________________
તેરમું પદ : પરિણામ
णत्थि, अण्णाणपरिणामेणं मइअण्णाणी वि सुयअण्णाणी वि, दंसणपरिणामेणं मिच्छद्दिट्ठी । सं तं चैव । एवं आउ-वणस्सइकाइया वि । तेऊ वाऊ एवं चेव, णवरं लेस्सापरिणामेणं जहा रइया ।
૧૫
ભાવાર્થ :– પૃથ્વીકાયિક જીવ ગતિ પરિણામથી તિર્યંચગતિક છે; ઇન્દ્રિય પરિણામથી એકેન્દ્રિય છે, શેષ વક્તવ્યતા નૈરયિકો સમાન જાણવી. વિશેષતા એ છે કે – લેશ્યા પરિણામથી તેઓ તેજોલેશી પણ હોય છે; યોગ પરિણામથી માત્ર કાયયોગી જ હોય છે. તે જીવોમાં જ્ઞાન પરિણામ નથી; અજ્ઞાન પરિણામથી તિ અજ્ઞાની અને શ્રુત અજ્ઞાની હોય છે. દર્શન પરિણામથી મિથ્યાદષ્ટિ હોય છે. શેષ વર્ણન નારકીવત્ જાણવું જોઈએ. આ જ રીતે અપ્લાયિક અને વનસ્પતિકાયિકોની પરિણામ સંબંધી વક્તવ્યતા જાણવી.
તેજસ્કાયિકો અને વાયુકાયિકોની પણ પરિણામ સંબંધી વક્તવ્યતા પૃથ્વીકાયિકોની સમાન જાણવી. વિશેષતા માત્ર એ છે કે તેની લેશ્યા સંબંધી પ્રરૂપણા નૈયિકોની સમાન જાણવી અર્થાત્ તેમાં ત્રણ લેશ્યા હોય છે.
વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રોમાં એકેન્દ્રિય જીવોમાં પરિણામનું કથન નારકીના અતિદેશપૂર્વક છે.
નારકી કરતાં એકેન્દ્રિયોમાં છ પરિણામોમાં વિશેષતા છે. (૧) ગતિ પરિણામ– એકેન્દ્રિયો તિર્યંચયોનિક છે. (૨) ઇન્દ્રિય પરિણામ– એકેન્દ્રિય જીવોમાં એક સ્પર્શેન્દ્રિય પરિણામ છે (૩) લેશ્યા પરિણામ– પૃથ્વી-પાણી-વનસ્પતિ આ ત્રણ એકેન્દ્રિયમાં પ્રથમના ચાર લેશ્યા પરિણામ હોય છે. સૌધર્મ– ઈશાન દેવલોક સુધીના ચોસઠ જાતિના તેજોલેશી દેવો પૃથ્વી, પાણી અને વનસ્પતિમાં ઉત્પન્ન થાય ત્યારે અપર્યાપ્તાવસ્થામાં તેને તેજોલેશ્યા હોય છે. તેઉ-વાયુમાં નારકીની જેમ પ્રથમની ત્રણ લેશ્યા હોય છે. (૪) યોગપરિણામ– એકેન્દ્રિયોમાં એક કાયયોગ હોય છે. (૫) જ્ઞાન પરિણામ– એકેન્દ્રિય જીવો મિથ્યા દષ્ટિ હોવાથી તેમાં જ્ઞાન પરિણામ નથી. મતિ-શ્રુત અજ્ઞાન, તે બે અજ્ઞાન પરિણામ જ છે. (૬) દર્શન પરિણામ– નારકીમાં ત્રણેય દર્શન હોય છે જ્યારે એકેન્દ્રિયમાં માત્ર એક મિથ્યાદર્શન પરિણામ જ હોય છે. શેષ પરિણામો નૈરિયકવત્ જાણવા.
આ રીતે પૃથ્વી, પાણી અને વનસ્પતિમાં ગતિ–૧, ઇન્દ્રિય–૧, કષાય–૪, લેશ્યા–૪, યોગ–૧, ઉપયોગ–૨, અજ્ઞાન–૨, દર્શન–૧, અચારિત્ર–૧, વેદ–૧ = કુલ ૧૮ પ્રકારના પરિણામ હોય છે અને તેઉકાય અને વાયુકાયમાં તેજોલેશ્યાને છોડીને ૧૭ પ્રકારના પરિણામ હોય છે.
ત્રણ વિકલેન્દ્રિયમાં પરિણામો
१७ बेइंदिया गइपरिणामेणं तिरियगइया, इंदियपरिणामेणं बेइंदिया, सेसं जहा णेरइयाणं, णवरं जोगपरिणामेणं वइजोगी वि कायजोगी वि, णाणपरिणामेणं आभिणिबोहियणाणी वि सुयणाणी वि, अण्णाणपरिणामेणं मइअण्णाणी वि सुयअण्णाणी वि, णो विभंगणाणी, दंसणपरिणामेणं सम्मद्दिट्ठी वि, मिच्छद्दिट्ठी वि, णो सम्मामिच्छद्दिट्ठी । सेसं तं चेव ।
एवं जाव चउरिंदिया, णवरं इंदियपरिवुड्डी कायव्वा ।
--