________________
૨૩ર |
શ્રી પન્નવણા સૂત્ર: ભાગ-૨
કાષાયિક પરિણામોથી જ્ઞાનાવરણીયાદિ કર્મ પુલોનું આત્મપ્રદેશો સાથે ક્ષીર-નીરની જેમ એકમેક થઈ જવું, તેને બંધ કહે છે. ઉદીરણા :- અબાધાકાલ પૂર્ણ થયા પછી ઉદયમાં ન આવેલા કર્મોને પ્રયત્નવિશેષથી ઉદયાવલિકામાં લાવવા, તે કર્મોને ઉદયયોગ્ય બનાવવા તે ઉદીરણા છે. વેદન– ઉદયમાં આવેલા કર્મોના ફળની અનુભૂતિ કરવી તે વેદન કહેવાય છે. નિર્જરા- કર્મોનું વેદના થઈ ગયા પછી, ફળ આપ્યા પછી અકર્મરૂપ થઈ જવું અર્થાત્ આત્મપ્રદેશોથી ખરી જવું તે નિર્જરા છે.
સંક્ષેપમાં કર્મ પગલોનું ગ્રહણ કરવું તે ચય કર્મ પુદ્ગલોની ગોઠવણી–નિષેક રચના કરવી, તે ઉપચય, કર્મ પુદ્ગલોનું આત્મપ્રદેશો સાથે એકમેક થવું, તે બંધ, પ્રયત્નપૂર્વક કર્મોને ઉદયમાં લાવવા તે ઉદીરણા, કર્મફળની અનુભૂતિ કરવી તે વેદન અને કર્મનું આત્મપ્રદેશોથી છૂટું પડી જવું તે નિર્જરા છે.
આ રીતે ચય, ઉપચય આદિ છ એ પ્રકારની પ્રક્રિયા ચાર કષાયથી થાય છે. પ્રસ્તુત પ્રસંગમાં કષાયના ઉદય પછી થતી નિર્જરાનું કથન છે. ૨૪ દંડકના જીવો સમયે-સમયે કર્મોનું વેદન કરે છે અને કર્મ પોતાનું ફળ આપ્યા પછી અકર્મરૂપ બનીને આત્મપ્રદેશોથી ખરી જાય છે, તેને નિર્જરા કહે છે, પરંતુ તે સકામ નિર્જરા નથી. સમ્યગ્દષ્ટિ જીવને ધર્મભાવપૂર્વક, તપ-સંયમાનુષ્ઠાન દ્વારા જે નિર્જરા થાય તે સકામ નિર્જરા છે. સંક્ષેપમાં સકષાયી જીવોની સમયે સમયે થતી નિર્જરા અકામ નિર્જરા છે અને તે અકામ નિર્જરા પ્રત્યેક સંસારી જીવોમાં હોય છે. તે નિર્જરા સાથે કર્મ બંધની પણ પ્રચૂરતા હોય છે. ધર્મનિષ્ઠ સમ્યગ્દષ્ટિ જીવોને સકામ નિર્જરા થાય છે અને તે નિર્જરા સાથે કર્મબંધ અલ્પ થાય છે.
કષાયના ચાર પ્રકાર
ક્રોધ (૪૦૦).
માન (૪૦)
માયા (૪૦૦)
લોભ (૪૦૦)
પ્રતિષ્ઠાન
નિમિત્ત
ભેદ
(૪)
૧. આત્મ પ્રતિષ્ઠિત ૨. પર પ્રતિષ્ઠિત ૩. ઉભય પ્રતિષ્ઠિત ૪. અપ્રતિષ્ઠિત
ક્ષેત્ર-ખુલ્લી જમીન વત્થ–ઢાંકેલી જમીન શરીર-દાસ-દાસી આદિ ઉપધિ–સાધન સામગ્રી
અનંતાનુબંધી અપ્રત્યાખ્યાની પ્રત્યાખ્યાનાવરણ
સંવલન
આભોગ નિર્વર્તિત અનાભોગ નિર્વર્તિત
ઉપશાંત અનુપશાંત
સમુચ્ચય જીવો
૨૪ દંડકના જીવો
(૨૪)
(૧)
૧+૨ = ૨૫x૧૬ = ૪00. ચારે કષાયના ૪૦૦૪૪ = ૧૬૦૦ આલાપક