________________
શ્રી પશવણા સૂત્ર : ભાગ-૨
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! શબ્દ પરિણામના કેટલા પ્રકાર છે ? ઉત્તર– હે ગૌતમ ! શબ્દ પરિણામના બે પ્રકાર છે, તે આ પ્રમાણે છે– શુભ એટલે મનોજ્ઞ શબ્દ પરિણામ અને અશુભ એટલે અમનોજ્ઞ શબ્દ પરિણામ. આ અજીવ પરિણામની પ્રરૂપણા છે.
વિવેચન :
૨૨૨
પ્રસ્તુત સૂત્રોમાં અજીવ પરિણામ અને તેના ભેદ-પ્રભેદોનું વિસ્તૃત વર્ણન છે.
અજીવ પરિણામ– અજીવ દ્રવ્યમાં થતાં પરિણમનને અજીવ પરિણામ કહે છે. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, કાલદ્રવ્ય અને પુદ્ગલાસ્તિકાય, આ પાંચ દ્રવ્ય અજીવ છે. તે બધામાં સતત પરિણમન થયા જ કરે છે, પરંતુ ધર્માસ્તિકાયાદિ ચાર દ્રવ્ય અરૂપી છે તેનું પરિણમન દૃષ્ટિગોચર થતું નથી. તેથી પ્રસ્તુત પ્રસંગમાં સૂત્રકારે પુદ્ગલાસ્તિકાયના દશ પ્રકારના પરિણામોનું કથન કર્યું છે.
(૧) બંધન પરિણામ– બે કે બેથી અધિક પરમાણુઓ અથવા સ્કંધોના પરસ્પરના જોડાણને, એકમેક થવાને બંધન પરિણામ કહે છે. પુદ્ગલ દ્રવ્યમાં પરસ્પર બંધ થવાનું કારણ સ્નિગ્ધ અને રૂક્ષ સ્પર્શ છે, તેથી બંધન પરિણામના બે પ્રકાર છે– (૧) સ્નિગ્ધ બંધન પરિણામ અને (૨) રૂક્ષ બંધન પરિણામ.
બે સ્નિગ્ધ પુદ્ગલોના બંધને અર્થાત્ જોડાણને સ્નિગ્ધ બંધન પરિણામ અને બે રૂક્ષ પુદ્ગલોના બંધનને રૂક્ષ બંધન પરિણામ કહે છે.
સૂત્રકારે પરમાણુ પુદ્ગલના બંધ માટે આવશ્યક સ્નિગ્ધ અને રૂક્ષ ગુણની માત્રાનું વિધિ અને નિષેધથી નિરૂપણ કર્યું છે.
સમાન સ્પર્શવાળા પુદ્ગલોમાં બંધ :– સમાન ગુણવાળા સમાન સ્પર્શી પુદ્ગલોમાં બંધ થતો નથી. અર્થાત્ બે ગુણ સ્નિગ્ધ સ્પર્શી પુદ્ગલનો બે ગુણ સ્નિગ્ધ સ્પર્શી પુદ્ગલ સાથે બંધ થતો નથી. તે જ રીતે બે ગુણ રૂક્ષ સ્પર્શી પુદ્ગલનો બે ગુણ રૂક્ષ સ્પર્શી પુદ્ગલ સાથે બંધ થતો નથી. બે સ્નિગ્ધ પુદ્ગલ સ્કંધોની સ્નિગ્ધતાની માત્રામાં વિષમતા હોય તો જ બંધ થાય છે. તે જ રીતે બે રૂક્ષ પુદ્ગલ સ્કંધોની રૂક્ષતાની માત્રામાં વિષમતા હોય તો જ બંધ થાય છે. સમાન સ્પર્શી પુદ્ગલ સ્કંધોમાં સ્નિગ્ધતા કે રૂક્ષતાની માત્રામાં કેટલી વિષમતા હોય, તો બંધ થાય ? તેના માટે સૂત્રકારે નિયમ આપ્યો છે. ખિન્દ્રસ્સ àિળ યુવાહિદ્ ...બે સ્નિગ્ધ પુદ્ગલોમાં એક ગુણ માત્રાની વિષમતા હોય, તો પણ બંધ થતો નથી પરંતુ તેમાં બે ગુણ કે બે થી અધિક ગુણની વિષમતા હોય તો જ બંધ થાય છે. બે ગુણ સ્નિગ્ધ પુદ્ગલનો ત્રણ ગુણ સ્નિગ્ધ પુદ્ગલ સાથે બંધ થતો નથી, પરંતુ ચાર કે ચારથી અધિક ગુણવાળા સ્નિગ્ધ પુદ્ગલ સાથે બંધ થાય છે. તે જ રીતે બે ગુણ રૂક્ષ પુદ્ગલનો ચાર કે ચારથી અધિક ગુણવાળા રૂક્ષ પુદ્ગલ સાથે બંધ થાય છે. વિષમ સ્પર્શવાળા પુદ્ગલમાં બંધ– સ્નિગ્ધ પુદ્ગલનો રૂક્ષ પુદ્ગલ સાથે બંધ થાય છે, પરંતુ તેમાં નહળવળો વિસમો સમો વા... જઘન્ય ગુણવાળા પુદ્ગલ સ્કંધનો પરસ્પર બંધ થતો નથી. એક ગુણ સ્નિગ્ધ પુદ્ગલનો એક ગુણ કે બે, ત્રણ ગુણવાળા રૂક્ષ પુદ્ગલ સાથે બંધ થતો નથી. બે સ્કંધમાંથી કોઈ પણ એક સ્કંધમાં જઘન્ય ગુણ હોય ત્યાં બંધ થતો નથી. જઘન્ય ગુણથી અધિક ગુણવાળા પુદ્ગલ સ્કંધનો જ પરસ્પર બંધ થાય છે. અર્થાત્ બે ગુણ સ્નિગ્ધ પુદ્ગલનો બે ગુણ રૂક્ષ પુદ્ગલ સાથે બંધ થાય છે, તે જ રીતે સ્નિગ્ધ પુદ્ગલનો ત્રણ, ચાર કે તેથી અધિક ગુણવાળા રૂક્ષ પુદ્ગલ સાથે પણ બંધ થાય છે.
ગુણ
બે