________________
| તેરમું પદઃ પરિણામ
[ ૨૨૧]
२५ भेदपरिणामे णं भंते ! कइविहे पण्णत्ते ? गोयमा ! पंचविहे । तं जहाखंडाभेदपरिणामे जावउक्करियाभेदपरिणामे । ભાવાર્થ-પ્રશ્ન- હે ભગવન! ભેદ પરિણામના કેટલા પ્રકાર છે? ઉત્તર-હે ગૌતમ! ભેદ પરિણામના પાંચ પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) ખંડ ભેદ પરિણામ (૨) પ્રતર ભેદ પરિણામ, (૩) ચૂર્ણિકા ભેદ પરિણામ (૪) અનુતટિકા ભેદ પરિણામ અને (૫) ઉત્કરિકા ભેદ પરિણામ.
२६ वण्णपरिणामे णं भंते ! कइविहे पण्णते ? गोयमा ! पंचविहे पण्णत्ते, तं जहाकिण्हवण्णपरिणामे जावसुक्किलवण्णपरिणामे । ભાવાર્થ-પ્રશ્ન- હે ભગવન! વર્ણ પરિણામના કેટલા પ્રકાર છે? ઉત્તર- હે ગૌતમ! વર્ણ પરિણામના પાંચ પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) કાળાવર્ણ પરિણામ (૨) નીલાવર્ણ પરિણામ, (૩) લાલવર્ણ પરિણામ, (૪) પીળાવર્ણ પરિણામ અને (૫) શ્વેતવર્ણ પરિણામ २७ गंधपरिणामे णं भंते ! कइविहे पण्णत्ते ? गोयमा ! दुविहे पण्णत्ते, तं जहासुब्भिगंधपरिणामे य दुब्भिगंधपरिणामे य।। ભાવાર્થ -પ્રશ્ન-હે ભગવન્! ગંધ પરિણામના કેટલા પ્રકાર છે? ઉત્તર-હે ગૌતમ!ગંધ પરિણામના બે પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) સુગંધ પરિણામ અને (૨) દુર્ગધ પરિણામ. २८ रसपरिणामे णं भंते । कइविहे पण्णत्ते ? गोयमा ! दुविहे पण्णत्ते, तं जहातित्तरसपरिणामे जावमहुररस परिणामे। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! રસ પરિણામના કેટલા પ્રકાર છે? ઉત્તર- હે ગૌતમ! રસ પરિણામના પાંચ પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) તિક્ત રસ પરિણામ (૨) કટુ રસ પરિણામ, (૩) કષાય રસ પરિણામ, (૪) અમ્લ રસ પરિણામ અને (૫) મધુર રસ પરિણામ. २९ फासपरिणामे णं भंते ! कइविहे पण्णत्ते ? गोयमा ! अट्ठविहे पण्णत्ते, तं जहाकक्खडफासपरिणामे य जाव लुक्खफास-परिणामे य । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવનું ! સ્પર્શ પરિણામના કેટલા પ્રકાર છે? ઉત્તર- હે ગૌતમ ! સ્પર્શ પરિણામના આઠ પ્રકાર છે, તે આ પ્રમાણે છે–(૧) કર્કશ સ્પર્શ પરિણામ (૨) મૃદુ સ્પર્શ પરિણામ, (૩) ગુરુ સ્પર્શ પરિણામ, (૪) લઘુ સ્પર્શ પરિણામ (૫) ઉષ્ણ સ્પર્શ પરિણામ, (૬) શીત સ્પર્શ પરિણામ, (૭) સ્નિગ્ધ સ્પર્શ પરિણામ અને (૮) રૂક્ષ સ્પર્શ પરિણામ. |३० अगरुयलहुयपरिणामे णं भंते ! कइविहे पण्णत्ते? गोयमा ! एगागारे पण्णत्ते । ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! અગુરુલઘુ પરિણામના કેટલા પ્રકાર છે? ઉત્તર- હે ગૌતમ ! અગુરુલઘુ પરિણામનો એક જ પ્રકાર છે. ३१ सद्दपरिणामे णं भंते ! कइविहे पण्णत्ते ? गोयमा ! दुविहे पण्णत्ते, तं जहासुब्भिसद्दपरिणामे यदुब्भि सद्दपरिणामे य । से तं अजीवपरिणामे ।