________________
| ૨૨૮ ]
શ્રી પન્નવણા સૂત્રઃ ભાગ-૨
કષાયોની ઉત્પત્તિનાં ચાર કારણો - |४ कइहिं णं भंते ! ठाणेहिं कोहुप्पत्ती भवइ ? गोयमा ! चउहि ठाणेहिं कोहुप्पत्ती भवइ, तं जहा- खेत्तं पडुच्च, वत्थु पडुच्च, सरीरं पडुच्च, उवहिं पडुच्च । एवं णेरइयाईणं जाववेमाणियाणं । एवं माणेणविमायाए विलोभेण वि । एवं एए वि चत्तारिदंडगा। ભાવાર્થ - પ્રગ્ન- હે ભગવન્! ક્રોધની ઉત્પત્તિ કેટલા કારણોથી થાય છે? ઉત્તર- હે ગૌતમ! ચાર કારણોથી ક્રોધની ઉત્પત્તિ થાય છે, તે આ પ્રમાણે છે– (૧) ક્ષેત્ર–ખેતર કે ખુલ્લી જમીનના નિમિત્તથી, (૨) વાસ્તુ-મકાન આદિનાનિમિત્તથી, (૩) શરીરના નિમિત્તથી અને (૪) ઉપધિ–સાધન સામગ્રીના નિમિત્તથી.
આ રીતે નૈરયિકોથી લઈને વૈમાનિકો સધીના ર૪ દંડકના જીવોમાં આ ચાર નિમિત્તોથી ક્રોધ કષાયની ઉત્પત્તિ થાય છે. જે રીતે ક્રોધોત્પત્તિના વિષયમાં કહ્યું છે, તે જ રીતે માન, માયા અને લોભની ઉત્પત્તિના વિષયમાં પણ ઉપર્યુક્ત ચાર કારણો કહેવા જોઈએ. આ પ્રમાણે ચાર આલાપક થાય છે. વિવેચન -
પ્રસ્તુત સુત્રોમાં ક્રોધાદિ કષાયોની ઉત્પત્તિના ચાર કારણોનું નિરૂપણ છે. કષાયની ઉત્પત્તિના નિમિત્ત સેંકડો કે હજારો થાય છે, અહીં સંક્ષેપમાં તેને ચાર પ્રકારે કહ્યા છે.
(૧) ક્ષેત્ર– ખુલ્લી જમીન, ખેતર, વાડી આદિ,(૨) વન્યુ- ઢાંકેલી જમીન, મકાન, દુકાન, વખાર આદિ સ્થાનો, ૩) શરીર પોતાનું શરીર અને શરીરથી સંબંધિત સ્વજનો અને (૪) ઉપધિ- સર્વ પ્રકારની બાહ્ય સાધન સામગ્રી. આ ચાર પ્રકારના નિમિત્તમાં લોકના તમામ પદાર્થોનો સમાવેશ થાય છે. કોઈ પણ કારણથી ક્ષેત્ર, વન્યુ આદિ સાધન સામગ્રીમાં ક્ષતિ પહોંચે ત્યારે ક્રોધ, તેને છુપાવવા માટે માયાકપટ, ઇચ્છાનુસાર તેની વૃધ્ધિ થાય ત્યારે માન કે લોભના ભાવો થાય છે.
૨૪ દંડકના જીવો પાસે પોતાની યોગ્યતા પ્રમાણે જે-જે ક્ષેત્રાદિ હોય અને સજીવ કે નિર્જીવ પદાર્થો હોય, તેના નિમિત્તથી તેને કષાયના ભાવો થાય છે. કષાયોના ભેદwભેદ - | ५ कइविहे णं भंते ! कोहे पण्णत्ते ? गोयमा ! चउव्विहे कोहे पण्णत्ते, तं जहाअणंताणुबंधी कोहे, अप्पच्चक्खाणे कोहे, पच्चक्खाणावरणे कोहे, संजलणे कोहे ।
एवं णेरइयाणं जाव वेमाणियाणं । एवं माणेणं मायाए लोभेणं । एए वि चत्तारि
લંડા !
ભાવાર્થ-પ્રશ્ન- હે ભગવન્! ક્રોધના કેટલા પ્રકાર છે?ઉત્તર– હે ગૌતમ! ક્રોધના ચાર પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) અનંતાનુબંધી ક્રોધ, (૨) અપ્રત્યાખ્યાની ક્રોધ, (૩) પ્રત્યાખ્યાનાવરણ ક્રોધ અને (૪) સંજ્વલન ક્રોધ.
આ જ રીતે નૈરયિકોથી લઈને વૈમાનિકો સુધીના ૨૪ દંડકવર્તી જીવોમાં ક્રોધના ચારે પ્રકારોનું કથન જાણવું. આ જ રીતે માન, માયા અને લોભના ઉપરોકત ચાર ભેદોનું નૈરયિકોથી લઈ વૈમાનિકો સુધીમાં કથન કરવું જોઈએ. આ રીતે તેના ચાર આલાપક થાય છે.