________________
ચૌદશ પદ: કષાય
| રર૭ |
ભાવાર્થઃ- પ્રશ્ન- હે ભગવન્! નૈરયિક જીવોમાં કેટલા કષાયો છે? ઉત્તર- હે ગૌતમ! તે જીવોમાં ચારે ય કષાય હોય છે, તે આ પ્રમાણે છે– ક્રોધ કષાય, માન કષાય, માયા કષાય અને લોભ કષાય. આ જ રીતે વૈમાનિક સુધીના ૨૪ દંડકવર્તી જીવોમાં ચારે ય કષાયો હોય. વિવેચન :
૨૪ દંડકવર્તી જીવોમાં ચારેય પ્રકારના કષાયોનો સાવ છે. તેમ છતાં પ્રત્યેક જીવોના કર્મો પ્રમાણે તેમાં તરતમતા હોય છે. નારકીમાં ક્રોધની, તિર્યંચમાં માયાની, મનુષ્યોમાં માનની અને દેવોમાં લોભની પ્રબળતા હોય છે. કષાયોનું પ્રતિષ્ઠાન :| ३ कइपइट्ठिए णं भंते ! कोहे पण्णत्ते? गोयमा ! चउपइट्ठिए कोहे पण्णत्ते, तं जहाआयपइट्ठिए, परपइट्ठिए, तदुभय पइट्ठिए, अप्पइट्ठिए । एवं णेरइयादीणं जाव वेमाणियाणं दडओ । एवं माणेणं दंडओ, मायाए दंडओ, लोभेणं दंडओ। ભાવાર્થ- પ્રશ્ન- હે ભગવન! ક્રોધ શેના આધારે હોય છે? ઉત્તર- હે ગૌતમ! ક્રોધ ચાર નિમિત્તા પર પ્રતિષ્ઠિત (આધારિત) હોય છે, તે આ પ્રમાણે છે– (૧) આત્મપ્રતિષ્ઠિત (૨) પર પ્રતિષ્ઠિત, (૩) ઉભય પ્રતિષ્ઠિત અને (૪) અપ્રતિષ્ઠિત.
આ જ પ્રમાણે નૈરયિકોથી લઈને વૈમાનિકો સુધી ૨૪ દંડકવર્તી જીવોના વિષયમાં આલાપક છે. ક્રોધની જેમ માન, માયા અને લોભની અપેક્ષાએ પણ એક-એક આલાપક છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં ચારેય કષાયોના ચાર પ્રતિષ્ઠાન-આધાર સ્થાન બતાવ્યા છે.
કષાય મોહનીય કર્મના ઉદયે જીવને ક્રોધાદિ કષાયોના પરિણામ થાય છે ત્યારે તે કષાયના ભાવો કોના આધારે થાય છે અને કોના આધારે રહે છે? તેની વિચારણા આ સૂત્રમાં કરી છે. કષાયના પ્રતિષ્ઠાનઆશ્રયરૂપ ચાર સ્થાન છે. (૧) આત્મપ્રતિષ્ઠિત કોધાદિ– સ્વયં પોતાના પર જ આધારિત હોય, સ્વયં આચરિત કર્મના ફળ સ્વરૂપે
જ્યારે કોઈ જીવ પોતાનું ઈહલૌક્કિ અનિષ્ટ ફળ જુએ છે, ત્યારે તે સ્વયં પોતાના ઉપર ક્રોધાદિ કરે છે, તે આત્મ પ્રતિષ્ઠિત ક્રોધાદિ છે. આ ક્રોધાદિ પોતાની જાત પર જ કરવામાં આવે છે. (૨) પર પ્રતિષ્ઠિત ક્રોધાદિ– જયારે કોઈ જીવ અન્ય વ્યક્તિ કે અન્ય પદાર્થને પોતાના અનિષ્ટમાં નિમિત્ત માનીને ક્રોધાદિ કરે છે, તે પર પ્રતિષ્ઠિત છે અથવા જ્યારે એક વ્યકિત આક્રોશ આદિ કરીને બીજી વ્યકિતને ક્રોધાદિ ઉત્પન્ન કરાવે છે, તેને ઉશ્કેરે છે, ત્યારે તેના પ્રત્યે જે ક્રોધાદિ ઉત્પન્ન થાય છે, તે પર પ્રતિષ્ઠિત ક્રોધાદિ છે. (૩) ઉભય પ્રતિષ્ઠિત ક્રોધાદિ- જીવ પોતાના અને બીજાના દ્વારા કરેલા અપરાધના કારણે સ્વપર વિષયક ક્રોધાદિ કરે, ત્યારે તે ક્રોધાદિ ઉભય પ્રતિષ્ઠિત હોય છે. (૪) અપ્રતિષ્ઠિત કોધાદિ - જ્યારે ક્રોધ આદિ કષાય કોઈપણ પ્રકારના નિમિત્ત વિના, કેવળ ક્રોધ આદિ મોહનીય કર્મના ઉદયથી ઉત્પન્ન થાય છે, ત્યારે તે ક્રોધાદિ અપ્રતિષ્ઠિત કહેવાય છે. આ રીતે અધિકરણના આધારે કષાયના ચાર પ્રકાર છે.