી અઢારમાં દ્વાર સુધીનાં સાત દ્વારોમાં ચક્ષુરિન્દ્રિય સંબંધી અને કંબલાદિ છ દ્વારમાં સ્પર્શેન્દ્રિય સંબંધી પ્રરૂપણા છે.
આ રીતે પ્રથમ ઉદ્દેશક પૂર્ણ થાય છે.
܀܀܀܀܀