________________
ચૌદક્ષ પદઃ કષાય
[ ૨૨૫ ]
ચૌદમું પદ પરિચય B: : ૨ ૨ ૨ થી ક ક ક ક ક વીક ડીડ ડ ડ ડીડ
આ પદનું નામ કષાયપદ છે.
કષાય, સંસારની વૃદ્ધિ કરનાર, પુનર્ભવના મૂળનું સિંચન કરનાર, શુદ્ધ સ્વભાવી આત્માને વિકારોથી મલિન કરનાર તથા અષ્ટવિધ કર્મોના ચય,ઉપચય, બંધ, ઉદીરણા, વેદના આદિમાં કારણભૂત ભાવો કષાય કહેવાય છે.
કષાય સંસાર પરિભ્રમણનું કારણ હોવાથી મોક્ષ પ્રાપ્તિ માટે કષાયનું સ્વરૂપ જાણવું અત્યંત આવશ્યક છે. આ પદમાં કષાયના ભેદ-પ્રભેદ તથા તેના પરિણામે થતી બંધ અને નિર્જરા વગેરે વિવિધ પ્રક્રિયાનું વિશ્લેષણ છે.
પ્રસ્તુત પદમાં કષાયોના ક્રોધાદિ ચાર મુખ્ય પ્રકાર, ક્રોધાદિ ચારેય કષાયોના તેના પ્રતિષ્ઠાનઆધાર સ્થાન, ક્રોધાદિ ઉત્પન્ન થવાનાં ચાર-ચાર કારણો, અનંતાનુબંધી આદિ તથા આભોગનિવર્તિત આદિ ચાર-ચાર પ્રકાર બતાવીને, સમસ્ત સંસારી જીવોમાં તેનું અસ્તિત્વ અને અંતે જીવ દ્વારા કૃત ક્રોધાદિ કષાયોના ફળ રૂપે આઠ પ્રકૃતિઓના ચય, ઉપચય, બંધ, ઉદીરણા, વેદના અને નિર્જરા, આ છ પ્રક્રિયાનું કથન કર્યું છે.
જૈન આગમોમાં આત્માના વિવિધ દોષો-વિકારોનું વર્ણન અનેક પ્રકારે કરવામાં આવ્યું છે. ક્યાંક સંક્ષિપ્ત રૂપે રાગ-દ્વેષને કર્મબંધના બીજ કહ્યા છે, ક્યાંક રાગ, દ્વેષ, મોહ, આ ત્રણને આત્માના મલીન ભાવો રૂપે વર્ણવ્યા છે. આ ચૌદમા પદમાં મોહનીય કર્મના મુખ્ય ભેદ રૂપ ચાર કષાયના આધારે વિચારણા કરવામાં આવી છે.
ઉપરોક્ત સમગ્ર વિષયોનું કથન પહેલાં સમુચ્ચય જીવની અપેક્ષાએ કરીને પછી ૨૪ દંડકના જીવોની અપેક્ષાએ કર્યું છે. તેથી તેના ૩૪૦૦ આલાપક થાય છે.