________________
તેરમું પદઃ પરિણામ
| ૨૨૩ ]
શ્રી તત્ત્વાર્થ સૂત્રમાં પણ પુદ્ગલ દ્રવ્યના બંધ વિષયક ચાર સૂત્રો છે. નિષહલાવાલ્વન્યઃ | પુદ્ગલ દ્રવ્યમાં રહેલા સ્નિગ્ધ અને રૂક્ષ સ્પર્શના કારણે બે સ્કંધોનો પરસ્પર બંધ થાય છે. ન માન્ય ગુનાના જઘન્ય ગુણવાળા પુદ્ગલ સ્કંધનો બંધ થતો નથી. ગુણલા ગેસ શાનામ્ I ગુણની સમાનતા હોય ત્યારે સમાન સ્પર્શી પુદ્ગલનો બંધ થતો નથી પરંતુ અસમાન સ્પર્શી પુદ્ગલનો બંધ થાય છે. અર્થાત્ બે ગુણ સ્નિગ્ધ સ્કંધનો બે ગુણ સ્નિગ્ધ અંધ સાથે બંધ થતો નથી પરંતુ બે ગુણ સ્નિગ્ધ સ્કંધનો બે ગુણ રૂક્ષ સ્કંધ સાથે બંધ થાય છે. યાયાલિન તુ ા સમાન સ્પર્શી પુદ્ગલ સ્કંધમાં સ્નિગ્ધ કે રૂક્ષ ગુણની માત્રા બે, ત્રણ, ચાર આદિ ગુણ અધિક હોય તો બંધ થાય છે. બે ગુણ સ્નિગ્ધ પુલોનો ચાર કે ચારથી અધિક ગુણવાળા સ્નિગ્ધ અંધ સાથે બંધ થાય છે. આ રીતે સ્નિગ્ધ અને રૂક્ષ ગુણનો યોગ્યતા પ્રમાણે બંધ થાય છે. પુદ્ગલ બંધ સંબધી નિયમો:- પુદ્ગલ પ્રકાર
બંધ થાય કે નહી? એક ગુણ સ્નિગ્ધ + એક ગુણ સ્નિગ્ધ એક ગુણ સ્નિગ્ધ + બે ગુણ સ્નિગ્ધ એક ગુણ સ્નિગ્ધ +ત્રણ ગુણ સ્નિગ્ધ એક ગુણ સ્નિગ્ધ + ચાર ગુણ સ્નિગ્ધથી અનંતગુણ સ્નિગ્ધ બે ગુણ સ્નિગ્ધ + બે ગુણ સ્નિગ્ધ બે ગુણ સ્નિગ્ધ +ત્રણ ગુણ સ્નિગ્ધ બે ગુણ સ્નિગ્ધ + ચાર ગુણ સ્નિગ્ધ બે ગુણ સ્નિગ્ધ + પાંચ, છ આદિ ગુણ સ્નિગ્ધ એક ગુણ સ્નિગ્ધ + એક ગુણ રૂક્ષ એક ગુણ સ્નિગ્ધ + બે ગુણ રૂક્ષ બે ગુણ સ્નિગ્ધ + એક ગુણ રૂક્ષ બે ગુણ સ્નિગ્ધ + બે ગુણ રૂક્ષ | બે ગુણ સ્નિગ્ધ + ત્રણ, ચાર આદિ ગુણ રૂક્ષ
x |x |x | * |x |x ||
| |x | * |- |
|
(૨) ગતિ પરિણામ :- ગમન રૂપ પરિણામ ગતિ પરિણામ છે. તેના બે પ્રકાર છે - શગતિ પરિણામ અને અસ્પૃશદ્ ગતિ પરિણામ.
એક પરમાણુ એક સમયમાં લોકાંત સુધી પહોંચી જાય, તે અસ્પૃશદ્ગતિ છે, મુક્ત થયેલા જીવ એક સમયમાં લોકાંતે સિદ્ધક્ષેત્ર સુધી પહોંચી જાય, તે અસ્પૃશતિ છે, અથવા ગતિ બે પ્રકારની છે, દીર્ઘ અને હુસ્વ. અતિદૂર વર્તી દેશમાં જવા માટે જે ગતિ થાય, તેને દીર્ઘગતિ પરિણામ કહે છે. નિકટવર્તી દેશમાં જવા માટે જે ગતિ થાય, તેને હૃસ્વગતિ પરિણામ કહે છે. (૩) સંસ્થાના પરિણામ – પુદ્ગલોમાં વિવિધ પ્રકારના આકાર હોય છે, તેને સંસ્થાન પરિણામ કહે છે, તેના પાંચ પ્રકાર છે. (૧) પરિમંડલ સંસ્થાન- ગોળ ચૂડીનો આકાર (૨) વૃત્ત સંસ્થાન- ગોળ લાડવાનો