________________
[ ૨૨૬]
શ્રી પન્નવણા સૂત્ર: ભાગ-૨
- ચૌદમું પદ: કપાયા PPPPPPPPPPER કષાયના ચાર પ્રકાર:| १ कइ णं भंते ! कसाया पण्णता ? गोयमा! चत्तारि कसाया पण्णत्ता, तं जहाकोहकसाए, माणकसाए, मायाकसाए, लोभकसाए । ભાવાર્થ -પ્રશ્ન-હે ભગવન્! કષાયના કેટલા પ્રકાર છે? ઉત્તર-હે ગૌતમ! કષાયના ચાર પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) ક્રોધ કષાય (૨) માન કષાય (૩) માયા કષાય અને (૪) લોભ કષાય. વિવેચન :કષાય :- કષાય શબ્દના ત્રણ વ્યુત્પત્તિલભ્ય અર્થ થાય છે– (૧) 'રુષઃ સંવાદ, ત આવતામ:
થાય ? | કષ = સંસાર, તેનો આય = લાભ જેનાથી થાય, તે કષાય છે. (૨) પતિ વિનાન્તિ લોપ શોત્ર સુહ૬૪હોત્પાનાતિ પાયા: ' 'p' ધાતુ વિલેખન ખેડવા, જોતરવાના અર્થમાં છે, કૃષ ધાતુનો કષ આદેશ થઈને 'આર્ય' પ્રત્યય લાગવાથી કષાય શબ્દ બને છે. તેથી તેનો અર્થ થાય છે– જે કર્મરૂપી ક્ષેત્રને (ખેતરને) સુખદુઃખરૂપી ધાન્યની ઉપજ માટે વિલેખન-કર્ષણ કરે છે, ખેડે છે, તે કષાયો છે. (૨) તુષતિ શુદ્ધસ્વભાવ સતં વનતિન પુર્વનિત જીવનતિ વષાયાદા સ્વભાવથી શુદ્ધ જીવને કર્મોથી કલુષિત કરે છે, તે કષાયો છે. કષાયના મુખ્ય ચાર પ્રકાર છે(૧) ક્રોધ - ક્રોધ મોહનીય કર્મના ઉદયથી થતાં પ્રજ્વલન રૂપ, ક્ષમાં ગુણના નાશક આત્મપરિણામોને ક્રોધ કહે છે. ક્રોધી વ્યક્તિ આવેશમાં આવીને ભાન ભૂલી જાય, તેથી કોઈપણ પ્રકારના વિચાર કે વિવેક ભૂલીને ગમે તેવું વર્તન કરે છે. ક્રોધથી મિત્રતાનો નાશ થાય છે. (૨) માન :- માન મોહનીય કર્મના ઉદયથી જાતિ આદિની વિશિષ્ટતામાં અહંકાર બુદ્ધિ રૂ૫ આત્મ પરિણામોને માન કહે છે, અભિમાની વ્યક્તિ પોતાની મોટાઈમાં બીજાની અવહેલના કરે છે, તેનાથી નમ્રતાનો નાશ થાય છે. (૩) માયા – માયા મોહનીય કર્મના ઉદયથી મન, વચન, કાયાની કુટિલતા, પરવંચના(અન્યને છેતરવા) કે ઠગાઈ રૂ૫ આત્મ પરિણામોને માયા કહે છે. કુટિલતાના પરિણામથી સરળતાનો નાશ થાય છે. (૪) લોભ - લોભ મોહનીય કર્મના ઉદયથી પદાર્થો પ્રતિ મૂચ્છ, આસક્તિ, તૃષ્ણા કે મમત્વના ભાવને લોભ કહે છે. તેનાથી સંતોષનો નાશ થાય છે.
આ રીતે ચારે કષાયના ભાવોથી આત્મગુણોનો નાશ થાય છે અને સંસાર પરિભ્રમણ વધે છે. ર૪ દંડકના જીવોમાં કષાય:| २ | रइयाणं भंते ! कइ कसाया पण्णत्ता ? गोयमा ! चतार कसाया पण्णत्ता, तं जहा- कोहकसाए जाव लोभकसाए । एवं जाव वेमाणियाणं ।