________________
| તેરમું પદ : પરિણામ
[ ૨૧૭]
વિરતિ પરિણામ પામે છે અને શેષ જીવોને અચારિત્ર પરિણામ હોય છે. (૪) વેદ પરિણામ– તિર્યંચ પંચેદ્રિયોમાં ત્રણે ય વેદો હોય છે. શેષ પરિણામોનું કથન નારકીની સમાન છે.
આ રીતે તિર્યંચ પંચેન્દ્રિયમાં ગતિ-૧, ઇન્દ્રિય-પ, કષાય-૪, વેશ્યા-૬, યોગ–૩, ઉપયોગ–૨, જ્ઞાન૩, અજ્ઞાન–૩, દર્શન-૩, અચારિત્ર, દેશ ચારિત્ર-૨, વેદ-૩ = કુલ ૩૫ પ્રકારના પરિણામ હોય છે. મનુષ્યોમાં પરિણામો:१९ मणुस्सा गइपरिणामेणं मणुयगइया, इंदियपरिणामेणं पंचेंदिया अणिंदिया वि, कसायपरिणामेणं कोहकसाई वि जाव अकसाई वि, लेस्सापरिणामेणं कण्हलेस्सा वि जाव अलेस्सा वि, जोगपरिणामेणं मणजोगी वि जाव अजोगी वि, उवओगपरिणामेणं जहा णेरडया.णाणपरिणामेणं आभिणिबोहियणाणी वि जावकेवलणाणी वि. अण्णाणपरिणामेणं तिण्णि वि अण्णाणा, दसणपरिणामेणं तिण्णि वि दंसणा, चरित्तपरिणामेणं चरित्ती वि अचरित्ती विचरित्ताचरित्ती वि, वेदपरिणामेणं इत्थिवेयगा विपुरिसवेयगा विणपुंसगवेयगा वि अवेयगा वि । ભાવાર્થ :- મનુષ્યો ગતિ પરિણામથી મનુષ્યગતિક છે; ઇન્દ્રિય પરિણામથી પંચેન્દ્રિય અને અનિન્દ્રિય પરિણામ; કષાય પરિણામથી ક્રોધાદિ ચારે કષાય અને અકષાય પરિણામ હોય છે; વેશ્યા પરિણામથી કૃષ્ણલેશી થાવત શુક્લલશી અને અલેશી હોય છે; યોગ પરિણામથી મનયોગી, વચનયોગી, કાયયોગી અને અયોગી પણ હોય છે. ઉપયોગ પરિણામથી નારકીની સમાન છે. જ્ઞાન પરિણામમાં મતિજ્ઞાન યાવત કેવળજ્ઞાન હોય છે; અજ્ઞાન પરિણામમાં ત્રણે ય અજ્ઞાન પરિણામ હોય છે; દર્શન પરિણામમાં ત્રણેય દર્શન પરિણામ હોય છે. ચારિત્ર પરિણામમાં પાંચ ચારિત્ર, અચારિત્ર અને ચારિત્રાચારિત્ર પરિણામ હોય છે. વેદ પરિણામમાં સ્ત્રીવેદી, પુરુષવેદી અને નપુંસકવેદી અને અવેદી હોય છે. વિવેચન -
પ્રસ્તુત સૂત્રોમાં મનુષ્યોમાં દશ પ્રકારના પરિણામોની વિચારણા કરવામાં આવી છે.
મનુષ્યોમાં અન્ય જીવોથી કેટલાક પરિણામોમાં વિશિષ્ટતા છે. મનુષ્યો પોતાના પુરુષાર્થ દ્વારા કેટલાક કર્મજન્ય ભાવોનો અંત કરી શકે છે તેમજ કેટલાક આત્મગુણોને પ્રગટ કરી શકે છે, તેથી અનિન્દ્રિય, અલેશી, અકષાયી, અયોગી, મન:પર્યવજ્ઞાન, કેવળજ્ઞાન, કેવળદર્શન, અવેદી, આ આઠ પરિણામો તેને વિશેષ હોય છે.
કેવળી ભગવાન કેવળજ્ઞાન દ્વારા જ લોકાલોકના ભાવોને જાણે છે તેઓને ઇન્દ્રિયના પ્રયોગની આવશ્યકતા નથી, તેથી કેવળી ભગવાન અનિષ્ક્રિય કહેવાય છે. અગિયારથી ચૌદમાં ગુણસ્થાનવર્તી જીવો અકષાયી હોય છે. ચૌદમાં ગુણસ્થાનવર્તી અયોગી કેવળીમાં યોગનો અભાવ હોવાથી તે અયોગી અને અલેશી હોય છે.
કેટલાક અપ્રમત્ત સંયમી મનુષ્યો મન:પર્યવજ્ઞાન પ્રાપ્ત કરે છે, કેટલાક વીતરાગી પુરુષો ચાર ઘાતિકર્મોનો ક્ષય કરી કેવળજ્ઞાન-કેવળદર્શન પ્રગટ કરે છે અને કેટલાક મનુષ્યો વેદ મોહનીય કર્મનો ઉપશમ અથવા ક્ષય કરીને અવેદીપણાને પ્રાપ્ત કરે છે. તેથી મનુષ્યોમાં ગતિ-૧, ઇન્દ્રિય-૬(૫ ઇન્દ્રિય +