________________
૨૩૪
શ્રી પન્નવણા સુa: ભાગ-૨
પંદરમું પદઃ પ્રથમ ઉદ્દેશક પરિચય & જ કે છેક છે
છે કે આ જ
ક ક છે
આ પદનું નામ ઈન્દ્રિય પદ છે.
ઇન્દ્રિયો આત્માની ઓળખ માટેનું લિંગ(પ્રતીક) છે, તેનાથી જ આત્માના અસ્તિત્વની પ્રતીતિ થાય છે.આ પદમાં ઇન્દ્રિયોનું સમસ્ત દૃષ્ટિકોણથી વિશ્લેષણ કરવામાં આવ્યું છે.
આ પદના બે ઉદ્દેશક છે. પ્રથમ ઉદ્દેશકમાં ૨૪ દ્વારના માધ્યમથી વિષય નિરૂપણ છે. સંસ્થાન– શ્રોતેન્દ્રિયનું સંસ્થાન કદંબ પુષ્પ, ચક્ષુરિન્દ્રિયનું મસૂરદાળ, ઘ્રાણેન્દ્રિયનું અર્ધ મુક્તાફળ, જીલૅન્દ્રિયનું ખુરપા-અસ્ત્રાની ધાર અને સ્પર્શેન્દ્રિયનું વિવિધ પ્રકારનું હોય છે. હવા પહોળાઈ_ પાંચ ઇન્દ્રિયની પહોળાઈ જાડાઈ અંગલના અસંખ્યાતમા ભાગની હોય છે. લંબાઈ જિહેન્દ્રિયની અનેક અંગુલ, સ્પર્શેન્દ્રિયની શરીર પ્રમાણ અને શેષ ત્રણે ઇન્દ્રિયની અંગુલના અસંખ્યાતમાં ભાગની છે. પ્રદેશ–પાંચે ઇન્દ્રિયોના અનંતપ્રદેશ છે અને તે અસંખ્યાત આકાશ પ્રદેશો પર અવગાઢ છે. અલ્પબહત્વ- સર્વથી નાની ચક્ષુરિન્દ્રિય, તેનાથી શ્રોતેન્દ્રિય સંખ્યાતગુણી, તેનાથી ધ્રાણેન્દ્રિય સંખ્યાતગુણી, તેનાથી જિલૅન્દ્રિય અસંખ્યાતગુણી અને સ્પર્શેન્દ્રિય સંખ્યાતગુણી છે. તે જ રીતે તેના પ્રદેશો ન્યૂનાધિકતા હોય છે. ચાર સ્પર્શ– ઇન્દ્રિયના પુદ્ગલોમાં કર્કશ અને ભારે તથા મૃદુ અને લઘુ આ ચાર સ્પર્શ છે. તે ચારે સ્પર્શ અનંતગુણ હોય છે.
આ પદમાં જીવોમાં પ્રાપ્ત થતી ઇન્દ્રિયો અને તેમાં સંસ્થાનાદિ દ્વારોની ચોવીસ દંડકના માધ્યમે વિચારણા છે. સ્પષ્ટ-પ્રવિષ્ટ– શ્રોતેન્દ્રિય સ્પષ્ટ-પ્રવિષ્ટ શબ્દને સાંભળે છે, ચક્ષુરિન્દ્રિય દૂરથી રૂપને જોઈ શકે છે. જોવા યોગ્ય પદાર્થો આંખ સાથે સ્પર્શ કે પ્રવેશ પામતા નથી, તેથી તે અસ્પષ્ટ અને અપ્રવિષ્ટ રૂપને જુએ છે. ધ્રાણેન્દ્રિય, જિહેન્દ્રિય અને સ્પર્શેન્દ્રિય બદ્ધ-સ્પષ્ટ-પ્રવિષ્ટ ગંધ, રસ અને સ્પર્શને ગ્રહણ કરે છે. વિષય - ચક્ષુરિન્દ્રિય જઘન્ય અંગુલના સંખ્યાતમા ભાગ અને શેષ ચાર ઇન્દ્રિયો અંગુલના અસંખ્યાતમાં ભાગ દુરથી વિષયને ગ્રહણ કરે છે અને શ્રોતેન્દ્રિય ઉત્કૃષ્ટ બાર યોજન, ચક્ષુરિન્દ્રિય સાધિક લાખ યોજન શેષ ત્રણ ઇન્દ્રિય નવ યોજન દૂરથી પોત-પોતાના વિષયને ગ્રહણ કરી શકે છે. નિર્જરાના પુગલોનું જ્ઞાન– મુકત થનારા જીવોના ચરમ નિર્જરાના પુદ્ગલો સમસ્ત લોકમાં વ્યાપ્ત થઈ જાય છે પરંતુ તે અત્યંત સૂક્ષ્મ હોવાથી એક પણ ઇન્દ્રિય તેને જાણી શકતી નથી. વિશિષ્ટ અવધિજ્ઞાની કેટલાક મનુષ્યો અને સમ્યગુદષ્ટિ વૈમાનિક દેવો તે નિર્જરા પુગલોને અવધિજ્ઞાન દ્વારા જાણી શકે છે. પ્રતિબિંબ- દર્પણ, મણિ, તલવાર આદિ ચમકીલા પદાર્થોમાં વસ્તુનું પ્રતિબિંબ પડે છે. ચક્ષુરિન્દ્રિય તે