________________
૨૧૬ |
શ્રી પન્નવણા સૂત્ર: ભાગ-૨
ભાવાર્થ:- બેઇન્દ્રિય જીવ ગતિ પરિણામથી તિર્યંચગતિક છે; ઇન્દ્રિય પરિણામથી તેને બે ઇન્દ્રિયો હોય છે; શેષ કથન નૈરયિકોની સમાન જાણવું જોઈએ. વિશેષતા એ છે કે બેઇન્દ્રિય જીવો યોગ પરિણામથી-વચન યોગી અને કાયયોગી; જ્ઞાન પરિણામથી મતિજ્ઞાની અને શ્રુતિજ્ઞાની; અજ્ઞાન પરિણામથી મતિ અજ્ઞાની અને શ્રુત અજ્ઞાની છે. દર્શન પરિણામથી સમ્યગ્દષ્ટિ અને મિથ્યાદષ્ટિ હોય છે, શેષ કથન પૂર્વવત્ જાણવું.
આ રીતે તે ઇન્દ્રિય અને ચૌરેન્દ્રિય જીવોનું કથન જાણવું જોઈએ. વિશેષતા એ છે કે તેમાં એક-એક ઇન્દ્રિયની વૃદ્ધિ થાય છે. વિવેચન -
પ્રસ્તુત સુત્રોમાં વિકસેન્દ્રિય જીવોના પરિણામોનું કથન નારકીના અતિદેશપૂર્વક છે. નારકીના પરિણામથી વિકસેન્દ્રિય જીવોના પરિણામોમાં પાંચ પ્રકારે વિશેષતા છે.
(૧) ગતિ-વિકલેન્દ્રિય જીવો તિર્યંચગતિક હોય છે. (૨) ઈન્દ્રિયપરિણામ-બેઇન્દ્રિયમાં સ્પર્શેન્દ્રિય અને રસેન્દ્રિય બે ઇન્દ્રિય પરિણામ, તે ઇન્દ્રિયમાં સ્પર્શન, રસન, ઘાણ આ ત્રણ ઇન્દ્રિય પરિણામ અને ચૌરેન્દ્રિયમાં, સ્પર્શન, રસન, ઘાણ અને ચક્ષુ, આ ચાર ઇન્દ્રિય પરિણામ હોય છે. (૩) યોગ પરિણામ– વિકલૈંદ્રિયોમાં વચનયોગ અને કાયયોગ આ બે યોગ પરિણામ હોય છે. (૪) જ્ઞાન-અજ્ઞાન પરિણામસાસ્વાદન સમ્યકત્વી જીવ મૃત્યુ પામી વિકલેન્દ્રિયમાં ઉત્પન્ન થાય, ત્યારે કરણ અપર્યાપ્તાવસ્થામાં સાસ્વાદન સમ્યકત્વની અપેક્ષાએ મતિજ્ઞાન અને શ્રુત જ્ઞાન આ બે જ્ઞાન પરિણામ હોય છે. સાસ્વાદન સમકિતના અભાવમાં મતિ અજ્ઞાન અને શ્રતઅજ્ઞાન પરિણામ, આ બે અજ્ઞાન પરિણામ હોય છે (૫) દર્શન પરિણામવિકલેન્દ્રિયોમાં સાસ્વાદન સમકિતની અપેક્ષાએ સમ્યગદર્શન પરિણામ અને મિથ્યાત્વની અપેક્ષાએ મિથ્યાદર્શન પરિણામ આ બે દર્શન પરિણામ હોય છે. શેષ પરિણામ નારકીની સમાન છે.
આ રીતે બેઇન્દ્રિયમાં ગતિ-૧, ઇન્દ્રિય-૨, કષાય-૪, વેશ્યા-૩, યોગ–૨, ઉપયોગ-૨, જ્ઞાન–૨, અજ્ઞાન-૨, દર્શન-૨, અચારિત્ર-૧, વેદ–૧ = ર૨ પ્રકારના પરિણામ હોય છે. તે ઇન્દ્રિયમાં એક ઇન્દ્રિય વધતાં ૨૩ અને ચૌરેન્દ્રિયમાં એક ઇન્દ્રિય વધતાં ૨૪ પ્રકારના પરિણામ હોય છે. १८ पंचेंदियतिक्खजोणिया गइपरिणामेणं तिरियगईया । सेसं जहा णेरइयाणं, णवरं लेस्सापरिणामेणं जाव सुक्कलेस्सा वि, चरित्तपरिणामेणं णो चरित्ती, अचरित्ती वि चरित्ताचरित्ती वि, वेदपरिणामेणं इत्थिवेयगा वि पुरिसवेयगा वि णपुंसगवेयगा वि । ભાવાર્થ - પંચેદ્રિય તિર્યંચયોનિક જીવો ગતિ પરિણામથી તિર્યંચગતિક છે. શેષ કથન નૈરયિકોની સમાન જાણવું. વિશેષતા એ છે કે તિર્યંચ યોનિક જીવ લેશ્યા પરિણામથી કૃષ્ણ યાવત શુકલલેશી પણ હોય છે; ચારિત્ર પરિણામમાં તેઓને ચારિત્ર નથી, અચારિત્ર અને ચારિત્રાચારિત્રી(દેશ ચારિત્ર) હોય છે; વેદ પરિણામથી સ્ત્રીવેદી, પુરુષવેદી અને નપુંસક વેદી હોય છે. વિવેચન :
નારકીઓ કરતાં તિર્યંચ પંચેંદ્રિયોના ચાર પરિણામોમાં તફાવત છે– (૧) ગતિ પરિણામતિર્યંચ પંચેન્દ્રિય તિર્યંચ ગતિક છે (૨) વેશ્યા પરિણામ– તિર્યંચ પંચેન્દ્રિયમાં છ એ વેશ્યાના પરિણામો છે (૩) ચારિત્ર પરિણામ– તિર્યંચ પંચેન્દ્રિયમાં સર્વ વિરતિ ચારિત્ર નથી, પરંતુ કેટલાક તિર્યંચો દેશ