________________
| ચૌદ પદ: કષાય
[ ૨૩૧ ]
|१२ जीवा णं भंते ! कइहिं ठाणेहिं अट्ठ कम्मपगडीओ बंधिंसु ? गोयमा ! चउहिं ठाणेहिं अट्ठ कम्मपगडीओ बंधिसुतं जहा- कोहेणं जावलोभेणं । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન! જીવોએ કેટલાં કારણોથી આઠ કર્મપ્રકૃતિઓ બાંધી હતી? બાંધે છે? બાંધશે? ઉત્તર- હે ગૌતમ! ચાર કારણોથી જીવોએ આઠ કર્મ પ્રવૃતિઓ બાંધી હતી, બાંધે છે અને બાંધશે, તે આ પ્રમાણે છે– ક્રોધથી યાવત્ લોભથી. |१३ एवं णेरइया जाववेमाणिया बंधेसु बंधति बंधिस्संति, उदीरेंसु उदीरंति उदीरिस्संति, वेइसु वेएंति वेइस्संति, णिज्जरेंसु णिज्जरंति णिज्जरिस्संति । एवं एते जीवाइया वेमाणियपज्जवसाणा अट्ठारसदंडगा जाववेमाणिया णिज्जरिंसुणिज्जरंति णिज्जरिस्संति।
आयपइट्ठिय खेत्तं पडुच्च,अणंताणुबंधि आभोगे।
चिण उवचिण बंध उईर, वेय तह णिज्जरा चेव ॥१॥ ભાવાર્થ:- આ જ રીતે નૈરયિકોથી વૈમાનિક સુધીના જીવોએ ચાર કષાયોના કારણે આઠ કર્મ પ્રકૃતિઓને બાંધી હતી, બાંધે છે અને બાંધશે, ઉદીરણા કરી હતી, ઉદીરણા કરે છે અને ઉદીરણા કરશે તથા વેદન કર્યું હતું. વેદન કરે છે અને વેદન કરશે, નિર્જરા કરી હતી, નિર્જરા કરે છે અને નિર્જરા કરશે.
આ પ્રમાણે સમુચ્ચય જીવો તથા નૈરયિકોથી લઈને વૈમાનિકો સુધીના ૨૪ દંડકના જીવોમાં આઠ કર્મ પ્રવૃતિઓના ચય, ઉપચય, બંધ, ઉદીરણા, વેદના અને નિર્જરા, ભૂત, વર્તમાન અને ભવિષ્યકાળની અપેક્ષાએ થાય છે. તેથી કુલ ૬૪૩ = ૧૮. આ અઢાર આલાપક થાય છે.
ગાથાર્થ- આ પદમાં આત્મપ્રતિષ્ઠિત આદિ કષાયો, ક્ષેત્ર આદિની અપેક્ષાએ થતા કષાયો, અનંતાનુબંધી આદિ કષાયો, આભોગનિર્વર્તિત આદિ કષાયો, આઠ કર્મ પ્રકૃતિઓના ચય, ઉપચય, બંધ, ઉદીરણા, વેદના તથા નિર્જરા; આ વિષયો છે. વિવેચન -
પ્રસ્તુત સૂત્રોમાં સમુચ્ચય જીવો તથા ચોવીશ દંડકવર્તી જીવો દ્વારા આઠ કર્મ પ્રકૃતિઓના સૈકાલિક ચય, ઉપચય, બંધ, ઉદીરણા, વેદના અને નિર્જરાના કારણભૂત ચારેય કષાયોની પ્રરૂપણા છે.
ભૂત, વર્તમાન અને ભવિષ્ય આ ત્રણે ય કાલોમાં સમુચ્ચય જીવો તથા નારકીથી લઈ વૈમાનિકો સુધી ૨૪ દંડકોના જીવો દ્વારા ક્રોધ, માન, માયા અને લોભના કારણે આઠ કર્મપ્રકૃતિઓનો ચય, ઉપચય, બંધ, ઉદીરણા, વેદના તથા નિર્જરા કરી હતી, કરે છે અને કરશે. ત્રણે કાલમાં કર્મબંધનું કારણ ક્રોધાદિ કષાય જ છે. ચય-ઉપચય આદિ :- ચય– કષાય પરિણત જીવ દ્વારા કર્મયોગ્ય પુલોનું ગ્રહણ કરવું. ઉપચય-જ્ઞાનાવરણીયાદિ કર્મયુગલોને ભોગવવા માટે કર્મ પુદ્ગલોનો નિષેક–રચનાને ઉપચય કહે છે. તે નિષેક રચનાનો ક્રમ આ પ્રમાણે છે–પ્રથમ સ્થિતિમાં સૌથી અધિક દ્રવ્ય, બીજા સમયમાં વિશેષહીન, ત્રીજા સમયમાં તેનાથી પણ વિશેષહીન, આ પ્રમાણે ઉત્તરોત્તર વિશેષહીન-વિશેષહીન કર્મ પુદ્ગલોને વિપાકોદયમાં લાવવા માટે પંક્તિબદ્ધ સ્થાપિત કરવામાં આવે તેને ઉપચય કહે છે. બધ- રાગ, દ્વેષાદિ